જૈનાબસુલતાના અહમદ સૈયદ

કાબુલ

કાબુલ : અફઘાનિસ્તાનનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 340 30’ ઉ. અ. અને 690 13’ પૂ. રે.. સમુદ્ર-સપાટીથી 1,795 મીટરની ઊંચાઈએ હિન્દુકુશ પર્વતોની વચ્ચે આવેલું આ શહેર પૂર્વ અફઘાનિસ્તાનના સાંકડા ખીણપ્રદેશમાં કાબુલ નદીના કાંઠે વસેલું છે. અહીં શિયાળામાં હિમવર્ષા અને માર્ચમાં વરસાદ પડે છે, અહીંની આબોહવા એકંદરે…

વધુ વાંચો >

કાબુલ નદી

કાબુલ નદી : પૂર્વ અફઘાનિસ્તાન અને વાયવ્ય પાકિસ્તાનમાં વહેતી નદી. પ્રાચીન નામ કોફીઝ. તે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી 64 કિમી. પશ્ચિમે સાંઘલાખ હારમાળાના ઉનાઈ ઘાટમાંથી નીકળે છે. તે કાબુલની પૂર્વમાં હિન્દુકુશના પર્વતીય પ્રદેશમાંથી પસાર થઈને ખૈબર ઘાટની ઉત્તરે આવેલા માર્ગે પાકિસ્તાનમાં પ્રવેશે છે, ત્યાં પેશાવર નજીકથી વહે છે અને ઇસ્લામાબાદ/અટક નજીક…

વધુ વાંચો >

કામા નદી

કામા નદી : યુરોપીય રશિયામાં આવેલી વૉલ્ગા નદીની મહત્વની સહાયક નદી. ભૌગોલિક સ્થાન : 550 45’ ઉ. અ. અને 520 00’ પૂ. રે. નજીક તે વૉલ્ગાને ડાબે કાંઠે મળે છે. તેનું સંગમસ્થાન કાઝાનથી 69 કિમી. દક્ષિણે આવેલું છે. ઉત્તરી યુરલની પશ્ચિમે આવેલા ઉદમૂર પહાડી પ્રદેશમાં તેનું ઉદભવસ્થાન આવેલું છે. તેનો…

વધુ વાંચો >

કાસ્પિયન સમુદ્ર

કાસ્પિયન સમુદ્ર : દુનિયાનો સૌથી મોટો ભૂવેષ્ટિત સમુદ્ર. યુરોપ અને એશિયાની સીમા પર તે કાળા સમુદ્રથી પૂર્વમાં આવેલો છે. તે રશિયા, અઝરબૈઝાન, કઝાખસ્તાન અને તુર્કમેનિસ્તાન તથા ઈરાનના ભૂમિવિસ્તારોથી ઘેરાયેલો છે. કાસ્પિયન 37o થી 47o ઉ. અ. અને 48o થી 52o પૂ. રે. વચ્ચે પથરાયેલો છે. લંબાઈ ઉત્તર-દક્ષિણે 1210 કિમી. અને…

વધુ વાંચો >

ગુના (Guna)

ગુના (Guna) : મધ્યપ્રદેશના ગ્વાલિયર વિભાગમાં ઉત્તર તરફ આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 24° 30´ ઉ. અ. અને 77° 30´ પૂ. રે.ની આજુબાજુનો 11,065 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ શિવપુરી, પૂર્વ તરફ ઝાંસી (ઉ. પ્ર.), સાગર અને દક્ષિણે વિદિશા જિલ્લા…

વધુ વાંચો >

ગુરગાંવ (Gurgaon)

ગુરગાંવ (Gurgaon) : હરિયાણા રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક.  તેની ઉત્તરે રોહતક જિલ્લો અને દિલ્હીનો રાષ્ટ્રીય પાટનગર વિસ્તાર, પૂર્વ તરફ ફરીદાબાદ જિલ્લો, દક્ષિણ તરફ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન રાજ્યોની સીમા તથા પશ્ચિમ તરફ રાજસ્થાનની સીમા અને રેવાડી જિલ્લો આવેલાં છે. જિલ્લામથક જિલ્લાના ઉત્તર છેડા…

વધુ વાંચો >

ગૉડવિન ઑસ્ટીન (K2 ગિરિશિખર)

ગૉડવિન ઑસ્ટીન (K2 ગિરિશિખર) : હિમાલય પર્વતની કારાકોરમ હારમાળાનું શિખર. તે કાશ્મીરના ઈશાન ભાગમાં આવ્યું છે. વિશ્વનાં ઊંચાં ગિરિશિખરોમાં માઉન્ટ એવરેસ્ટ (8848 મીટર) પછી ઊંચાઈમાં એની બીજા નંબરે ગણતરી થાય છે. એની ઊંચાઈ 8,611 મીટર છે. 1858માં ‘ટૉપૉગ્રાફિકલ સર્વે ઑવ્ ઇન્ડિયા’ની કચેરીએ તેના સંગૃહીત ક્રમાંકમાં એને ‘K2’ નામ આપ્યું છે.…

વધુ વાંચો >

ગોલપારા (Goalpara)

ગોલપારા (Goalpara) : અસમ રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 25´ ઉ. અ. અને 89° 25´ પૂ. રે. આજુબાજુનો 1824 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બ્રહ્મપુત્ર નદીથી અલગ પડતા ધુબરી, બૉંગાઇગાંવ અને બારપેટા જિલ્લા તથા દક્ષિણ તરફ…

વધુ વાંચો >