જયાનંદ દવે
અગ્નિ–3 (વૈદિક)
અગ્નિ–3 (વૈદિક) : ઇન્દ્ર પછી બીજા ક્રમે રહેલા મુખ્ય વૈદિક દેવતા. ઇન્દ્રના યમજ ભ્રાતા. વેદકાલીન વિધિઓના કેન્દ્રબિંદુ સમા યજ્ઞાગ્નિનું મૂર્તિમંત સ્વરૂપ. પૌરોહિત્ય એ અગ્નિનું સૌથી મહત્ત્વનું લક્ષણ હોવાથી અગ્નિની પ્રશસ્તિ ઋગ્વેદના પ્રારંભમાં આમ થઈ છે : अग्निमीले पुरोहितं यज्ञस्य देवमूत्वचम् । होतारं रत्नधीतमम् । જન્મવિષયક અનેક દંતકથાઓ ધરાવતા અગ્નિ આ…
વધુ વાંચો >અગ્નિષોમૌ
અગ્નિષોમૌ : વૈદિક દેવતાયુગ્મ. તેની પ્રશસ્તિ માટે અર્પિત એક જ ઋગ્વેદ-સૂક્ત(1, 93)માં નિરુદ્ધ જલસમૂહોની મુક્તિ, અભિશપ્ત નદીઓનું શુદ્ધીકરણ, પ્રકાશ-પ્રાપ્તિ, ગ્રહોની આકાશમાં સ્થાપના, પણિ પાસેથી ગાયોની ઉપલબ્ધિ, બૃસય નામના ભયંકર શત્રુનો નાશ જેવાં ‘બહુજનહિતાય’ પરાક્રમો નિરૂપાયાં છે. વૃષણા (‘બળવાન’) તરીકે તેમને સંબોધીને સ્તોતાઓ બલ, શર્મ, વ્રતરક્ષણ, સહાય, સુરક્ષા, સમૃદ્ધિ વગેરે પ્રાર્થે…
વધુ વાંચો >અદિતિ
અદિતિ : એક વૈદિક દેવતા. યાસ્કે એને દેવોની બલવતી માતા કહી છે. એ વિશ્વની પણ માતા છે. એ આકાશને ટેકો આપે છે અને પૃથ્વીને ધારણ કરે છે. ઋગ્વેદમાં એનું સ્વરૂપ સ્પષ્ટ નથી. એનો દક્ષની કન્યા તરીકે પણ ઉલ્લેખ થયો છે અને દક્ષનો તેના પિતા તરીકે ઉલ્લેખ થયો છે (ઋ. 10…
વધુ વાંચો >અભિધા
અભિધા : ‘આ શબ્દમાંથી આ અર્થનો બોધ થવો જોઈએ’, એવા સંકેત અનુસાર પ્રાપ્ત થયેલ વાચ્ય અર્થનું, બોધન કરતી, શબ્દની શક્તિ. આ વાચ્યાર્થ મુખ્યાર્થ ગણાય છે. યોગ, રૂઢિ, યોગરૂઢિ એ – અભિધાના આ ત્રણ પ્રકાર અનુસાર યૌગિક (‘પાઠક’), રૂઢ (‘મંડપ’), યોગરૂઢ (‘પંકજ’), એ ત્રણ પ્રકારના વાચ્યાર્થ, અનુક્રમે, પ્રાપ્ત થાય છે. ‘રૂઢયૌગિક’…
વધુ વાંચો >અરણ્યાની
અરણ્યાની : એક જ સૂક્ત(10-146)માં ઉદબોધન પામેલાં અરણ્યાની એટલે કોઈક નિર્જન અરણ્યનાં પાલયિત્રી અધિદેવતા. રાત્રિની નીરવતામાં અનેક પશુપંખીઓના ભયજનક અવાજોના વાતાવરણને પડછે વગર ખેતીએ સ્વાદુ ફળો અને અન્નભંડારો ધરાવતાં આ અહિંસક વનદેવતાની પ્રશસ્તિ મંત્રદ્રષ્ટા ઋષિ मृगाणां मातरम् તરીકે કરે છે. જયાનંદ દવે
વધુ વાંચો >અશ્વિનીકુમારો
અશ્વિનીકુમારો : હિન્દુ ધર્મ અનુસાર દેવોના બે ચિકિત્સકો. ભારતીય પૌરાણિક પરંપરામાં મહત્વનું સ્થાન ધરાવતું દેવતાયુગ્મ. સૂક્તસંખ્યાના આધારે ઇન્દ્ર, અગ્નિ અને સોમ પછી તરત જ સ્થાન પામતું, અવિભાજ્ય હોવાથી યમજ રહેલું આ દેવતાયુગ્મ વૈદિક પુરાકથાશાસ્ત્રમાં અનોખું મહત્વ ધરાવે છે. અશ્વિનોની પ્રતિનિધિભૂત ઘટનાની સંપૂર્ણ અનિશ્ચિતતાને કારણે તેમની મૂળભૂત પ્રકૃતિનો તથા તેમના વ્યક્તિત્વનો…
વધુ વાંચો >અંગિરસ (1)
અંગિરસ (1) : ઇન્દ્રના અર્ધદિવ્ય સહાયકો. એક સૂક્ત(1૦, 62)માં અંગિરસોની સમૂહરૂપે પ્રશસ્તિ મળે છે. वल-વધમાં ઇન્દ્રના સાથીદાર. આ द्यौस्-પુત્રોએ ગાયો શોધવામાં પણિઓની શત્રુતા વહોરીને પણ ઇન્દ્રને સહાય કરી હતી. ગાન માટે પ્રસિદ્ધ અંગિરસોને કવિગણ नः पूर्वे पितरः તરીકે સ્તવે છે. એકવચનમાં અંગિરસ અગ્નિની ઉપાધિ બને છે. જયાનંદ દવે
વધુ વાંચો >આપ
આપ (आप:) : અન્ય પ્રાકૃતિક તત્વોની જેમ દૈવીકરણ પામેલાં જળ. આ દિવ્ય જળ સ્વયં शंद्रु અને पावका: હોવાથી વાત્સલ્યપૂર્ણ માતાઓ અને વરપ્રદાયિની દેવીઓના સ્વરૂપે અન્યને પાવન કરે છે. નૈતિક અપરાધો, હિંસાત્મક અત્યાચારો, અસત્ય વ્યવહારો, શાપોચ્ચારો વગેરે પાપો-કલંકોનાં પ્રમાર્જન તથા વ્યાધિમુક્તિ, દીર્ઘાયુષ્યલાભ અને અમરત્વપ્રાપ્તિ માટે સ્તોતા आप:નું આ પ્રકારે આહ્વાન કરે…
વધુ વાંચો >ઇન્દ્ર (વૈદિક દેવતા)
ઇન્દ્ર (વૈદિક દેવતા) : ઋગ્વેદનાં સૌથી વધારે સૂક્તોમાં પ્રશસ્ત અંતરીક્ષસ્થાનીય મુખ્ય દેવતા. સમસ્ત સંસારના સાર્વભૌમ સમ્રાટ એવા ઇન્દ્ર એટલે પ્રચંડ શારીરિક શક્તિ અને વિશ્વ-આધિપત્યનું વૈદિક પ્રતીક. મેઘ-જળ, પ્રકાશ-કિરણો કે વસંત-ઉષ્મા જેવાં અભીષ્ટ તત્વોને પોતાની માયાશક્તિથી નિરુદ્ધ કરનાર વૃત્રને ત્વષ્ટા-નિર્મિત વજ્ર વડે હણીને ઇન્દ્રે એ જીવનોપયોગી તત્વો સર્વસુલભ બનાવ્યાં એ એમના…
વધુ વાંચો >ઇન્દ્રવાયૂ
ઇન્દ્રવાયૂ : ઋગ્વેદનાં 7 સૂક્તોમાં સંબોધિત આ દેવતાયુગ્મ. તેમનું મહદંશે, સોમપાન માટે (सोमस्य पीतये) (1, 23, 2) આવાહન કરવામાં આવે છે. शवस्पती, सहस्राक्ष, धियस्पती જેવાં વિશેષણો ધરાવતા આ દેવો સ્તોતાઓને યુદ્ધમાં સહાય કરે છે અને જીવનોપયોગી સંપત્તિનું પ્રદાન કરે છે. જયાનંદ દવે
વધુ વાંચો >