ધીમંત પંકજ સોની
વૉલપોલ, હૉરેસ
વૉલપોલ, હૉરેસ (જ. 24 સપ્ટેમ્બર 1717, લંડન; અ. 2 માર્ચ 1797) : અંગ્રેજી ભયજનક નવલકથાઓના રચયિતા તથા પત્રલેખક. શિક્ષણ એટન અને કિંગ્ઝ કૉલેજ, કેમ્બ્રિજમાં. પિતા રૉબર્ટ વૉલપોલ. હૉરેસનું જીવન અત્યંત સમૃદ્ધ રીતે વ્યતીત થયું. 1741માં પાર્લમેન્ટમાં સભ્ય તરીકે અને 1768માં ત્યાંની સંસદ(હાઉસ)માં સભ્ય તરીકે નિમણૂક. સંસદસભ્ય તરીકે સભાઓમાં તેમની નિયમિત…
વધુ વાંચો >વ્હાઇટ, પૅટ્રિક
વ્હાઇટ, પૅટ્રિક (જ. 28 મે 1912, નાઇટ્સબ્રિજ, લંડન; અ. 1990) : ઑસ્ટ્રેલિયન નવલકથાકાર, નાટ્યકાર અને વાર્તાલેખક. 1973ના નોબેલ પારિતોષિકવિજેતા. માતાપિતા ઑસ્ટ્રેલિયન. પોતાનો યુવાકાળ ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ બંને સ્થળે પસાર થયો. ઈ. સ. 1935માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ફ્રેન્ચ અને જર્મન બંને વિષયો સાથે સ્નાતક થયા. કૉલેજ-અભ્યાસ કેમ્બ્રિજની કિંગ્ઝ કૉલેજમાં. સ્નાતક થયા બાદ…
વધુ વાંચો >સેન્ટ જ્હૉન પર્સ
સેન્ટ જ્હૉન પર્સ (જ. 31 મે 1887, સેન્ટ લૅજર–લે–ફૉઇલે, ગાઉદેલોપ; અ. 20 સપ્ટેમ્બર 1975, પ્રેસ્ક્વિલ–દ–ગિયન્સ, ફ્રાન્સ) : ફ્રેન્ચ કવિ. 1960ના કવિતાસાહિત્ય માટેના નોબેલ પારિતોષિકવિજેતા. પિતા વકીલ. 1907માં તેમના પિતાનું મૃત્યુ. બોર્દેક્સમાં કાયદાશાસ્ત્રનું શિક્ષણ. તેમણે ‘રોબિન્સન ક્રૂઝો’નો અનુવાદ કરેલો. તેમને અભ્યાસ છોડવો પડેલો; પરંતુ 1910માં ફરીથી તેમણે વકીલાતની ડિગ્રી મેળવી અને…
વધુ વાંચો >સેંઘોર લિયોપોલ સેડર
સેંઘોર, લિયોપોલ સેડર [જ. 9 ઑક્ટોબર 1906, જોયેલ, મ્બોર, સેનેગાલ (Joal, Mbour, Senegal); અ. 20 ડિસેમ્બર 2001, નૉર્મન્ડી, ફ્રાન્સ] : સેનેગાલ દેશના સૌપ્રથમ પ્રમુખ, રાજનીતિજ્ઞ, ઊર્મિશીલ કવિ અને શ્યામવર્ણી પ્રજાના સાહિત્ય(black literature)ના પુરસ્કર્તા. પિતા ધનાઢ્ય વેપારી. માતા વિચરતી જાતિની. જીવનનાં પ્રથમ સાત વર્ષ તેની માતા, મામાઓ, માસીઓ, સાથે પસાર થયા…
વધુ વાંચો >સોઇન્કા વોલ
સોઇન્કા, વોલ (જ. 13 જુલાઈ 1934, ઇસાટા, નાઇજિરિયા) : આફ્રિકન કવિ, નવલકથાકાર અને નાટ્યકાર. 1986ના સાહિત્યના નોબેલ પારિતોષિક વિજેતા. તેમનો ઉછેર એંગ્લિકન ચર્ચના કમ્પાઉન્ડમાં થયો હતો. બાળપણથી જ તેઓ તેજસ્વી વિદ્યાર્થી હતા. પિતા પ્રાથમિક શાળાના આચાર્ય હતા. અંગ્રેજી સામ્રાજ્યના વાતાવરણમાં ઉછેર થયો હોવા છતાં સોઇન્કા પોતાની યોરુબા જાતિની જીવનશૈલી અને…
વધુ વાંચો >સ્વાઝલર આર્થર
સ્વાઝલર, આર્થર (Schwatzler, Arthur) (જ. 15 મે 1862, વિયેના; અ. 21 ઑક્ટોબર 1931, વિયેના) : ઑસ્ટ્રિયન નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક. એમના યહૂદી પિતા પ્રા. જ્હૉન સ્વાઝલર જાણીતા ગળાચિકિત્સક હતા. પિતાની જેમ પોતે પણ શારીરિક ચિકિત્સક તરીકેનો વ્યવસાય સ્વીકારેલો. તેઓ માનસચિકિત્સક પણ હતા. સ્વાઝલરે કિશોરાવસ્થામાં જ કવિતા લખવાનું શરૂ કર્યું…
વધુ વાંચો >