ધર્મપુરાણ
કૃષ્ણગીતાવલિ
કૃષ્ણગીતાવલિ : તુલસીદાસનો કૃષ્ણચરિતને લગતો ગીત-સંગ્રહ. આ ગ્રંથમાં 61 ગીતો સમાવિષ્ટ છે. કૃષ્ણચરિતના કોમલ અને મધુર અંશોને ચિત્રિત કરવા માટે તુલસીદાસને આ ગીત-રચનામાં મોકળાશ મળી હતી. તેથી વર્ણન-વિસ્તારમાં બિલકુલ ગયા નથી અને માત્ર રૂપરેખા દ્વારા એમણે કૃષ્ણકથા કહી દીધી છે. આ ગીતોમાં પણ તુલસીદાસે ઘણે અંશે પોતાની માન્યતા અનુસાર મર્યાદાવાદનું…
વધુ વાંચો >ત્રિક્ (સાહિત્ય)
ત્રિક્ (સાહિત્ય) : કાશ્મીરના શૈવ સાહિત્યને ‘ત્રિક’ કહે છે. એમાં આગમશાસ્ત્ર, સ્પન્દશાસ્ત્ર અને પ્રત્યભિજ્ઞશાસ્ત્રનો બોધ થાય છે. સાથોસાથ પરા, અપરા અને પરાત્પરા – આ ત્રણ અવસ્થાનો પણ બોધ થાય છે. એમાં શૈવદર્શનના અભેદ, ભેદ અને ભેદાભેદ – આ ત્રણે પક્ષો પણ પ્રતિબિંબિત થાય છે. એમાં ઇચ્છા, જ્ઞાન અને ક્રિયા-શક્તિઓ તેમજ…
વધુ વાંચો >દત્તાત્રેયી યોગપદ્ધતિ
દત્તાત્રેયી યોગપદ્ધતિ : મહામુનિ દત્તાત્રેયે પ્રબોધેલી યોગ-પરંપરા. પ્રાચીન ભારતમાં યોગની અનેક પરંપરાઓ પ્રચારમાં હતી. આમાં મુનિ દત્તાત્રેયની યોગપરંપરા એમાં અનેક પૂર્વકાલીન પદ્ધતિઓનો સમન્વય થયેલો હોઈ, અલગ તરી આવે છે. આ યોગપદ્ધતિનું વિશદ પણ સારગ્રાહી નિરૂપણ યોગશાસ્ત્ર નામના આ પરંપરાને સર્વાંગે વ્યક્ત કરતા સંસ્કૃત ગ્રંથમાં થયું છે. એમાં સંસ્કૃતિ નામના મુનિની…
વધુ વાંચો >દયાબાઈ (18મી સદી)
દયાબાઈ (18મી સદી) : સંત કવયિત્રી. દિલ્હીના સંત ચરણદાસની શિષ્યા અને સંત સહજોબાઈની ગુરુભગિની. જન્મ મેવાત(રાજસ્થાન)ના ડેહરા ગામમાં થયો હતો અને ગુરુ સાથે દિલ્હી જઈ ત્યાં સંતજીવન વ્યતીત કરવા લાગ્યાં. ‘દયાબોધ’ (રચના 1761) અને ‘વિનયમાલિકા’ એમની મુખ્ય હિંદી રચનાઓ છે. આ રચનાઓમાં ‘દયા’, ‘દયાકુંવર’ તો ક્યાંક ‘દયાદાસ’ નામ-છાપ પણ મળે…
વધુ વાંચો >દરસની
દરસની : નાથપંથીઓનો મુખ્ય સંપ્રદાય. આ ગોરખનાથી યોગીઓ કાનને ફાડીને તેમાં ‘દર્શન’ નામની મુદ્રા ધારણ કરે છે, તેથી તેમને દરસની સાધુ કહે છે. આ મુદ્રા અનેક ધાતુઓની બનેલી હોય છે. એમાં હાથીદાંત પણ જોડવામાં આવે છે. મોટા ભાગે આ મુદ્રા કુંડલ રૂપે ધારણ કરવામાં આવે છે. કુંડલને પવિત્રી પણ કહેવામાં…
વધુ વાંચો >પેરિયાળવાર
પેરિયાળવાર : જુઓ, આળવાર સંતો.
વધુ વાંચો >રોજો
રોજો : જુઓ મકબરો.
વધુ વાંચો >સિનેગૉગ
સિનેગૉગ : યહૂદીઓનું ધાર્મિક સ્થાન. ‘સિનેગૉગ’ – એ ગ્રીક શબ્દ છે, જેનો અર્થ થાય છે ‘લોકોની સભા’ (assembly of people) અથવા ‘ઉપાસના માટેની સભા’ (congregation). તે વિશાળ ઇમારત પણ હોઈ શકે અથવા નાનકડો ખાલી ઓરડો પણ હોઈ શકે, જ્યાં લોકો પ્રાર્થના માટે એકઠા થઈ શકે. ઈ. પૂ. છઠ્ઠી સદીમાં બૅબિલૉનથી…
વધુ વાંચો >હજ
હજ : ઇસ્લામ ધર્મના નિયમ મુજબ કરાતી યાત્રા. ઇસ્લામ ધર્મમાં મુસલમાનો માટે પાંચ કાર્યો ફરજિયાત કર્યાં છે : (1) અલ્લાહ એક છે અને મુહમ્મદ (સ.અ.વ.) અલ્લાહના રસૂલ છે તેની સાક્ષી આપવી, (2) દિવસમાં પાંચ વખત નમાઝ પઢવી, (3) રમજાન મહિનાના રોજા (અપવાસ) કરવા, (4) પોતાની સંપત્તિમાંથી જકાતરૂપી દાન આપવું, (5)…
વધુ વાંચો >