જૈમિન જોશી

વૃદ્ધિ અને વિકાસ (વનસ્પતિશાસ્ત્ર)

વૃદ્ધિ અને વિકાસ (વનસ્પતિશાસ્ત્ર) સજીવનું એક અગત્યનું લક્ષણ. એકકોષી યુગ્મનજ (zygote) સૂક્ષ્મદર્શી કોષમાંથી ક્રમશ: વિભાજનો અને વિભેદનો પામી વર્ષો પછી 120 મી. ઊંચી અને 12 મી.નો થડનો ઘેરાવો ધરાવતું સિક્વોયા નામનું મહાકાય વૃક્ષ વિકાસ પામે છે. પ્રાણીઓમાં ચોક્કસ અને સીમિત પ્રકારની વૃદ્ધિ હોય છે. વનસ્પતિને અનુકૂળ સંજોગો મળતા અપરિમિત વૃદ્ધિ…

વધુ વાંચો >

વૉલ્વૉકેલ્સ (Volvocals)

વૉલ્વૉકેલ્સ (Volvocals) : લીલના ક્લૉરોફાઇટા વિભાગનું એક ગોત્ર. તે લીલ સૂક્ષ્મદર્શી હોય છે. સુકાય હંમેશાં એકકોષી કે બહુકોષી અને કશા ધરાવતી ચલિત રચના છે. જુદી જુદી લીલમાં કશાની સંખ્યા 2 અથવા 4ની હોય છે. રચનાની દૃષ્ટિએ કશા ચાબુક પ્રકારની (whiplash) અને સરખી લંબાઈ ધરાવતી છે. ચલિત કોષો સંયુક્ત રીતે એકમેકની…

વધુ વાંચો >

સ્થળાંતરણ (વનસ્પતિશાસ્ત્ર)

સ્થળાંતરણ (વનસ્પતિશાસ્ત્ર) : વધારે અનુકૂળ પર્યાવરણ પ્રાપ્ત કરવા સમગ્ર વનસ્પતિ કે તેનાં વિકિરણાંગો(dispersal organs)ની ટૂંકા કે લાંબા અંતર સુધી થતી ગતિ. લીલ, ફૂગ અને બૅક્ટેરિયા સ્વયં અથવા તેમના બીજાણુઓ (spores) સ્થળાંતરણ કરે છે. જ્યારે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓનાં વિકિરણાંગો જેવાં કે બીજ, પ્રજનનાંગો કે વર્ધી અંગો સ્થળાંતરણ કરે છે. આ અંગોનું…

વધુ વાંચો >

હરિત લીલ

હરિત લીલ : લીલનો એક પ્રકાર. અર્વાચીન મત પ્રમાણે હરિત લીલને બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે : (1) ક્લૉરોફાઇટા (ક્લૉરોફાઇકોફાઇટા) અને (2) કારોફાઇટા (કારોફાઇકોફાઇટા). ક્લૉરોફાઇટામાં લગભગ 20,000 જેટલી અને કારોફાઇટામાં 294 જાતિઓ નોંધાઈ છે. નિવાસસ્થાન : મોટા ભાગની લીલ જલજ હોય છે, છતાં કેટલીક જાતિઓ ઉપહવાઈ (subaerial) છે. ઉપહવાઈ…

વધુ વાંચો >