ચી. ના. પટેલ

ઇન્ડિયન ઓપિનિયન

ઇન્ડિયન ઓપિનિયન : મહાત્મા ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ચલાવેલું સાપ્તાહિક પત્ર. ગાંધીજીના ઉત્તેજનથી મદનજિત વ્યાવહારિક નામના ગુજરાતીએ દક્ષિણ આફ્રિકાની હિંદી કોમના મુખપત્ર તરીકે 1903ના જૂન માસમાં તે શરૂ કર્યું હતું. ગાંધીજીએ 1914માં દક્ષિણ આફ્રિકા છોડ્યું તે પછી પણ તે ચાલુ રહ્યું હતું. ગૂજરાત વિદ્યાપીઠમાં સંગૃહીત તેના અંકોની માઇક્રોફિલ્મ ફાઇલોમાં છેલ્લો અંક…

વધુ વાંચો >

ગાંધી, મોહનદાસ કરમચંદ

ગાંધી, મોહનદાસ કરમચંદ (જ. 2 ઑક્ટોબર 1869, પોરબંદર; અ. 30 જાન્યુઆરી 1948, દિલ્હી) ‘મુર્દામાં પ્રાણ ફૂટ્યા : મુલકમુલકની વિસ્મયે આંખ ફાટી !’ — ઝવેરચંદ મેઘાણી ભારતના રાષ્ટ્રપિતા અને વિશ્વવિખ્યાત સંત. પિતા કરમચંદ ઉત્તમચંદ પોરબંદરના રાણાના દીવાન હતા. માતા પૂતળીબા કરમચંદનાં ચોથી વારનાં પત્ની. બાળપણમાં ગાંધીજીને ભૂતપ્રેતનો ભય લાગતો. તેમની દાઈ…

વધુ વાંચો >

ગુજરાત કૉલેજ

ગુજરાત કૉલેજ : ગુજરાત પ્રદેશની જૂનામાં જૂની કૉલેજ. સ્થાપના 13 જુલાઈ 1861. 1855ના મે માસના સરકારી ગેઝેટમાં મુંબઈ સરકારે અમદાવાદમાં કૉલેજ સ્થાપવાની જાહેરાત કરેલી. 1856માં મુંબઈ સરકારે ઉત્તર વિભાગના શિક્ષણ નિરીક્ષક તરીકે થિયોડોર હોપની નિમણૂક કરી હતી. 1856ના એપ્રિલની બીજી તારીખે થિયોડોર હોપના પ્રયત્નથી અમદાવાદમાં કૉલેજ સ્થાપવાના પ્રશ્નની ચર્ચા કરવા…

વધુ વાંચો >

નવજીવન

નવજીવન : ઇન્દુલાલ યાજ્ઞિકે શંકરલાલ બૅંકરના સહકારથી 1915ના જુલાઈ માસમાં શરૂ કરેલું અને પછીથી ગાંધીજીએ ચલાવેલું પત્ર. મૂળ નામ ‘નવજીવન અને સત્ય’ હતું. 1919ના માર્ચ-એપ્રિલમાં ગાંધીજીએ એ જ નામથી તે માસિકને સાપ્તાહિક રૂપે ચલાવેલું. ગાંધીજીએ રૉલેટ ઍક્ટ વિરુદ્ધ આંદોલન ચલાવેલું તેનાથી પ્રભાવિત થઈને ઇન્દુલાલે તે પત્ર ગાંધીજીને સોંપેલું. ગાંધીજીના તંત્રીપદે…

વધુ વાંચો >

નાયર, સુશીલા

નાયર, સુશીલા (જ. 25 ડિસેમ્બર 1914, કુંજાહ, જિ. ગુજરાન, પશ્ચિમ પંજાબ, હવે પાકિસ્તાનમાં; અ. 3 જાન્યુઆરી 2000, સેવાગ્રામ) : ગાંધીજીનાં તબીબી સલાહકાર, જીવનચરિત્રલેખક અને રચનાત્મક કાર્યકર. ખત્રી કુટુંબમાં જન્મ. પિતાનું લોહીના ઊંચા દબાણથી 1915માં અવસાન થતાં તેમનાથી બે મોટા ભાઈઓ સાથે બાળક સુશીલા માતાના આશ્રયે મોટાં થયાં. 12 વર્ષની વયે…

વધુ વાંચો >