છોટુભાઈ સુથાર
આદ્ય તારકપિંડ
આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…
વધુ વાંચો >આરોહી અને અવરોહી પાતબિન્દુઓ
આરોહી અને અવરોહી પાતબિન્દુઓ : ચન્દ્ર, ગ્રહ યા ધૂમકેતુની દક્ષિણથી ઉત્તર તરફ જતાં ક્રાન્તિવૃત્તને જે બિન્દુમાં કાપે તે આરોહી પાતબિન્દુ અને તેનાથી ઊલટી દિશામાં જતાં કાપે તે અવરોહી પાતબિન્દુ. સૂર્ય, ચન્દ્ર, ગ્રહો અને ધૂમકેતુઓ આકાશમાં જે માર્ગે ફરતા દેખાય છે તે તેમના કક્ષામાર્ગ છે. સૂર્યના વાર્ષિક આકાશી માર્ગને ક્રાન્તિવૃત્ત કહેવામાં…
વધુ વાંચો >આલ્મા જેસ્ટ
આલ્મા જેસ્ટ : ગ્રીક ખગોળશાસ્ત્રી ક્લૉડિયસ ટોલેમીએ ઈ. સ. 140માં લખેલો ખગોલીય સિદ્ધાન્તોનો ગાણિતિક ગ્રંથ. તે વિષય-વૈશિષ્ટ્યને કારણે ‘મહાન ગણિતીય સંગ્રહ’, ‘મહાન ખગોળજ્ઞ’, ‘મહાન કોશ’ અને ‘સર્વશ્રેષ્ઠ’ (ગ્રીક ભાષામાં ‘મેજિસ્ટી’) વગેરે નામે ઓળખાતો હતો. આરબ વિદ્વાનોએ 827માં ઉપર્યુક્ત ગ્રંથનો અરબી ભાષામાં અનુવાદ કર્યો અને અરબી નામકરણપદ્ધતિ અનુસાર એને અલ-મેજિસ્તી કહીને,…
વધુ વાંચો >આંતરગ્રહીય માધ્યમ
આંતરગ્રહીય માધ્યમ : ગ્રહો વચ્ચે આવેલું અવકાશી ક્ષેત્ર. આ માધ્યમ તદ્દન ખાલી જગા છે એવું નથી; એમાં વાયુ, રજ અને પરમાણુના કણો આવેલા છે. આ કણોની વ્યાપ્તિ ક્ષુદ્ર પ્રમાણની છે અને તેથી ગ્રહો સાથે અથડાઈને તે કશું નુકસાન પહોંચાડી શકે એમ નથી. અલબત્ત, એ દ્રવ્ય વિદ્યુતચુંબકીય તેમજ ર્દષ્ટિગત અસરો ઉપજાવી…
વધુ વાંચો >આંતરતારકીય માધ્યમ
આંતરતારકીય માધ્યમ : આકાશગંગા અને વિશ્વના તારાઓ વચ્ચે આવેલું માધ્યમ. આ અત્યંત વિસ્તૃતિવાળો અવકાશ છે. આ માધ્યમની દ્રવ્યસંપદા આકાશગંગા વિશ્વ(મંદાકિનીવિશ્વ)ની દ્રવ્યસંપત્તિના હિસાબે પાંચ ટકા જેટલી છે. અવકાશમાં આવેલું આંતરતારકીય દ્રવ્ય ત્રણ પ્રકારનું છે. (1) નિહારિકાઓમાં આવેલું મોટા જથ્થાનું દ્રવ્ય. આ દ્રવ્ય વાયુ અને ધૂળના કણોનું બનેલું છે. (2) સામાન્ય આંતરતારકીય…
વધુ વાંચો >આંતરનિહારિકા માધ્યમ
આંતરનિહારિકા માધ્યમ : બ્રહ્માંડમાં મંદાકિની વિશ્વ જેવાં અસંખ્ય વિશ્વો વચ્ચેના અવકાશમાં આવેલા અણુ-પરમાણુના ભગ્નકણો. બ્રહ્માંડમાં ક્યાંક વિશ્વો તૂટીને નવાં વિશ્વો રચાય છે, તો ક્યાંક નાનાં વિશ્વોને હડપી મોટાં વિશ્વ બનવાનું પણ ચાલે છે. આ પ્રક્રિયામાં અનેક વાયુકણો છૂટા પડી અવકાશમાં ફેલાય છે. સ્વતંત્ર વિહરતા કણોમાં ન્યૂટ્રિનો મુખ્ય છે. પ્રકાશના વેગથી…
વધુ વાંચો >ઇજિપ્તનું પંચાંગ
ઇજિપ્તનું પંચાંગ : પ્રાચીન ઇજિપ્તનું ઋતુ-આધારિત સૌર પંચાંગ. એમાં 30-30 દિવસના બાર મહિના અને વધારાના પાંચ દિવસ મળીને કુલ 365 દિવસનું વર્ષ હતું. વર્ષની શરૂઆત નાઇલ નદીમાં પૂર આવે તે સમયથી કરવામાં આવતી હતી. વ્યાધ તારાની નજદીક સૂર્ય આવે ત્યારે નાઇલમાં પૂર આવતું હતું, પણ વ્યાધ તારાનું દર્શન દર ચાર…
વધુ વાંચો >ઇસ્લામી તિથિપત્ર
ઇસ્લામી તિથિપત્ર : ઇસ્લામનું ચાન્દ્રમાસી પંચાંગ. એના રચનાકાળથી આજ સુધી ઇસ્લામી પંચાંગ બાર ચાંદ્રમાસના વર્ષવાળું પંચાંગ રહ્યું છે. ઇસ્લામી પંચાંગનું વર્ષ હિજરી સાલ કહેવાય છે. હિજરી માસની શરૂઆત અમાસ પછીના પ્રત્યક્ષ ચંદ્રદર્શનના દિવસથી થાય છે અને એ કારણે માસનો આરંભ કઈ તારીખે (યા દિવસે) થશે એ અગાઉથી નિશ્ચિત કરી શકાતું…
વધુ વાંચો >ઈનાંતર અને પરમ ઈનાંતર
ઈનાંતર અને પરમ ઈનાંતર (elongation and greatest elongation) : ઈનાંતર (= ઈન + અંતર) એટલે સૂર્ય સાથે ગ્રહનું કોણીય અંતર. સૂર્યમંડળમાં બુધ અને શુક્રના ગ્રહોની કક્ષા પૃથ્વીની કક્ષાની અંદરની બાજુ આવેલી છે. [બુધ માટે 1 વર્ષ = 88 દિવસ, શુક્ર માટે 1 વર્ષ = 225 દિવસ અને પૃથ્વી માટે 1…
વધુ વાંચો >ઉચ્ચાવચ બિંદુઓ (apsides)
ઉચ્ચાવચ બિંદુઓ (apsides) : ગ્રહ, ઉપગ્રહ કે ધૂમકેતુ તેના મુખ્ય જ્યોતિ(સૂર્ય કે ગ્રહ)ની આસપાસ પ્રદક્ષિણા કરે ત્યારે, મુખ્ય જ્યોતિથી વધુમાં વધુ દૂર તેમજ વધુમાં વધુ નજીક આવે તે સ્થાનો. આમ તે ગ્રહ, ઉપગ્રહ કે ધૂમકેતુની દીર્ઘવૃત્ત ભ્રમણકક્ષાની દીર્ઘઅક્ષ(major axis)નાં અંતબિંદુઓ કે છેડા છે. નજીકના બિંદુને ભૂમિ-નીચ કે અપભૂ (perigee) કહે…
વધુ વાંચો >