દીનાઝ પરબિયા

કૅક્ટસ

કૅક્ટસ : દ્વિદળીના કુળ કૅક્ટેસીની થોર જેવી વનસ્પતિઓ. ગુજરાતમાં કૅક્ટસની ફક્ત એક જ દેશી જાત મળે છે તે ફાફડો થોર (લૅ. Opuntia elatior Mill). ખેતરોમાં તેની વાડ અભેદ્ય ગણાય છે. તેનાં ફૂલ-ફળ ડિસેમ્બરથી મે માસ સુધી રહે છે. પીળાંથી અંતે રાતાં-ભૂરાં એકાકી પુષ્પો સાંધાવાળા પ્રકાંડની ધાર પર બેસે છે. તેનું…

વધુ વાંચો >

કૅર્યોફાઇલેસી

કૅર્યોફાઇલેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. આ કુળમાં 88 પ્રજાતિઓ અને લગભગ 1,750 જેટલી જાતિઓનો સમાવેશ, કરવામાં આવ્યો છે. તેની સૌથી મોટી પ્રજાતિઓ Silene (500 જાતિઓ), Dianthus (350 જાતિઓ), Arenaria (160 જાતિઓ) અને Stellaria, Cerastium, Lychnis અને Gypsophila (પ્રત્યેક લગભગ 100 જાતિઓ) છે. આ કુળની ગુજરાતમાં 4 પ્રજાતિઓ…

વધુ વાંચો >

કોકોસ

કોકોસ : વર્ગ એકદલા, કુળ એરિકેસીની એક પ્રજાતિ. આ પ્રજાતિમાં C. nucifera, Linn ઉપરાંત 30 જેટલી જાતિઓનો સમાવેશ પહેલાં કરવામાં આવ્યો હતો; જે મધ્ય અને દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે. પરંતુ હવે, આ પ્રજાતિ ફક્ત એક જ જાતિ C. nucifera જ ધરાવે છે. બાકીની જાતિઓ કેટલીક નવી પ્રજાતિઓ Arecastrum, Butia…

વધુ વાંચો >

ગેસ્નેરિયેસી

ગેસ્નેરિયેસી : દ્વિદળી વર્ગના યુક્તદલાના પર્સોનેલીસ ગોત્રનું એક કુળ. પ્રખ્યાત પ્રકૃતિવિદ કોન્રાડ ગેસ્નરના નામે આ દ્વિદળીના એક કુળને ગેસ્નેરિયેસી નામ અપાયું છે. ગરમ પ્રદેશોનું આ કુળ આશરે 120 પ્રજાતિઓ અને 2,000 જાતિઓ ધરાવે છે. મહદ્અંશે છોડવા રૂપે હોઈ તે જવલ્લે જ કાષ્ઠમય (woody) હોય છે. ક્ષુપ અથવા મૂળારોહી કે પરરોહી…

વધુ વાંચો >

પેપેવરેસી

પેપેવરેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. આ કુળ 28 પ્રજાતિઓ અને 250 જાતિઓનું બનેલું છે. તેનું વિતરણ મોટેભાગે ઉત્તર ગોળાર્ધના ઉપોષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. તેનાં કેન્દ્રો પશ્ચિમ-ઉત્તર અમેરિકા અને પૂર્વ એશિયા છે; જે પૈકી 12 પ્રજાતિઓ અમેરિકન અને 9 પ્રજાતિઓ એશિયન છે. દક્ષિણ ગોળાર્ધમાં આ કુળ બહુ…

વધુ વાંચો >

પેરિપ્લૉકેસી (Periplocaceae Sehltn)

પેરિપ્લૉકેસી (Periplocaceae Sehltn) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. આ કુળ એસ્ક્લેપિયેડેસી કુળમાંથી છૂટું પડાયું છે. એસ્ક્લેપિયેડેસીમાં પરાગરજ પરાગપિંડ (pollinium) નામના અંગમાં સંકલિત થઈ હોય છે.  જ્યારે પેરિપ્લૉકેસીમાં પુંકેસરો મુક્ત હોય છે અને પરાગરજ સ્વતંત્ર કણસ્વરૂપે હોય છે. પરાગનયન વિશિષ્ટ સ્વરૂપનું હોય છે. પરાગરજ એક ચમચી આકારના સ્થાનાંતરક (translator) નામના…

વધુ વાંચો >

પૅસીફ્લોરેસી

પૅસીફ્લોરેસી : વનસ્પતિના દ્વિદળી વર્ગનું એક કુળ. તે આશરે 12 પ્રજાતિ અને 600 જાતિઓનું બનેલું છે. તેનું વિતરણ મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય અમેરિકામાં થયેલું છે. Passiflora (Tacsonia સહિત) પ્રજાતિ લગભગ 400 જાતિઓ ધરાવે છે. ક્ષુપ અથવા શાકીય, ઘણી વાર કક્ષીય સૂત્રો સાથે કાષ્ઠલતા (liana) સ્વરૂપે; પર્ણો સાદાં કે સંયુક્ત, એકાંતરિક, ઉપપર્ણીય; પુષ્પવિન્યાસ…

વધુ વાંચો >

પોઆ (Poa)

પોઆ (Poa) : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા પોએસી (તૃણાદિ) કુળની એક પ્રજાતિ. તેની આશરે 300 જેટલી જાતિઓ બંને ગોળાર્ધોના સમશીતોષ્ણ અને પહાડી પ્રદેશોમાં થાય છે. ભારતમાં તેની લગભગ 49 જાતિઓ નોંધાઈ છે. ગુજરાતમાં તેની કોઈ જાતિ થતી નથી. ભારતમાં થતી કેટલીક જાણીતી જાતિઓ પૈકી P. annua, P. bulbosa, P. compressa,…

વધુ વાંચો >

પૉર્ચ્યુલેકેસી (Portulacaceae)

પૉર્ચ્યુલેકેસી (Portulacaceae) : વનસ્પતિના દ્વિદળી વર્ગનું એક કુળ. આ કુળ 19 પ્રજાતિઓ અને લગભગ 580 જાતિઓનું બનેલું છે અને મુખ્યત્વે વિશ્વના ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં વિતરણ પામેલું છે. ભારતમાં તેની 2 પ્રજાતિઓ અને આશરે 7 જાતિઓ થાય છે. Portulaca oleracea L. (લૂણી) હિમાલયમાં 1,650 મી.ની ઊંચાઈ સુધી થતી જોવા મળે…

વધુ વાંચો >

પ્રકાશસંશ્લેષણ

પ્રકાશસંશ્લેષણ જીવંત સૃષ્ટિમાં ઊર્જા-નિવેશ(energy input)ની એકમાત્ર ક્રિયાવિધિ. પ્રકાશસંશ્લેષણ દ્વારા સંશ્લેષિત ન થયાં હોય તેવાં અકાર્બનિક રાસાયણિક સંયોજનોનું ઉપચયન (oxidation) કરીને ઊર્જા પ્રાપ્ત કરતાં રસાયણી સંશ્લેષક (chemosynthetic) બૅક્ટેરિયા અલ્પસંખ્યક હોવાથી ઊર્જાના સમગ્ર અંદાજપત્રમાં તેમનું માત્રાત્મક મહત્વ ઘણું ઓછું છે. લીલી વનસ્પતિઓમાં હરિતકણની મદદ વડે થતી પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા અપચયોપચય (redox) પ્રક્રિયા છે;…

વધુ વાંચો >