જયંતીભાઈ હીરાલાલ શાહ

ઠાકોર, ઠાકોરભાઈ શ્રીપતરાય

ઠાકોર, ઠાકોરભાઈ શ્રીપતરાય (જ. 22 જાન્યુઆરી 1902, ભરૂચ; અ. 23 ઑગસ્ટ 1990, અમદાવાદ) : ગુજરાતના એક અગ્રણી કેળવણીકાર. પિતા શ્રીપતરાય અને માતા શિવગૌરીબહેનનાં નવ સંતાનોમાં છઠ્ઠા. મૅટ્રિક સુધીનું શિક્ષણ સૂરતમાં લઈ, 1919માં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાઈ, 1923માં અંગ્રેજી અને ભૌતિકવિજ્ઞાન સાથે બી.એ.ની અને 1924માં રસાયણશાસ્ત્ર સાથે બી.એસસી.ની પદવીઓ મેળવી. 1929માં કીર્તિદાબહેન…

વધુ વાંચો >

તરુણાવસ્થા

તરુણાવસ્થા (adolescence) : બાલ્યાવસ્થા અને પુખ્તાવસ્થા વચ્ચેનો સંક્રાંતિનો સમયગાળો. વયની ર્દષ્ટિએ લગભગ 11 વર્ષથી શરૂ કરીને ૨0 વર્ષની ઉંમર સુધીના સમયગાળાને તરુણાવસ્થા ગણવામાં આવે છે. વ્યક્તિના જીવનમાં સંઘર્ષ અને મંથનની આ મૂંઝવણભરી અવસ્થા છે. આ ગાળામાં વૃદ્ધિનો દર ઊંચો રહે છે અને તેની સમાપ્તિ પહેલાં જાતીય પરિપક્વતા આવી જાય છે.…

વધુ વાંચો >

દૂરદર્શન

દૂરદર્શન : ભારતની ટેલિવિઝન પ્રસારણ-સંસ્થા. સ્ટુડિયો અને ટ્રાન્સમીટરની વ્યવસ્થા, કાર્યક્રમનું વૈવિધ્ય અને દર્શકોની વિશાળ સંખ્યાને કારણે દૂરદર્શન વિશ્વની એક વિશાળ પ્રસારણ-સંસ્થા છે. 1959ની 15મી સપ્ટેમ્બરે દિલ્હીમાં નાનકડા ટ્રાન્સમીટર અને અસ્થાયી સ્ટુડિયોની સહાયથી પ્રાયોગિક ધોરણે પ્રસારણનો સાવ સામાન્ય રીતે પ્રારંભ થયો. અઠવાડિયાના બે દિવસ દિલ્હીની આજુબાજુનાં વીસ ગામોમાં કૃષિ અને શિક્ષણ…

વધુ વાંચો >

પ્રક્ષેપણ પદ્ધતિ

પ્રક્ષેપણ પદ્ધતિ વ્યક્તિત્વનું માપન કરવા માટેની પદ્ધતિઓમાંની એક. મનોવિજ્ઞાનમાં વ્યક્તિત્વનું માપન કરવા માટે કંઈક અંશે વિવાદાસ્પદ ગણાતી પદ્ધતિઓને પ્રક્ષેપણ-પ્રયુક્તિઓ તરીકે ઓળખવામાં આવે છે. આમાં સંદિગ્ધ, અનિશ્ચિત અથવા અનિયંત્રિત (unstructured) વસ્તુની રજૂઆત કરવામાં આવે છે, જે એક પડદા તરીકે કામ કરે છે. તેના ઉપર કસોટી આપનાર વ્યક્તિ પોતાની અનભિજ્ઞ ઇચ્છાઓ, ગ્રંથિઓ…

વધુ વાંચો >