જ. ઈ. ગઠિયાવાલા

અપવાદનો નિયમ (સિદ્ધાંત)

અપવાદનો નિયમ (સિદ્ધાંત) : અપવાદને આધારે બંધાયેલો સંચાલનનો મૂળભૂત સિદ્ધાંત. તેના પાયામાં એક નિશ્ચિત તર્ક રહેલો છે : (1) કોઈ પણ મૂલ્ય ગુણ કે ઘટના વિશે સૌપ્રથમ અપેક્ષિત સામાન્ય સરેરાશ ધોરણે શું છે તે નક્કી કરવું; (2) વ્યવહારમાં તેનાથી અલગ પડતા અપવાદ કે વિચલનની નોંધ કરી તેની માત્રા કેટલી છે…

વધુ વાંચો >

અભિપ્રેરણ

અભિપ્રેરણ (motivation) : કોઈ પણ વ્યક્તિની યા સજીવ પ્રાણીની કોઈક નિર્દિષ્ટ લક્ષ્ય પાછળ મંડી પડવાની તત્પરતા. તે વર્તન માટે આંતરિક પ્રેરકબળ પૂરું પાડતી ઇચ્છા, આશા, ગરજ કે એવો જ કોઈ આવેગ છે. તે વ્યક્તિને કાર્યશીલ થવા અંદરથી પ્રેરણા પૂરી પાડતી પ્રબળ ઇચ્છા છે. તે નિશ્ચિત લક્ષ્ય પ્રાપ્ત કરવામાં અનુભવાતું માનસિક…

વધુ વાંચો >

અંકુશ

અંકુશ : પૂર્વનિર્ધારિત હેતુઓ સિદ્ધ કરવાની દિશામાં ઉદભવતી પ્રક્રિયા પર ઇચ્છિત પરિણામ નિશ્ચિત બને તે ઇરાદાથી દાખલ કરાતું નિયંત્રણ. અંકુશ એ ચકાસણી માટેનું સાધન ગણાય છે, જેનો હેતુ કાબૂ રાખવાનો  હોય છે. અંકુશના વિવિધ અર્થ પ્રચલિત છે. કોઈ એક વ્યક્તિ, જૂથ કે સંગઠનની બીજી કોઈ વ્યક્તિ, જૂથ કે સંગઠનનાં કાર્યો…

વધુ વાંચો >

આયોજન

આયોજન (1 ) (planning) : કંઈ પણ કરતાં પહેલાં તેના વિશે વિચારણાની પ્રક્રિયા વડે લક્ષ્ય, સાધન, પદ્ધતિઓ, પ્રક્રિયાઓ અને મૂલ્યાંકનનાં ધોરણ વગેરેના સંકલિત માળખાની રચના કરવી તે. નક્કી કરેલાં કાર્યો પૂરાં કરવાનો તે એક નિશ્ચિત માર્ગ છે. મૂળભૂત રીતે દીર્ઘદૃષ્ટિ અને સૂઝ કેળવવાની તે એક બૌદ્ધિક કસરત છે. બૌદ્ધિક કસરતની…

વધુ વાંચો >

ઔદ્યોગિક પરિયોજના મૂલ્યાંકન

ઔદ્યોગિક પરિયોજના મૂલ્યાંકન : નવા ઔદ્યોગિક સાહસ અથવા તો કોઈ ઔદ્યોગિક એકમના વસ્તુ-મિશ્રમાં એક નવી વસ્તુનો ઉમેરો કરતી પરિયોજનાનું મૂલ્યાંકન. ખાનગી ક્ષેત્રે શરૂ કરાતી આવી પરિયોજનાઓ નફાલક્ષી (અથવા નફા સાથે થોડી સામાજિક જવાબદારીલક્ષી) હોય છે તો જાહેર ક્ષેત્રની ઔદ્યોગિક પરિયોજનાઓ સામાજિક વળતરનો દર મળે તેવી સામાજિક ઉપયોગિતાને લક્ષતી હોય છે.…

વધુ વાંચો >

કૃત્રિમ બુદ્ધિમત્તા

કૃત્રિમ બુદ્ધિમત્તા : માનવબુદ્ધિનાં કાર્યો યંત્ર દ્વારા ગોઠવવાની કુશળતા. યાદ રાખવું, યાદદાસ્ત તાજી કરવી, તર્કથી વિચારવું, વિવિધ વિચારો વચ્ચે સંબંધ જોડવા, નવા વિચાર વિકસાવવા અગર વિચાર-વિસ્તાર કરવો, વ્યૂહરચનાઓ અને કાર્યક્રમ ઘડવા, અનુભવમાંથી શીખવું, પોતે પોતાને સુધારવું વગેરે માનવબુદ્ધિનાં કાર્યો કરવાની શક્તિ જ્યારે કોઈ યંત્ર દ્વારા ગોઠવવામાં આવે ત્યારે તે ‘કૃત્રિમ…

વધુ વાંચો >

પ્રૉજેક્ટ-મૅનેજમેન્ટ

પ્રૉજેક્ટ-મૅનેજમેન્ટ : કોઈ એક કાર્યક્રમ(programme)ના ભાગ-સ્વરૂપની પરિયોજના(project)ને પૂરી કરવા માટે સમયનો અંદાજ કાઢીને તેનું સંચાલન કરવાની પદ્ધતિ. સરકાર, સંસ્થા અથવા પેઢીના કોઈ વ્યાપક કાર્યક્રમમાં સમાવિષ્ટ જુદી જુદી પરિયોજનાઓ તે કાર્યક્રમનો ભાગ હોવાથી પ્રત્યેક પરિયોજનાનું સંચાલન સ્વતંત્ર રીતે કરવામાં આવે છે; છતાં તેના ઉપર કોઈ વરિષ્ઠ તંત્રની પ્રત્યક્ષ અથવા પરોક્ષ દેખરેખ…

વધુ વાંચો >

સંચાલનીય અંકુશ

સંચાલનીય અંકુશ : કોઈ પણ ધંધાકીય કે બિનધંધાકીય સંગઠનમાં સત્તાની સોંપણીને આધારે સંચાલકો દ્વારા સતત ચકાસણીનું અને કાબૂ કેળવવાનું કાર્ય. તે વ્યક્તિના જૂથના કે વ્યવસ્થાતંત્રના વર્તન ઉપર અસર પાડવાની પ્રક્રિયા છે. તે લક્ષ્ય નક્કી કરવાની, સાધનો મેળવવાની, સંકલન કરવાની, સહકારવૃત્તિને ઉત્તેજન આપવાની, માહિતીસંચાર જાળવવાની, વિવિધ કાર્યો વચ્ચે સમતુલા જાળવવાની અને…

વધુ વાંચો >