દુગ્ધવિદ્યા

અમૂલ ડેરી

અમૂલ ડેરી : આણંદમાં આવેલી ગુજરાતની શ્રેષ્ઠ અને એશિયાની ઉત્તમ ડેરી. ઓગણીસ સો પિસ્તાલીસના વર્ષ દરમિયાન આણંદની આસપાસના વિસ્તારનું દૂધ કૉન્ટ્રૅક્ટરો દ્વારા એકત્ર કરી, પાશ્ચુરીકરણ કર્યા બાદ મુંબઈ દૂધયોજનામાં મોકલવામાં આવતું. પરંતુ રાજ્ય સરકારે દૂધના ભાવમાં કરેલ વધારાનો લાભ દૂધ-ઉત્પાદકોને ન મળતાં તેમને અસંતોષ થયો. આ અંગે સરદાર વલ્લભભાઈ પટેલની…

વધુ વાંચો >

આઇસક્રીમ

આઇસક્રીમ : થિજાવેલા દૂધની એક વાનગી. આઇસક્રીમને મળતી વાનગી ચીનમાંથી યુરોપમાં 1295માં માર્કોપોલો લાવ્યો હોવાનો ઉલ્લેખ છે. જોકે આધુનિક આઇસક્રીમની શરૂઆત ફ્રેન્ચોએ કરી હતી. આઇસક્રીમ ઠંડીથી થિજાવેલ આહલાદક, સુપાચ્ય, પૌષ્ટિક દુગ્ધાહાર છે. તેની બનાવટમાં દૂધ, મલાઈ, ઘટ્ટ દૂધ, દૂધનો પાઉડર, ખાંડ, સુગંધી દ્રવ્યો, ખાદ્ય રંગો અને તેને સ્થાયિત્વ બક્ષનાર (stabiliser)…

વધુ વાંચો >

આરે દૂધ કૉલોની

આરે દૂધ કૉલોની : 1945માં મુંબઈમાં સ્થપાયેલો દેશનો સર્વપ્રથમ દૂધ-ઉત્પાદક સંઘ. મુંબઈ શહેરમાં દૂધપુરવઠાની સ્થિતિમાં સુધારો કરવાના આશયથી રાજ્ય-સરકારે 1,000 ભેંસો ઉછેરી શકાય તેવી ક્ષમતાવાળું સરકારી ફાર્મ શરૂ કરવા શહેરની નજીક આરે ગામની 1,100 એકર જમીન સંપાદન કરેલી. વિકાસના આ તબક્કા દરમિયાન આણંદથી પાશ્ચુરીકૃત દૂધ રેલવે મારફત મુંબઈ લાવવાનું વિચારાયું,…

વધુ વાંચો >

કુરિયન વર્ગીસ

કુરિયન, વર્ગીસ (જ. 26 નવેમ્બર 1921, કાલિકટ, કેરળ; અ. 9 સપ્ટેમ્બર 2012, નડિયાદ) : ડેરી-ઉદ્યોગમાં વિશ્વખ્યાતિ ધરાવતા નિષ્ણાત તથા ભારતમાં શ્વેતક્રાંતિના સર્જક. પિતાનું નામ પી. કે. કુરિયન અને માતાનું નામ અણમ્મા. શિક્ષણ બી.એસસી., બી.ઈ., એમ.એસસી., ડી.એસસી. સુધી. 1940માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી બી.એસસી. થયા બાદ 1943માં તે જ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ વિષયમાં…

વધુ વાંચો >

કેસીન

કેસીન : સસ્તન પ્રાણીઓના દૂધનો મુખ્ય પ્રોટીન ઘટક. દૂધમાં તેનું પ્રમાણ 2.5થી 3.2 % અને કુલ પ્રોટીનના 80 % હોય છે. દૂધમાં તથા ચીઝમાં તે કૅલ્શિયમ કેસીનેટ તરીકે રહેલું હોય છે. રાસાયણિક ર્દષ્ટિએ તે α β, γ અને k કેસીન તરીકે ઓળખાતાં ફોસ્ફોપ્રોટીનનું મિશ્રણ છે. આ બધામાં ફૉસ્ફોરિક ઍસિડ સાથે…

વધુ વાંચો >

ઘી

ઘી : માખણને તાવવાથી પ્રાપ્ત થતો ચરબીજ ખાદ્ય પદાર્થ. ખોરાક તરીકે વપરાશમાં લેવાતું ઘી ગાય કે ભેંશના દૂધમાંથી મેળવવામાં આવે છે. માખણને તાવવાથી તેમાંનું પાણી બાષ્પીભવનથી દૂર થતાં જે બગરી સિવાયનું ચોખ્ખું પ્રવાહી રહે છે તેને ઘી કહેવામાં આવે છે. ઘીને આ રીતે ભેજ અને જીવાણુમુક્ત કરવામાં આવે છે. ભારત…

વધુ વાંચો >

છાશ

છાશ : માખણ બનાવતાં મળતી ઉપપેદાશ. દૂધમાંથી દહીં બનાવ્યા પછી તેમાં પાણી ઉમેરી તેને વલોવી તૈયાર કરેલું પ્રવાહી મિશ્રણ પણ છાશ છે. તેમાં મુખ્યત્વે આશરે 90 % પાણી, 5 % દુગ્ધ-શર્કરા (milk sugar) અને આશરે 3 % કેસીન હોય છે. તેમાં થોડા પ્રમાણમાં માખણનું તેલ (butter fat) અને લૅક્ટિક ઍસિડ…

વધુ વાંચો >

ડેરી-ઉદ્યોગ

ડેરી-ઉદ્યોગ : જુઓ, દૂધ, દુગ્ધવિદ્યા અને ડેરી-ઉદ્યોગ

વધુ વાંચો >

ડેરી-રસાયણશાસ્ત્ર

ડેરી-રસાયણશાસ્ત્ર : જુઓ, દૂધ, દુગ્ધવિદ્યા અને ડેરી-ઉદ્યોગ

વધુ વાંચો >

ડેરી-વ્યવસ્થા

ડેરી-વ્યવસ્થા : જુઓ, દૂધ, દુગ્ધવિદ્યા અને ડેરી-ઉદ્યોગ

વધુ વાંચો >