જમાલુદ્દીન રહીમુદ્દીન શેખ

ઇસ્લામ

ઇસ્લામ : વિશ્વના મુખ્ય ધર્મોમાંનો એક. ઇસ્લામ, ઈશ્વરપ્રેરિત વિશ્વવ્યાપી ધર્મપરંપરાનો એક ભાગ છે. ઈશ્વરે આત્મપરિચય અર્થે સૃષ્ટિ અને તેની અંદર માનવીનું સર્જન કર્યું હતું. આ માનવી ઈશ્વરનો પરિચય મેળવે, જીવન વિતાવવાનું માર્ગદર્શન પ્રાપ્ત કરે અને મૃત્યુ પછીના શાશ્વત જીવનમાં સફળ થઈ જાય તે માટે ઈશ્વરે પોતાના પયગંબરો, રસૂલો, નબીઓ, અવતારો…

વધુ વાંચો >

કરબલા

કરબલા : મુસ્લિમોનું – વિશેષ કરીને શિયા પંથીઓનું પવિત્ર સ્થળ. ભૌગોલિક સ્થાન : 32o 36′ ઉ. અ. અને 44o 02′ પૂ. રે. અર્વાચીન ઇરાકમાં બગદાદથી નૈર્ઋત્ય ખૂણે આશરે એકસો કિલોમિટર દૂર સીરિયાના રણને છેડે અને ફુરાત નદીના કાંઠે વસેલું કરબલા નામના પ્રાંતનું મુખ્ય શહેર. ત્યાં હજરત મહંમદ પેગમ્બર સાહેબના દોહિત્ર…

વધુ વાંચો >

કાબા

કાબા : વિશ્વભરના મુસ્લિમોનું સૌથી વધુ પવિત્ર સ્થળ. સાઉદી અરબસ્તાનના, નાની પહાડીઓથી ઘેરાયેલા જગવિખ્યાત મક્કા શહેરની મસ્જિદે હરમ(પવિત્ર મસ્જિદ)ની લગભગ વચ્ચોવચ આવેલી ઘનાકાર કક્ષ જેવી ઇમારત, જે ‘બૈતુલ્લાહ’ (અલ્લાહનું ઘર) કહેવાય છે. ‘કાબા’ શબ્દ મૂળ ‘ક્રઅબ’ શબ્દ પરથી ઊતરી આવ્યો છે તેવું એક વિધાન છે. ‘બૈતુલ હરમ’ અર્થાત્ પવિત્ર ઘરના…

વધુ વાંચો >

ખાકી, હસન બેગ

ખાકી, હસન બેગ : ફારસી ઇતિહાસકાર. મુઘલ શહેનશાહ અકબરના રાજ્ય-અમલમાં ગુજરાતના બક્ષી તરીકે નિમાયેલા પ્રસિદ્ધ ઇતિહાસકાર. આખું નામ હસન બિન મુહમ્મદ અલ્ ખાકી અલ્ શીરાઝી. ઈરાનના ખાનદાન કુટુંબમાં જન્મ. તેમની વંશ-નામાવળીમાં ચોથા સ્થાને આવનાર દાદા શમ્સુદ્દીન અબ્દુલ્લાહ ખાકી શીરાઝી, શીરાઝના ગવર્નર ‘એક્યાનો’ના સમયમાં બક્ષીનો હોદ્દો ભોગવતા હતા. તે ઈ. સ.…

વધુ વાંચો >

ખાન, અલી મુહમ્મદ

ખાન, અલી મુહમ્મદ (જ. 1700, બુરહાનપુર; અ. 1762) : ગુજરાતના છેલ્લા દીવાન અને સુપ્રસિદ્ધ ઇતિહાસગ્રંથ ‘મિરાતે અહમદી’ના લેખક. મૂળ નામ મીરજા મુહમ્મદ હસન. ઈરાનથી દક્ષિણ ભારતમાં આવી વસેલા તેમના પિતા ઔરંગઝેબની ફોજમાં બુરહાનપુરમાં દીવાની અમલદાર હતા. 1708માં તેઓ ગુજરાતના ખબરપત્રી (વકાઈ-એ નિગાર) નિમાતાં, પિતાની સાથે તે 8 વર્ષની ઉંમરે ગુજરાત…

વધુ વાંચો >

ખુરશાહ બિન કુબાદ અલ્ હુસેની

ખુરશાહ બિન કુબાદ અલ્ હુસેની : ફારસી વિદ્વાન અને ઇતિહાસકાર. સુલતાન કુલી કુતુબશાહના પુત્ર જમશેદ કુલી કુતુબશાહ(ઈ. સ. 1543-1550)ના ખાસ દરબારી હતા. તે મૂળ ઇરાકના વતની હતા. તેમણે બાદશાહની આજ્ઞાથી એક દળદાર ઇતિહાસ રચ્યો હતો જેમાં ઈરાનના પ્રાચીન ઇતિહાસથી માંડીને ઈ. સ. 1562 સુધીની ઐતિહાસિક ઘટનાઓ નોંધવામાં આવી છે. આ…

વધુ વાંચો >

ખુશગૂ, બિંદ્રાવનદાસ (અઢારમી સદી)

ખુશગૂ, બિંદ્રાવનદાસ (અઢારમી સદી) : ફારસી કવિ. મૂળ નામ બિંદ્રાબનદાસ. ઉપનામ ખુશગૂ. તેઓ હિન્દુધર્મી અને જ્ઞાતિએ વૈશ્ય તેમજ મથુરાના રહીશ હતા. તે ફારસીના પ્રસિદ્ધ કવિ અબ્દુલકાદિર બૈદિલ અને શેખ સઅદુલ્લા ગુલશનના ખાસ મિત્ર હતા. તે પ્રસિદ્ધ કવિ ખાન આરઝૂના અંતેવાસી હતા. ગુરુએ પોતાના પુસ્તક ‘મજ્મઉન્ન ફાઇસ’માં શિષ્ય ખુશગૂનો નોંધપાત્ર ઉલ્લેખ…

વધુ વાંચો >

ચિશ્તી, ખૂબ મુહમ્મદ (અહમદાબાદી)

ચિશ્તી, ખૂબ મુહમ્મદ (અહમદાબાદી) (જ. 1539, અમદાવાદ; અ. 1614, અમદાવાદ) : અમદાવાદમાં થઈ ગયેલા ઉર્દૂ ભાષાના સૂફી કવિ. શાહખૂબ અને ખૂબમિયાં એ તેમનાં ઉપનામ. તેમણે શેખ કમાલ મુહમ્મદ સીસ્તાની (1572) પાસેથી ધાર્મિક તથા આધ્યાત્મિક જ્ઞાન મેળવ્યું અને ચિશ્તિયા સિલસિલા(સંપ્રદાય)ના શિષ્ય બન્યા. સમગ્ર જીવન તેમણે ચિશ્તિયા ખાનકાહ(મઠ)માં શિક્ષક તરીકે અર્પણ કર્યું.…

વધુ વાંચો >

જલાલી એહમદાબાદી

જલાલી એહમદાબાદી (જ. 1581; અ. 1637) : ગુજરાતના મુહરવરદિયા સંપ્રદાયના સંત હઝરત શાહેઆલમ બુખારી (ર. અ.). તેમનો રોજો ચંડોળા તળાવ નજીક રસૂલાબાદમાં આવેલો છે. અને જેમના નામ સાથે સંકળાયેલો વિસ્તાર આજે શાહેઆલમથી વધુ જાણીતો છે તેમના વંશજ, જલાલીનું મૂળ નામ મુહમ્મદ, નિઝામુદ્દીન લકબ, અબુલ ફતેહ કુનિયત અને મકબૂલે આલમ ખિતાબ.…

વધુ વાંચો >

જોશ મલીહાબાદી

જોશ મલીહાબાદી (જ. 5 ડિસેમ્બર, 1894, મલીહાબાદ; અ. 22 ફેબ્રુઆરી, 1982, ઇસ્લામાબાદ, પાકિસ્તાન) : ક્રાંતિકારી ઉર્દૂ કવિ. તેમનું મૂળનામ શબ્બીરહુસેનખાન હતું. સમૃદ્ધ જમીનદાર આફ્રિકી પઠાણ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતા અને પિતામહ પણ કવિ હતા. તેમણે અલીગઢની એમ.એ.ઓ. કૉલેજ અને આગ્રાની સેંટ પિટર્સ કૉલેજમાં અભ્યાસ કરીને સિનિયર કેમ્બ્રિજની…

વધુ વાંચો >