જિજ્ઞા ત્રિવેદી

ઍકેન્થેસી

ઍકેન્થેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – યુક્તદલા (Gamopetalae), શ્રેણી – દ્વિસ્ત્રીકેસરી (Bicarpellatae), ગોત્ર  પર્સોનેલિસ, કુળ – ઍકેન્થેસી. આ કુળમાં 256 પ્રજાતિઓ અને લગભગ 2,765 જાતિઓનો સમાવેશ થયેલો છે. તેઓ મોટેભાગે ઉષ્ણ-પ્રદેશોમાં થતી હોવા…

વધુ વાંચો >

ઍનાકાર્ડિયેસી

ઍનાકાર્ડિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સેપિન્ડેલિસ ગોત્રનું એક કુળ. આ કુળ 73 પ્રજાતિઓ અને લગભગ 600 જેટલી જાતિઓનું બનેલું છે. તેનું વિતરણ મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થયું હોવા છતાં યુરેશિયા અને અમેરિકાના ઉત્તર સમશીતોષ્ણ વિસ્તારોમાં કેટલીક જાતિઓ થાય છે. આ કુળની સૌથી મોટી પ્રજાતિઓમાં Rhus (50 જાતિઓ), Searsia (50 જાતિઓ),…

વધુ વાંચો >

એનોનેસી

એનોનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી – પુષ્પાસનપુષ્પી (Thalamiflorae), ગોત્ર – રાનેલિસ, કુળ – એનોનેસી. આ કુળમાં લગભગ 75 પ્રજાતિઓ અને 850 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેઓ મોટેભાગે…

વધુ વાંચો >

ઍંગ્લર ગુસ્તાવ હાઇન્રીખ ઍડૉલ્ફ

ઍંગ્લર ગુસ્તાવ હાઇન્રીખ ઍડૉલ્ફ (જ. 25 માર્ચ 1844, સાગાન; અ. 10 ઑક્ટોબર 1930, બર્લિન) : વિખ્યાત જર્મન વર્ગીકરણવિજ્ઞાની. તેમણે 1866માં બ્રેસ્લો યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. પ્રાપ્ત કરી ચાર વર્ષ અધ્યાપનકાર્ય કર્યું; 1871માં મ્યૂનિકના વનસ્પતિવિજ્ઞાન વિભાગના વનસ્પતિ-સંગ્રહાલય(herbarium)માં નિયુક્તિ મેળવી; 1878માં કીલ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપકપદ સ્વીકાર્યું; 1884માં બ્રેસ્લોના વનસ્પતિઉદ્યાનના નિયામક થયા અને અધ્યાપનકાર્ય ચાલુ રાખ્યું.…

વધુ વાંચો >