જાનકીવલ્લભ મોહન્તી

અભિશપ્ત ગંધર્વ

અભિશપ્ત ગંધર્વ : ઊડિયા નવલિકાસંગ્રહ. નીલમણિ શાહુ રચિત આ વાર્તાસંગ્રહને 1984નો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયેલો. નીલમણિ શાહુ સ્વાતંત્ર્યોત્તર કાળના યુવાન લેખક છે. એમની આ વાર્તાઓમાં, મધ્યમ અને નીચલા થરનાં પાત્રો લીધાં છે. વાર્તાઓ ગ્રામીણ અને નગરજીવન બંનેનું ચિત્રણ કરે છે. કેટલીક વાર્તાઓમાં સામ્યવાદનો પ્રભાવ દેખાય છે. પૌરાણિક પાર્શ્વભૂમિમાં પણ…

વધુ વાંચો >

અરણ્ય ફસલ

અરણ્ય ફસલ (1970) : મનોરંજન દાસ (જ. 25-7-1921) રચિત ઍબ્સર્ડ પ્રકારનું, આધુનિક ઊડિયા નાટક. આધુનિક માનવનું મનોદર્શન કરાવતું આ ઍબ્સર્ડ નાટક અનેક વાર સફળતાપૂર્વક ભજવાયું છે. નાટક પ્રતીકાત્મક છે. આદિ માનવ ભદ્રતાની ખોજમાં, અરણ્યથી દૂર ને દૂર ચાલ્યો ગયો અને આજે અણુયુગમાં માનવ આત્માભિવ્યક્તિ માટે પુન: અરણ્ય તરફ જઈ રહ્યો…

વધુ વાંચો >

ઉત્કલદીપિકા

ઉત્કલદીપિકા : ઊડિયા ભાષાનું પ્રથમ વર્તમાનપત્ર. 1866માં કટકમાંથી આ વર્તમાનપત્ર પ્રથમ પ્રગટ થયેલું. શરૂઆતમાં તે બે જ પાનાંનું હતું. એમાં મોટેભાગે સવા પાનું ઉત્કલના સમાચાર અને પોણા પાનામાં ભારતના અન્ય ભાગોના અને જગતના સમાચાર આવતા. રવિવારની આવૃત્તિમાં એકાદ વાર્તા આવતી અને વિવિધ વિષયો વિશેની માહિતી આવતી. રવિવારની આવૃત્તિનાં 3 પાનાં…

વધુ વાંચો >

ઉત્તરાયણ

ઉત્તરાયણ : 1965નો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મેળવનાર વૈકુંઠનાથ પટનાયકનો ઊડિયા કાવ્યસંગ્રહ. વૈકુંઠનાથ પ્રકૃતિકવિ છે. આ સંગ્રહનાં કાવ્યોમાં પ્રકૃતિ અને ઈશ્વર એ બે જ મુખ્ય વિષયો છે. એમણે પ્રકૃતિને માનવની જીવનસંગિનીરૂપે આલેખી છે. એટલું જ નહિ, પણ પ્રકૃતિ જ ઈશ્વર પાસે પહોંચવાની સીડી છે, એવું પ્રતિપાદિત કરેલું છે. પુરુષ અને…

વધુ વાંચો >

ઓ અંધા ગલી (1979)

ઓ અંધા ગલી (1979) : ઊડિયા વાર્તાસંગ્રહ. અખિલમોહન પટનાયક(1927; 1982)ના આ ટૂંકી વાર્તાના સંગ્રહને 1981માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. અખિલમોહને વકીલાતના વ્યવસાયની સાથોસાથ રાજકારણમાં ઊંડો અને સક્રિય રસ લીધો હતો. અનેક આંદોલનો ચલાવવા બદલ સ્વાતંત્ર્યોત્તર કાળમાં જેલવાસ પણ ભોગવ્યો હતો. એથી જ કદાચ સોળ ટૂંકી વાર્તાઓના આ સંગ્રહની…

વધુ વાંચો >

કાંટા ઓ ફૂલ (1958)

કાંટા ઓ ફૂલ (1958) : (કાંટા અને ફૂલ) ગોદાવરીશ મહાપાત્રનો અર્વાચીન ઊડિયા કાવ્યસંગ્રહ. આ સંગ્રહની કવિતા રંગદર્શી હોવા છતાં એમાં કવિનો ઉત્કટ રાષ્ટ્રપ્રેમ સુચારુ રીતે વ્યક્ત થયો છે. એમણે મોટેભાગે બોલાતી ભાષાનો અને લોકબોલીનો ઉપયોગ કર્યો છે. જોકે, એમાંની મોટાભાગની કવિતા વ્યંગપૂર્ણ છે. વ્યંગોક્તિઓ દ્વારા કવિએ માનવની સામાજિક નિર્બળતા, નેતૃત્વવિહીનતા…

વધુ વાંચો >

કુંભારચાક

કુંભારચાક (1977) : ઊડિયા આત્મકથા. ઊડિયા લેખક કાલિચરણ પટનાયકની આ આત્મકથાને 1977નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયેલો. આ આત્મકથામાં લેખકે જે જે પરિસ્થિતિ અને પરિબળોએ લેખકનું ઘડતર કર્યું તેનો ઉલ્લેખ તો કર્યો છે, પણ પોતાના જીવનમાં અને છેલ્લા દસકામાં ઓરિસામાં જે રાજકીય, સાંસ્કૃતિક, ધાર્મિક પરિવર્તનોનું પ્રવર્તન થયું તેનો પણ…

વધુ વાંચો >

કોઈલી

કોઈલી : ઊડિયા કાવ્યપ્રકાર. પ્રાચીન ઊડિયા સાહિત્યમાં સંસ્કૃતના ‘સંદેશકાવ્ય’ અથવા ‘દૂતકાવ્ય’ની માફક કોઈલી કાવ્યપ્રકાર લોકપ્રિય હતો. કોઈલી એટલે કોયલ. આ પ્રકારની રચનાઓ ઘણુંખરું કોયલને ઉદ્દેશીને લખાય છે. ‘ક’થી ‘ક્ષ’ સુધીના ઊડિયા વર્ણાનુક્રમ અનુસાર તે રચાતી. સોળમી સદી પહેલાં તેની શરૂઆત થયેલી. માર્કંડ દાસ(પંદરમી સદી)કૃત ‘કેશવ કોઈલી’, બલરામ દાસ(સોળમી સદી)કૃત ‘કાન્ત…

વધુ વાંચો >

કોણાર્ક

કોણાર્ક (1919) : ઊડિયા ભાષાની સાહિત્યકૃતિ. કૃપાસિંધુ મિશ્રનો રચેલો સાહિત્યિક ર્દષ્ટિએ મૂલ્યવાન એવો આ ઇતિહાસ વિશેનો નિબંધ છે. કોણાર્કના ઇતિહાસનું નિરૂપણ ક્યારેક વર્ણનશૈલીમાં તો ક્યારેક સંવાદશૈલીમાં તો ક્યારેક વાર્તાશૈલીમાં, એમ સાહિત્યિક સ્વાંગમાં કર્યું છે, એ એની વિશેષતા છે, એ કારણે એનું વાચન રસપ્રદ બને છે. એમાં કોણાર્કના સૂર્યમંદિરનો અથથી ઇતિ…

વધુ વાંચો >

ચિત્રકાવ્યબંધોદય

ચિત્રકાવ્યબંધોદય : અઢારમી શતાબ્દીના વિખ્યાત ઊડિયા કવિ ઉપેન્દ્ર ભંજની વિશિષ્ટ પ્રકારની કાવ્યરચનાનો સંગ્રહ. તેમના કાવ્યસંગ્રહ ‘ચિત્રકાવ્ય’માં 84 સચિત્ર કાવ્યોનો સમાવેશ થાય છે. ચિત્રકાવ્ય ‘બંધકવિતા’ તરીકે પણ ઓળખાય છે. તેમાં કાવ્યના રચયિતાએ પોતે દોરેલા ચિત્રના ચોકઠાની મર્યાદામાં જ કવિતાની રચના કરવાની હોય છે. કવિતાની રચના કરતાં પહેલાં કવિ ચિત્રની આછી રૂપરેખા…

વધુ વાંચો >