દિનેશ શુક્લ

અનામત પ્રથા

અનામત પ્રથા : કેટલાંક નિયત સામાજિક જૂથોના ઝડપી ઉત્કર્ષ અને વિકાસ માટે વિવિધ શૈક્ષણિક, રાજકીય, વ્યાવસાયિક, સામાજિક વગેરે ક્ષેત્રોમાં અમુક જગ્યાઓ અનામત રાખવાની નીતિ. ભારતના બંધારણમાં આ નીતિનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં આ સામાજિક જૂથો ‘નકારાત્મક ભેદભાવ’(negative discrimiation)નો ભોગ બન્યાં હતાં, તેને પરિણામે તેઓમાં પછાતપણું આવ્યું. તે દૂર કરવા…

વધુ વાંચો >

આધુનિકીકરણ

આધુનિકીકરણ : સમાજમાં સતત ચાલતી પરિવર્તનની પ્રક્રિયા. સમાજ-પરિવર્તનની જે વ્યાપક પ્રક્રિયાઓ થકી ઓછા વિકસિત સમાજો વધુ વિકસિત સમાજોનાં જે કેટલાંક લક્ષણ પ્રાપ્ત કરે તેને સામાન્ય રીતે આધુનિકીકરણ તરીકે વર્ણવવામાં આવે છે. આ પ્રક્રિયાનો આરંભ કેટલાક યુરોપીય દેશોમાં થયો અને ત્યાંથી એનો ફેલાવો અન્યત્ર થયો. તેથી શરૂઆતમાં આધુનિકીકરણને પશ્ચિમીકરણ અથવા યુરોપીયીકરણની…

વધુ વાંચો >

ઍરિસ્ટોટલ

ઍરિસ્ટોટલ : (ઈ. પૂ. 384, સ્ટેગિરસ, મેસેડોનિયા; અ. 322, ચાલ્કિસ, યુબિયા, ગ્રીસ) : ગ્રીક દાર્શનિક. પ્લેટોનો શિષ્ય અને મહાન ઍલેક્ઝાન્ડરનો ગુરુ. પશ્ચિમમાં વિકસેલી અનેક વિદ્યાશાખાઓનો તે આદ્ય પિતા ગણાય છે. વૈજ્ઞાનિક અભ્યાસપદ્ધતિના વિકાસમાં તેનો ફાળો અનન્ય છે. તર્કશાસ્ત્ર અને જીવશાસ્ત્રનો તો તેણે પાયો નાંખ્યો. ઉપરાંત રાજ્યશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરે…

વધુ વાંચો >

કૂટનીતિ

કૂટનીતિ : પ્રાચીન ભારતીય કૌટિલ્યનીતિ અનુસાર, સાધનો કે ઉપાયોની નૈતિકતા કે શુદ્ધિની પરવા વિના પોતાનાં (વૈયક્તિક, જૂથગત કે રાષ્ટ્રીય) હિતોનું રક્ષણ અને જતન કરવા માટે આચરવામાં આવતી કાર્યરીતિ. કોઈ પણ શાસક માટે રાજકીય સત્તા અથવા પ્રભુત્વ એ જ ધ્યેય હોવાથી, સાધનશુદ્ધિનો આગ્રહ રાખ્યા સિવાય જેનાથી ધ્યેય સિદ્ધ થાય તેનો ઉપયોગ…

વધુ વાંચો >

કેન્દ્ર(સંઘ)-રાજ્ય સંબંધો

કેન્દ્ર(સંઘ)-રાજ્ય સંબંધો કેન્દ્ર-રાજ્ય સંબંધો (અથવા સંઘ-રાજ્ય સંબંધો) એ સ્વાતંત્ર્યોત્તર ભારતીય રાજકારણ અને રાષ્ટ્રકારણનો એક કેન્દ્રસ્થ અને વિવાદાસ્પદ વિષય રહ્યો છે. ભારતીય બંધારણમાં સંઘ-રાજ્ય સંબંધોને સ્ફુટ કરવામાં કે તેની વ્યાખ્યા કરવામાં ક્યાંય ‘સમવાય’ (federal) શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો નથી એ સૂચક છે. બંધારણ ભારતના રાજ્યતંત્રને ‘સંઘ રાજ્ય’ અથવા ‘યુનિયન ઑવ્ સ્ટેટ્સ’…

વધુ વાંચો >

ગાંધી, ઇન્દિરા

ગાંધી, ઇન્દિરા (જ. 19 નવેમ્બર 1917, અલ્લાહાબાદ; અ. 31 ઑક્ટોબર 1984, નવી દિલ્હી) : ભારતનાં પહેલાં મહિલા વડાં પ્રધાન. તેઓ 24 જાન્યુઆરી 1966થી 24 માર્ચ 1977 તથા 14 જાન્યુઆરી 1980થી તેમના અવસાન સુધીના બે સમયગાળા દરમિયાન ભારતના વડાં પ્રધાનપદે રહ્યાં હતાં. સંમોહક વ્યક્તિત્વ સાથે પ્રતાપી અને પ્રભાવક રાજકારણ દ્વારા તેમણે…

વધુ વાંચો >

ગુજરાત રાજ્યશાસ્ત્ર મંડળ

ગુજરાત રાજ્યશાસ્ત્ર મંડળ : ગુજરાતમાં શાળા, કૉલેજ અને યુનિવર્સિટી કક્ષાએ રાજ્યશાસ્ત્ર વિષયમાં અધ્યાપન અને સંશોધન કરતા શિક્ષકો, અધ્યાપકો તેમજ ગુજરાતના જાહેર જીવનમાં રસ અને નિસબત ધરાવતા નાગરિકોનું બનેલું મંડળ. શરૂઆતમાં રાજ્યશાસ્ત્રનું અધ્યાપન કરતા કેટલાક મિત્રો અનૌપચારિક રીતે અમદાવાદમાં મળતા ત્યારે ગુજરાતવ્યાપી મંડળ ઊભું કરવાનો વિચાર કેટલાકને સ્ફુર્યો. ડિસેમ્બર 1966માં અખિલ…

વધુ વાંચો >

ચૂંટણી

ચૂંટણી : લોકશાહી શાસનપદ્ધતિમાં મતદારો દ્વારા પ્રતિનિધિઓને પસંદ કરવાની પ્રક્રિયા. આધુનિક સમયમાં ‘લોકોની, લોકો દ્વારા ચાલતી અને લોકોને જવાબદાર એવી સરકાર’ એમ જ્યારે લોકશાહીની વ્યાખ્યા આપવામાં આવે છે ત્યારે તેમાં પ્રતિનિધિઓની મતદારો દ્વારા થતી પસંદગી અથવા ચૂંટણી અભિપ્રેત છે. આધુનિક સમયમાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં સીધી સામેલગીરી કે પ્રત્યક્ષ લોકશાહી શક્ય…

વધુ વાંચો >

જનસંઘ (ભારતીય જનસંઘ)

જનસંઘ (ભારતીય જનસંઘ) : ભારતના રાજકીય રંગપટ ઉપર જમણેરી ઝોક ધરાવતો, હિન્દુત્વલક્ષી રાષ્ટ્રવાદને વરેલો રાજકીય પક્ષ. ઑક્ટોબર 1951માં તેની સ્થાપના ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીના અધ્યક્ષપદે કરવામાં આવી. હિન્દુ રાષ્ટ્રવાદી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને હિન્દુ રાષ્ટ્રના નિર્માણનું ધ્યેય ધરાવતા હિન્દુ મહાસભાના સભ્યોએ પક્ષની સ્થાપનામાં આગળ પડતો અને મહત્વનો ભાગ ભજવેલો. ‘ભારતીય…

વધુ વાંચો >

ધર્મનિરપેક્ષતા

ધર્મનિરપેક્ષતા : કોઈ પણ ધર્મ કે તેના ભાગરૂપ ગણાતા સંપ્રદાય કે પંથથી તટસ્થ અથવા નિરપેક્ષ રહેવાનો ગુણ. અંગ્રેજી શબ્દ ‘સેક્યુલર’નો ભારતીય ભાષાઓમાં અનુવાદ, સામાન્ય રીતે ધર્મનિરપેક્ષતા અથવા બિનસાંપ્રદાયિકતા કરવામાં આવે છે. એનાં અર્થ અને વ્યાખ્યા વિશે મતભેદ પ્રવર્તે છે. વિશાળ અર્થમાં તેને એક જીવનદર્શન અથવા જીવન જીવવાની શૈલી તરીકે ઘટાવવામાં…

વધુ વાંચો >