જયંતીલાલ ધારશીભાઈ ભાલ

ડ્યૂઈ, જૉન

ડ્યૂઈ, જૉન (જ. 20 ઑક્ટોબર 1859, બર્લિંગ્ટન, વર્મોન્ટ, યુ.એસ.; અ. 1 જૂન 1952, ન્યૂયૉક સિટી, યુ.એસ.) : દાર્શનિક, ‘વ્યવહારવાદ’ આંદોલનના એક પ્રણેતા અને શિક્ષણશાસ્ત્રી. તે સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પિતા આર્કિબાલ્ડ અને ધાર્મિક રૂઢિઓ કરતાં નૈતિકતાના આગ્રહી માતા લ્યુસિનાનું ત્રીજું સંતાન હતા. તેઓ વર્મોન્ટ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. સ્નાતક થયા પછી…

વધુ વાંચો >

દક્ષિણામૂર્તિ (સંસ્થા)

દક્ષિણામૂર્તિ (સંસ્થા) : ભારતમાં નવી રાષ્ટ્રીય કેળવણીના આદર્શોને મૂર્તિમંત કરતી ભાવનગરની શિક્ષણસંસ્થા. મહાત્મા ગાંધીની પ્રેરણા હેઠળ નઈ તાલીમની સંકલ્પના પણ હજુ સાકાર થઈ ન હતી, તે સમયે (1910) નાનાભાઈ ભટ્ટે શિક્ષણની નવી ર્દષ્ટિ અને સૂઝથી પ્રેરાઈને આ સંસ્થા શરૂ કરી. આ સંસ્થાના આદ્યપ્રેરક મહાત્મા શ્રીમન્ નથુરામ શર્માના ઉપાસ્યદેવ દક્ષિણામૂર્તિ હોવાથી…

વધુ વાંચો >

દવે, જુગતરામ

દવે, જુગતરામ (જ. 1 સપ્ટેમ્બર 1892, વઢવાણ; અ. 14 માર્ચ 1985, વેડછી) : ગાંધીવાદી રચનાત્મક કાર્યકર અને સ્વાતંત્ર્યસેનાની. સૌરાષ્ટ્રના ઝાલાવાડ(સુરેન્દ્રનગર જિલ્લો)ની ભૂમિમાં મૂળ વીરમગામથી લખતર જઈને વસેલા એક સંસ્કારી પરિવારમાં તેમનો જન્મ. પિતાનું નામ ચીમનલાલ અને માતાનું નામ ડાહીબહેન. જુગતરામભાઈના પિતા ઝાલાવાડથી મુંબઈ નોકરી માટે ગયેલા, ત્યાં પ્લેગનો રોગ ફાટી…

વધુ વાંચો >

ર્દશ્ય-શ્રાવ્ય શિક્ષણ

ર્દશ્ય-શ્રાવ્ય શિક્ષણ : ર્દષ્ટિ-શ્રુતિગમ્ય સાધનોના ઉપયોગ દ્વારા અપાતું શિક્ષણ. જ્ઞાનેન્દ્રિયોને જાગ્રત અને પ્રવૃત્ત કરવાનાં સાધનો શ્રુતિ-ષ્ટિગમ્ય સાધનો તરીકે ઓળખાય છે. ઇન્દ્રિયો દ્વારા થતી સંવેદના (sensation) સાથે જ્ઞાનતંત્ર જોડાય છે ત્યારે પ્રત્યક્ષ જ્ઞાન (perception) થાય છે. પ્રત્યક્ષ જ્ઞાનના પાયા ઉપર વ્યક્તિ વિચાર કરે છે ત્યારે અધ્યયન (learning) શક્ય બને છે. આમ…

વધુ વાંચો >

નઈ તાલીમ

નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…

વધુ વાંચો >

નાલંદા

નાલંદા : બિહારનો એક જિલ્લો અને વિશ્વપ્રસિદ્ધ પ્રાચીન વિદ્યાકેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 25° 07´ ઉ. અ. અને 85° 25´ પૂ. રે.. તે પટણાથી આશરે 88 કિમી. દૂર ગંગાને કાંઠે અગ્નિખૂણે બડગાંવ ગામની હદમાં આવેલ છે. નાલંદા જિલ્લાનું ક્ષેત્રફળ 2,355 ચોકિમી. છે. તેના અર્થતંત્રનો આધાર ખેતી ઉપર છે અને ત્યાં ગંગાનદીની…

વધુ વાંચો >

નિદાનાત્મક અને ઉપચારાત્મક શિક્ષણ

નિદાનાત્મક અને ઉપચારાત્મક શિક્ષણ : શિક્ષણ દ્વારા નિદાન અને ઉપચાર દર્શાવતી પદ્ધતિ. શિક્ષણના ક્ષેત્રમાં પણ તબીબીક્ષેત્રના જેવી પરિસ્થિતિ અમુક અંશે રહેલી છે. વિકસતાં બાળકો ‘તકલીફ’ અનુભવતાં હોય છે. ફ્રૅન્ક બટલરના મતે, ‘‘શિક્ષણનું ધ્યેય અસરકારક રીતે સિદ્ધ કરવાનું મુશ્કેલ બને તેને ‘તકલીફ’ કહેવાય. શિક્ષણમાં નિદાનનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. કેટલીક વાર…

વધુ વાંચો >

પત્રવ્યવહાર દ્વારા શિક્ષણ

પત્રવ્યવહાર દ્વારા શિક્ષણ : શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જ્યારે શિક્ષણનું માધ્યમ પત્રવ્યવહાર બને ત્યારે પત્રવ્યવહાર દ્વારા શિક્ષણ થયું એમ કહેવાય. ઉદ્ભવ : સામાન્યત: વિધિવત્ શિક્ષણ-સંસ્થાઓમાં શિક્ષણ આપવાની પ્રથા સમાજમાં પ્રચલિત હતી; પરંતુ જ્ઞાનવિસ્ફોટના આ યુગમાં શિક્ષણ માટેની વૃત્તિ અને શિક્ષણનો વ્યાપ વધતાં એક યા બીજા કારણસર સૌ કોઈને માટે આ…

વધુ વાંચો >

પિયાં-ઝે ઝ્યાં

પિયાં–ઝે, ઝ્યાં (જ. 9 ઑગસ્ટ 1896, ન્યૂચેટેલ; અ. 16 સપ્ટેમ્બર 1980, જિનીવા) : પ્રસિદ્ધ બાળમનોવૈજ્ઞાનિક. તેમને બાળપણથી જ કુદરતમાં ખૂબ રસ હતો. તેમણે પંદર વર્ષની વયે પ્રાકૃતિક ઇતિહાસના ક્ષેત્રે એક લેખ પ્રકાશિત કર્યો હતો. ન્યૂચેટેલ યુનિવર્સિટીમાંથી પ્રકૃતિવિજ્ઞાનમાં સ્નાતકની પદવી 1916માં મેળવી. તેમના પિતા મધ્યયુગીન સાહિત્યના ઇતિહાસમાં રસ ધરાવતા હતા, જ્યારે…

વધુ વાંચો >

પેસ્ટાલોઝી જૉન હેનરિક

પેસ્ટાલોઝી, જૉન હેનરિક (જ. 12 જાન્યુઆરી 1746, ઝુરિક, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 17 ફેબ્રુઆરી 1827, (Brugg), બ્રગૂ સ્વિટ્ઝર્લૅન્ડ) : સ્વિટ્ઝર્લૅન્ડના કેળવણીકાર. જૉન હેનરિક પેસ્ટાલોઝીનો, બાળપણમાં જ પિતાના મરણને લીધે, માતાની સંભાળ નીચે ઉછેર થયો. ઝુરિકની શાળામાં વિદ્યાર્થીઓના સુધારક મંડળના અગ્રણી. ‘મેમૉરિયલ’ નામનું મુખપત્ર વિદ્યાર્થીઓ ચલાવતા. તેમાં પેસ્ટાલોઝીનો પ્રથમ લેખ જોવા મળે છે.…

વધુ વાંચો >