જયન્તિલાલ પો. જાની
અમીન નાનુભાઈ
અમીન, નાનુભાઈ (જ. 27 નવેમ્બર 1919, વડોદરા; અ. 27 માર્ચ 1999, વડોદરા) : ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ. તેઓ સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા તથા બિનપરંપરાગત ઊર્જાક્ષેત્રે અને પર્યાવરણક્ષેત્રે તેમણે મહત્વનું યોગદાન આપ્યું હતું. પિતા ભાઈલાલભાઈ અને માતા ચંચળબા. પિતા વડોદરા રાજ્યના અગ્રગણ્ય ઉદ્યોગપતિ હતા. નાનુભાઈ બાળપણથી જ તેજસ્વી વિદ્યાર્થી…
વધુ વાંચો >અંકુશનિયમન
અંકુશનિયમન : અંકુશ પરનું નિયંત્રણ. ઇચ્છિત હેતુઓ સિદ્ધ કરવા માટે દાખલ કરવામાં આવેલા વિવિધ અંકુશો વાજબી ઠરે ને અસરકારક નીવડે તે માટે લેવાતાં પૂરક પગલાંને અંકુશનિયમન કહેવામાં આવે છે. દરેક પ્રકારના ઉત્પાદન-એકમમાં પેઢી, ઉદ્યોગ કે વ્યવસાયમાં ઓછાવત્તા પ્રમાણમાં અંકુશો તથા અંકુશ પરનાં નિયમન દાખલ કરવાં પડે છે. અંકુશો ધ્યેયસિદ્ધિમાં મદદ…
વધુ વાંચો >આડત
આડત : માલની ખરીદી તથા વેચાણ કરવા ઇચ્છતી વ્યક્તિઓ વચ્ચે સંપર્ક કરાવી આપનાર વ્યક્તિ(આડતિયા)ને આ પ્રકારની સેવા માટે મળતો નાણાકીય બદલો. આડતિયાનો આડતપ્રાપ્તિનો અધિકાર વેપારી સાથેના લેખિત કરાર અથવા ધંધાની ગર્ભિત રૂઢિ પર આધારિત હોય છે. ખરીદવેચાણના સોદામાંથી આડતિયો અંગત નફો કરી શકતો નથી અને જો તે એમ કરે તો…
વધુ વાંચો >આવકવેરો
આવકવેરો : પોતાની હકૂમત હેઠળના પ્રદેશમાં વ્યક્તિ, કુટુંબ કે કંપનીની કુલ આવક પર સરકાર દ્વારા આકારવામાં આવતો વેરો. આ વેરો સર્વપ્રથમ ઈ. સ. 1799માં ઇંગ્લૅન્ડમાં તે સમયની યુદ્ધની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વડાપ્રધાન વિલિયમ પિટ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. 1799થી 1874 દરમિયાન તે અવારનવાર ક્યારેક રદ કરવામાં આવતો અને…
વધુ વાંચો >એન્ડૉર્સમેન્ટ (શેરો)
એન્ડૉર્સમેન્ટ (શેરો) : હૂંડી અથવા ચેકના માલિકીહકો તેના અંતિમ ધારક અથવા તેમાં દર્શાવેલી નામજોગ વ્યક્તિને મળે તે હેતુથી પરક્રામ્ય દસ્તાવેજ પર ઠરેલો શેરો. ભારતમાં આ પ્રકારનો શેરો પરક્રામ્ય દસ્તાવેજ અધિનિયમ 1881ની જોગવાઈને અધીન હોય છે અને આવો શેરો દસ્તાવેજના પાછળના ભાગ પર અથવા તેની સાથે જોડેલા કાગળ પર કરવામાં આવે…
વધુ વાંચો >એપેલેટ ટ્રિબ્યૂનલ
એપેલેટ ટ્રિબ્યૂનલ : વહીવટી અધિકારીઓ અથવા નીચલા સ્તરના ન્યાયિક કે અર્ધન્યાયિક સત્તામંડળ દ્વારા આપેલા ચુકાદા સામે ભારતમાં ન્યાયિક દાદ આપતું ઉચ્ચ કક્ષાનું સત્તામંડળ. એપેલેટ ટ્રિબ્યૂનલ (આયકર) : આયકર આયુક્ત(અપીલ)ના ચુકાદા અને હુકમ સામે દાદ આપતું સત્તામંડળ. કર-નિર્ધારણ અધિકારી (Assessing Officer) આયકર અધિનિયમની વિવિધ કલમો હેઠળ જે હુકમો કરે તેનાથી કરદાતા(assessee)ને…
વધુ વાંચો >ઑડિટિંગ
ઑડિટિંગ : હિસાબોની તપાસની કાર્યવાહી. ઑડિટિંગ એ હિસાબી ચોપડા, ખાતાં અને વાઉચરોની એવી તપાસ છે, જેથી તપાસનારને સંતોષ થાય કે તેને આપવામાં આવેલી માહિતી અને ખુલાસા તથા હિસાબી ચોપડાના આધારે તૈયાર કરેલું પાકું સરવૈયું ધંધાની સાચી અને વાજબી પરિસ્થિતિ દર્શાવે છે, તેમજ ધંધાનું નફાનુકસાન ખાતું સાચો નફો દર્શાવે છે અને…
વધુ વાંચો >કમિશનર ઇન્કમટૅક્સ
કમિશનર, ઇન્કમટૅક્સ : આયકર ખાતાના પ્રાદેશિક સ્તરના સર્વોચ્ચ અધિકારી. કેન્દ્ર સરકારે દાખલ કરેલા આયકર અને અન્ય પ્રત્યક્ષ કરવેરાની વસૂલાતનું નિયંત્રણ કેન્દ્રીય પ્રત્યક્ષ કર બૉર્ડ (Central Board of Direct Taxes) કરે છે. તેમના હાથ નીચે આયકર આયુક્ત એટલે કે કમિશનર તેમનું કાર્ય કરે છે. સામાન્ય રીતે તેમનું અધિકારક્ષેત્ર એકથી વધારે જિલ્લા…
વધુ વાંચો >કરવેરા
કરવેરા વ્યક્તિ, વ્યક્તિઓના સમૂહ અથવા સંસ્થા દ્વારા નાણાં અને કોઈવાર માલસામાન તથા સેવાનું રાજ્યને ફરજિયાત પ્રદાન. કરની વસૂલાતને અનુરૂપ સરકાર તરફથી કરદાતાને બદલો ન મળે છતાં પણ તેણે કર ભરવો પડે છે. ચોક્કસ અને પ્રત્યક્ષ સમમૂલ્ય વસ્તુના આદાનપ્રદાન(quid pro quo)નો સિદ્ધાંત કરને લાગુ પડતો નથી. સામાન્ય રીતે કરદાતાને જાનમાલનું રક્ષણ…
વધુ વાંચો >કાત્જુ, કૈલાસનાથ
કાત્જુ, કૈલાસનાથ (જ. 17 જૂન 1887, જાવરા; અ. 17 ફેબ્રુઆરી 1968, અલ્લાહાબાદ, ઉત્તરપ્રદેશ) : અગ્રગણ્ય કાયદાશાસ્ત્રી અને રાજનીતિજ્ઞ. હાલના મધ્યપ્રદેશના માળવા પ્રદેશમાં સ્થાયી થયેલા મધ્યમ વર્ગના કાશ્મીરી બ્રાહ્મણ કુટુંબમાં જન્મ થયો હતો. 1905માં લાહોર યુનિવર્સિટીની વિનયનની પદવી મેળવી. 1906માં મૂર સેન્ટ્રલ કૉલેજમાંથી તેમણે વકીલની સનદી પરીક્ષા પ્રથમ નંબરે પાસ કરી…
વધુ વાંચો >