ધાતુશાસ્ત્ર

અયસ્કનું સજ્જીકરણ

અયસ્કનું સજ્જીકરણ (ore dressing, ore beneficiation) : અયસ્ક(કાચું ખનિજ)ની કક્ષાના સંવર્ધન માટે કરવામાં આવતી પ્રાથમિક શ્રેણીબદ્ધ ક્રિયાઓ. આ ક્રિયાઓની પસંદગીનો આધાર વૈજ્ઞાનિક, ઇજનેરી તથા આર્થિક બાબતો ઉપર રહેલો છે. સંસ્કૃતિના વિકાસની સાથે ખનિજોની વપરાશ ઘણી વધતી ગઈ છે. વીસમી સદીની ધાતુની વપરાશ અગાઉની સદીઓમાં વપરાયેલ કુલ ધાતુની વપરાશ કરતાં ઘણી…

વધુ વાંચો >

ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ

ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ : ચોકસાઈવાળા કાસ્ટિંગ બનાવવાની એક વિશિષ્ટ પદ્ધતિ. ‘લૉસ્ટ વૅક્સ’ પદ્ધતિ (ફ્રેંચમાં Cire perdue) તરીકે ઓળખાતી આ પદ્ધતિ 3,500 વર્ષ પહેલાં ચીનમાં શોધાઈ હોવાનું કહેવાય છે. મીણનું પડ, અસ્તર (investment) આમાં અગત્યનો ભાગ ભજવતું હોવાથી ‘ઇન્વેસ્ટમેન્ટ’ શબ્દપ્રયોગ થાય છે. બીબાની સપાટી ઉપર દુર્ગલનીય પદાર્થના રગડા(slurry)નું પાતળું પડ ચડાવીને, તેને…

વધુ વાંચો >

ઇલેક્ટ્રમ

ઇલેક્ટ્રમ : ઈસવી સન પૂર્વેના સમયમાં સિક્કા પાડવા માટે સૌપ્રથમ વપરાયેલી સુવર્ણની મિશ્ર ધાતુ. એશિયા માઇનોરમાં આ મિશ્ર ધાતુ મળી આવતી. તેથી કુદરતી રીતે મળતા અનિયમિત આકારના તેના ટુકડાઓ ઉપર છાપ (seal) મારીને ઈ. સ. પૂ. સાતમી સદીમાં લિડિયામાં સૌપ્રથમ સિક્કાઓ ચલણમાં મૂકવામાં આવ્યા હતા. કુદરતી રીતે મળતી આ મિશ્ર…

વધુ વાંચો >

કલાઈ : જુઓ ટિન

કલાઈ : જુઓ ટિન.

વધુ વાંચો >

કલાઈનો ઢોળ : જુઓ ટિન

કલાઈનો ઢોળ : જુઓ ટિન.

વધુ વાંચો >

કાંસું

કાંસું : તાંબું અને કલાઈની મિશ્ર ધાતુ (ઘન દ્રાવણ). વિશિષ્ટ હેતુ માટેના કાંસામાં સીસું, જસત, ચાંદી અને અન્ય ધાતુઓ ઉમેરવામાં આવે છે. કલાઈયુક્ત કાંસા(મૂર્તિ માટેના કાંસા)માં 2 %થી 20 % કલાઈ હોય છે. બેલ-મેટલમાં 15 %થી 25 % કલાઈ અને સ્પેક્યુલમ મેટલમાં 30 % સુધી કલાઈ હોય છે. ગન-મેટલમાં 8…

વધુ વાંચો >

કૅલેમાઇન બ્રાસ (પિત્તળ)

કૅલેમાઇન બ્રાસ (પિત્તળ) : તાંબાના ટુકડાઓને કોલસા તથા ઝિંક અયસ્ક (કૅલેમાઇન અથવા સ્મિથસોનાઇટ) સાથે બંધ મૂસમાં લાલચોળ થાય તેટલા ગરમ કરતાં બનતી મિશ્ર ધાતુ. આ ગરમ કરવાની પ્રક્રિયા દરમિયાન અયસ્કનું ઝિંક બાષ્પમાં પરિવર્તન થઈને તે તાંબામાં પ્રસારિત (diffuse) થાય છે. એશિયા માઇનોરમાં આ વિધિ શોધાઈ હોવાનું મનાય છે. પિત્તળના ઉત્પાદનની…

વધુ વાંચો >

ક્યુરિયમ

ક્યુરિયમ : આવર્તક કોષ્ટકના 3જા (અગાઉના III A) સમૂહમાં આપેલ ઍક્ટિનાઇડ શ્રેણીનું રાસાયણિક ધાતુ-તત્વ. સંજ્ઞા : Cm. તે કુદરતમાં મળી આવતું નથી. 1944માં ગ્લેન ટી. સીબૉર્ગ, રાલ્ફ એ. જેમ્સ અને આલ્બર્ટ ઘિયોર્સોએ પ્લૂટોનિયમ પર 32 MeVના α-કણો નો મારો ચલાવી તેને મેળવ્યું હતું : મેરી અને પિયેર ક્યુરીના નામ પરથી…

વધુ વાંચો >

ક્યૂપોલા ભઠ્ઠી

ક્યૂપોલા ભઠ્ઠી : કાસ્ટિંગ માટે લોખંડને પિગાળવા તથા તેમાંથી સ્ટીલ બનાવવા માટે વપરાતી ઊભી (vertical) નળાકાર ભઠ્ઠી. સૌપ્રથમ 1720માં ફ્રાન્સના રેમુરે તે બનાવી હોવાનો ઉલ્લેખ છે. ક્યૂપોલા ગલન આજે પણ આર્થિક ર્દષ્ટિએ વ્યવહારુ ગલનપ્રક્રિયા ગણાય છે. મોટાભાગનું ભૂખરું (grey) લોખંડ આ ભઠ્ઠીમાં પિગાળવામાં આવે છે. બ્લાસ્ટ ફરનેસની માફક ક્યૂપોલા ભઠ્ઠી…

વધુ વાંચો >

ક્યૂપ્રાઇટ

ક્યૂપ્રાઇટ : તાંબાનો રેડ ઑક્સાઇડ, તાંબાનું ખનિજ. રા. બં. : Cu2O; તાંબાનું પ્રમાણ : 88.8 %; સ્ફ. વ. : ક્યૂબિક; સ્વ. : ઑક્ટાહેડ્રોન અને રૉમ્બ્ડોડેકાહેડ્રોનના સ્ફટિક સ્વરૂપે; ક્યારેક દળદાર અથવા મૃણ્મય, ક્વચિત્ કેશનલિકા-સ્વરૂપે; રં. : વિવિધ પ્રકારની ઝાંયવાળા લાલ રંગમાં, ખાસ કરીને cochineal red; સં. : અસ્પષ્ટ, ઑક્ટાહેડ્રોન ફલકને સમાંતર;…

વધુ વાંચો >