ધીરુ પરીખ

આમિચાઇ (ઍમિચાઈ), યાહુદા

આમિચાઇ (ઍમિચાઈ), યાહુદા (જ. 1924 , વુર્ઝબર્ગ, જર્મની; અ. 22 સપ્ટેમ્બર 2000 ) : અગ્રગણ્ય ઇઝરાયલી કવિ. ‘ઍમિચાઈ’નો હિબ્રૂમાં અર્થ છે : ‘મારા જનસમુદાયનાં જીવનો’. ઍમિચાઈ સતત પોતાના સમુદાયના અવાજમાં માનવજાતનો અવાજ વ્યક્ત કરતા. ‘ઓપન ક્લોઝ્ડ ઓપન’ તેમનું દીર્ઘ કાવ્ય છે. ઍના બ્લૉક અને ઍના કોનફેલ્ડે એનો હિબ્રૂમાંથી અંગ્રેજીમાં અનુવાદ…

વધુ વાંચો >

આર્નલ્ડ, મેથ્યૂ

આર્નલ્ડ, મેથ્યૂ (જ. 28 ડિસેમ્બર,1822, લેલહૅમ, મિડલસેક્સ; અ. 15 એપ્રિલ 1888, લિવરપુલ) : અંગ્રેજ કવિ-વિવેચક. ટેમ્સ નદીને કિનારે આવેલા લેલહૅમ (Laleham) ગામના વતની અને પ્રસિદ્ધ રગ્બી શાળાના આચાર્ય, ટૉમના જ્યેષ્ઠ પુત્ર. શિક્ષણ પિતાની જ શાળામાં. ઉચ્ચ શિક્ષણ માટે એ ઑક્સફર્ડની બેલિયલ (Balliol) કૉલેજમાં જોડાયા, જ્યાં કાવ્યલેખન માટે એમને 1843માં ‘ન્યૂડિગેટ’…

વધુ વાંચો >

ઈલાઇટિસ

ઈલાઇટિસ (જ. 2 નવેમ્બર 1911, ક્રીટ, ગ્રીસ; અ. 18 માર્ચ 1996, એથેન્સ) : 1979નું સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર ગ્રીક કવિ. ખરું નામ ઓડિસ્યુસ એલેપોદેલિસ. ઈલાઇટિસ એમણે કવિ તરીકે ધારણ કરેલી અટક છે. વેપાર-ઉદ્યોગમાં જેની ઘણી મોટી શાખ હતી તેવા કુટુંબમાં જન્મેલા આ કવિએ મુખ્યત્વે વ્યાપારને જ વ્યવસાય બનાવ્યો…

વધુ વાંચો >

એકેગરે ઓજ

એકેગરે ઓજ (જ. 19 એપ્રિલ 1832, મેડ્રિડ, સ્પેન; અ. 4 સપ્ટેમ્બર 1916 મેડ્રિડ, સ્પેન) : પોતાના પૂરા નામ ઓજ એકેગરે ઈ એકેગરે(Jose Echegaray Y Echegaray)ના પ્રથમ બે શબ્દોથી સ્પેનના સાહિત્યમાં ખૂબ જાણીતા બનેલા નાટ્યકાર. જીવનના આરંભનાં વર્ષોમાં એ ઇજનેરીના વિદ્યાર્થી હતા અને થોડો સમય તેમણે આલ્મેરિયા અને ગ્રેનેદામાં ઇજનેર તરીકે…

વધુ વાંચો >

એલિયટ, ટી. એસ.

એલિયટ, ટી. એસ. (જ. 26 સપ્ટેમ્બર 1888, સેંટ લૂઇ, મિઝૂરી, યુ.એસ.; અ. 4 જાન્યુઆરી 1965, લંડન) : અંગ્રેજી ભાષાના વીસમી સદીના પ્રતિભાવંત કવિવિવેચક. વેપારી અને કલાપ્રેમી પિતા હેન્રી વેર એલિયટ તથા શિક્ષિકા અને કવયિત્રી શાર્લોટ ચૅમ્પ સ્ટાર્ન્સના સાતમા સંતાન તરીકે ટૉમસ સ્ટાર્ન્સ એલિયટનો જન્મ. પિતાની વિચક્ષણતા અને માતાની સંવેદનશીલતા તેમનામાં…

વધુ વાંચો >

ઍસ્તૂરિયાસ, મિગલ એંજલ

ઍસ્તૂરિયાસ, મિગલ એંજલ (Miguel Angel Asturias) (જ. 19 ઑક્ટોબર 1899, ગ્વાટેમાલા શહેર, નૉર્થ સેન્ટ્રલ અમેરિકા; અ. 9 જૂન 1974, મેડ્રિડ, સ્પેન) : સાહિત્ય માટેનો 1967નો નોબેલ પુરસ્કાર મેળવનાર સ્પૅનિશ ભાષાના નામાંકિત નવલકથાકાર અને કવિ. મિગલ એંજલ ઍસ્તૂરિયાસ ગ્વાટેમાલા યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી. 1923માં ‘ધ સોશિયલ પ્રોબ્લેમ ઑવ્ ધ ઇન્ડિયન’…

વધુ વાંચો >

કવિતા (1)

કવિતા (1) : કવિતા અને કવિતાવિષયક લેખોને પ્રકટ કરતું ડબલ ક્રાઉન કદનું ગુજરાતી માસિક. 1941ના ઑગસ્ટની પહેલી તારીખે ઇન્દુલાલ ગાંધી, મગનલાલ લાલભાઈ દેસાઈ (કોલક) અને રતુભાઈ દેસાઈના તંત્રીપદે તે મુંબઈથી પ્રગટ થયું હતું. બીજા વર્ષે એનું કદ ડિમાઈ કરી નાખવામાં આવ્યું હતું. જૂની-નવી પેઢીના અનેક કવિઓની મૌલિક રચનાઓ ઉપરાંત મધ્યકાલીન-અર્વાચીન…

વધુ વાંચો >

કવિતા (2)

કવિતા (2) : અનિયતકાલિક ગુજરાતી સામયિક. સ્થાપના 1952. તંત્રી બચુભાઈ રાવત. ઇંગ્લૅન્ડથી પ્રકટ થતા ‘Poems Penny Each’ અને બંગાળીમાં નીકળતા ‘ઍક પયસાય ઍકટિ’ના અંકોને આદર્શરૂપ રાખી કાવ્યરસિકો સુધી ‘કાવડિયે કવિતા’ પહોંચતી કરવાનો ઇરાદો આ પ્રકાશન પાછળ પ્રેરક બળ હતો. આ શ્રેણીમાં કુલ 10 અંકો પ્રકટ થયેલા. 1952માં ત્રણ, 1953માં બે,…

વધુ વાંચો >

કવિતા (3)

કવિતા (3) : ગુજરાતી કવિતાનું દ્વિમાસિક. 1967ના ઑક્ટોબરમાં જન્મભૂમિ ગ્રૂપ, મુંબઈ તરફથી સુરેશ દલાલના તંત્રીપદે શરૂ થયેલા ડિમાઈ કદના આ સામયિકમાં જૂની-નવી પેઢીના કવિઓની કાવ્યકૃતિઓ અને ક્યારેક ક્યારેક કાવ્યસંગ્રહનાં અવલોકનો પ્રકટ થતાં રહે છે. સચિત્ર સામગ્રી અને આકર્ષક સજાવટ એની વિશેષતા છે. પોતાની કારકિર્દીના આ ગાળામાં ‘કવિતા’ના કવિઓના હસ્તાક્ષરમાં કાવ્યકૃતિ,…

વધુ વાંચો >

કવિલોક

કવિલોક : કવિતાની સંસ્થા અને કવિતાનું પ્રથમ દ્વિમાસિક. 1955 પછી મુંબઈમાં કવિ રાજેન્દ્ર શાહના નેજા નીચે કાવ્યો અને કાવ્યસંગ્રહો પ્રકાશિત કરવાના મનસૂબા સાથે શરૂ થયેલી આ કાવ્યસંસ્થાનું નામાભિધાન નિરંજન ભગતે કરેલું. ‘શ્રુતિ’ (રાજેન્દ્ર શાહ), ‘આર્દ્રા’ (‘ઉશનસ્’) અને ‘રાનેરી’ (મણિલાલ દેસાઈ) કાવ્યસંગ્રહોનાં છૂટક છૂટક પ્રકાશનો ઉપરાંત 1957ના ગ્રીષ્મમાં ‘કવિલોક’ નામનો ક્રાઉન…

વધુ વાંચો >