જ. પુ. ભટ્ટ
અખરોટ
અખરોટ : દ્વિદળી વર્ગમાં આવેલ જગ્લૅન્ડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Juglans regia Linn. (સં. अक्षोट, હિં. अखरोट, બં. આખરોટ, અં. વૉલ્નટ) છે. આર્યભિષક્માં આચાર્ય પદેજીએ અખરોટનું શાસ્ત્રીય નામ Aleurites triloba L. syn. A. moluccana (L.) Wild આપેલ છે. પરંતુ તે Juglansથી સાવ જુદી જ વનસ્પતિ છે. ઉપરાંત તે…
વધુ વાંચો >અનનાસ
અનનાસ : એકદળી વર્ગના બ્રોમેલીએસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ananas comosus (L.) Merrill. syn. A. Sativus Schult. f. (સં. अनानास, कौतुकसंज्ञक; હિં. अनास; ગુ. અનનાસ) છે. હાલનું નવું નામ A. comosus (L) Merrill છે. કેવડા જેવાં વિશાળ વૃક્ષો. દરેક ભાગ કાંટા ધરાવે છે. તેથી ઢોર ખાઈ શકતાં નથી અને…
વધુ વાંચો >અંજીર
અંજીર : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મોરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ficus carica L. (સં. काकोदंबरिका, अंजीर; હિં. બં. મ. ગુ. અંજીર; અં. common fig. ફિગ) છે. તે પર્ણપાતી વૃક્ષ છે. તેનું મુખ્ય વાવેતર ભૂમધ્ય સમુદ્રના દેશોમાં, અફઘાનિસ્તાન અને અમેરિકામાં થાય છે. ભારતમાં પુણેની આસપાસ, કર્ણાટક અને ઉત્તરપ્રદેશમાં…
વધુ વાંચો >આલુ
આલુ : દ્વિદળી વર્ગમાં આવેલા રોઝેસી કુળની એક વનસ્પતિ. सं. आरुक; हिं. आलुका; ગુ. આલુ, જરદાલુ; અં. Apricot. આલુ(genus)નું લૅટિન નામ Prunus armeniaca છે. ગુલાબ (Rose), Rubus, Fragaria, Geum, સફરજન અને Pyrus અને Potentilla તેનાં સહસભ્યો છે. પરંતુ તે સર્વેમાંથી ફક્ત Potentilla નર્મદાના તટપ્રદેશમાં અને પાવાગઢ ઉપર ખાબોચિયાના કાંઠે મળે…
વધુ વાંચો >આંબો
આંબો દ્વિદળી વર્ગમાં આવેલા એનાકાર્ડીએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mangifera indica Linn. (સં. આમ્ર; હિં. બં. આમ; ક. માવિનમારા, માવિણહણ; તે. માર્મિડીચેટુ, મ., આંબા; ત. મામરં; મલ. માવુ; અં. મેંગો ટ્રી) છે. તેના સહસભ્યોમાં કાજુ, ચારોળી, સમેટ, આમાતક, પિસ્તાં અને કાકડાશીંગનો સમાવેશ થાય છે. તે વિશાળ સદાહરિત, 15થી…
વધુ વાંચો >કમરખ
કમરખ : દ્વિદળી વર્ગમાં આવેલા ઑક્સેલિડેસી (હાલમાં એવેરહોએસી) કુળનું એક શોભન-વૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Averrhoa carambola Linn. (સં. કર્માર, કર્મરંગ; મ. કર્મર; હિં. કમરખ, બં. કામરંગ; ગુ. કમરખ, તમરક, કમક; અં. કૅરમ્બોલા ટ્રી, સ્ટાર ફ્રૂટ) છે. તે 7.5 મી.થી 10 મી. ઊંચું વૃક્ષ છે. તેની શાખાઓ ઢળતી હોય છે, અને…
વધુ વાંચો >કરમદી
કરમદી : દ્વિદળી વર્ગમાં આવેલા એપોસાયનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Carissa congesta Wt. syn. C. carandas Linn. (સં. કરમર્દ; હિં. કરોંદા, કરોંદી; બં. કરમચા; મ. કરવંદ; ગુ. કરમદી; તે. વાંકા; ત. કલાક્કેય) છે. તેના સહસભ્યોમાં સર્પગંધા, બારમાસી, સપ્તપર્ણી, કડવો ઇંદ્રજવ, દૂધલો, કરેણ, ચાંદની વગેરેનો સમાવેશ થાય છે. તેનું…
વધુ વાંચો >કાકડી
કાકડી : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis sativus Linn. (સં. કર્કટી, હર્વાસ; હિં. કાકડી, કકડી, ખીરાકકડી; બં. કાંકુડ, વડકાંકુડ; મ. કાંકડી; ક. મુળુસવતિ; તે. દોષકાયા; અં. કકુંબર) છે. તે એક તલસર્પી (trailing) કે આરોહી, એકવર્ષાયુ, રોમિલ વનસ્પતિ છે. તેનાં ફળ વિવિધ કદ અને સ્વરૂપનાં,…
વધુ વાંચો >કારેલી
કારેલી : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની પ્રકાંડસૂત્રી નાજુક લતા. તેનું વૈજ્ઞાનિક નામ Momordica charantia Linn. (સં. કારવલ્લી; મ. કારલી; ક. હાગલકાયિ, મિડિગાયિ; તા કલક્કોડિ, પાગલ; મલા કેપાવળિળ, પાવલ; હિં. કરૈલા; બં. કરલા; તે. કરીલા, કાકરકાયાં; અં. બીટરગાર્ડ, કરિલાફ્રુટ) છે. તેના સહસભ્યોમાં ઇન્દ્રવરણાં, ઘિલોડી, કોળું, પંડોળાં, પરવળ વગેરેનો સમાવેશ થાય…
વધુ વાંચો >કૅના
કૅના : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા કુળ સિટેમિનેસી અને ઉપકુળ કૅનેસીની એક પ્રજાતિ. 67 જેટલી જાતિઓ ધરાવે છે. તેની ઘણી ઉદ્યાન-જાતો સંકરિત છે અને તેને સુંદર પર્ણો અને પુષ્પો માટે ઉછેરવામાં આવે છે. પુષ્પોનો રંગ આછા પીળાથી માંડી ઘેરા કિરમજી સુધીના હોય છે. Canna edulis જેવી જાતિઓની ગાંઠામૂળી ખાદ્ય હોય…
વધુ વાંચો >