ચિમનલાલ ત્રિવેદી

અલંકાર (કાવ્યશાસ્ત્ર)

અલંકાર (કાવ્યશાસ્ત્ર) : કાવ્યગત કથનમાં ચારુતા લાવવા માટે સધાતું ઉક્તિવૈચિત્ર્ય. અલંકાર શબ્દના બે અર્થ થઈ શકે છે : જે વિભૂષિત કે અલંકૃત કરે છે એવો સીમિત અર્થ લેતાં, અલંકાર પદથી ઉપમા, રૂપક આદિ અલંકારો લેવાય છે; પણ જે વિભૂષિત અર્થ કરાય છે તે પણ અલંકાર એવો (વ્યાપક) અર્થ લેતાં રસ,…

વધુ વાંચો >

ખંડકાવ્ય

ખંડકાવ્ય : સંસ્કૃત સાહિત્યની કાવ્યસંજ્ઞા. વિશ્વનાથે ‘સાહિત્યદર્પણ’માં खण्डकाव्यं भवेत्काव्यस्यैकदेशानुसारि च એવી એની વ્યાખ્યા આપી છે અને એના ર્દષ્ટાન્ત તરીકે ‘મેઘદૂત’નું નામ આપવામાં આવ્યું છે. એમાં વિરહી યક્ષના જીવનખંડને કાવ્યાત્મક વર્ણનસમૃદ્ધિ અને રમણીય ભાવનિરૂપણથી ઉઠાવ આપવામાં આવ્યો છે. એટલે ‘એકદેશ’ દ્વારા સમગ્ર જીવન નહિ, પરંતુ જીવનનો એક ખંડ, એક અંશ એમાં…

વધુ વાંચો >

ગુજરાતનાં સાહિત્યિક પારિતોષિકો અને ચંદ્રકો

ગુજરાતનાં સાહિત્યિક પારિતોષિકો અને ચંદ્રકો : ગુજરાતમાં સાહિત્યસર્જનના ક્ષેત્રે અપાતા વિવિધ પુરસ્કારો. જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં પ્રતિભાની કદર કરવાની વૃત્તિ સંસ્કારી પ્રજામાં વિકસેલી છે. વિવિધ કલાઓ, સાહિત્ય, શિક્ષણ, સેવા, રમતગમત, શૌર્ય-સાહસ વગેરે ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરનાર વ્યક્તિ કે સંસ્થાની વિશિષ્ટ શક્તિને પ્રમાણીને એનું પોષણ, સંવર્ધન અને પ્રોત્સાહન કરવામાં આવે છે. ગુજરાતમાં…

વધુ વાંચો >

ગુજરાતી સાહિત્ય પરિષદ

ગુજરાતી સાહિત્ય પરિષદ : ગુજરાતની સાહિત્ય-સંસ્કારના ઉત્કર્ષને વરેલી સંસ્થા. 1905માં રણજિતરામ વાવાભાઈની ભાવનાને કારણે ગુજરાતી સાહિત્ય પરિષદનો જન્મ થયો હતો. ગુજરાતમાં સાહિત્યિક આબોહવા પ્રગટાવવા, ગુજરાતી સાહિત્યનો વિસ્તાર વધારવા અને એને લોકપ્રિય કરવા, ગુજરાતી પ્રજાજીવનને અધિક ઉન્નત, શીલવાન, રસિક અને ઉદાર બનાવવા માટે રાહ દાખવી પ્રજાનો ઉત્કર્ષ સાધવાનો પરિષદની સ્થાપના પાછળનો…

વધુ વાંચો >

છંદ

છંદ છંદ એટલે પદ્યબંધ. અર્થ અને ભાવની રમણીયતા અને સચોટતા વ્યક્ત કરવા સારુ વ્યવહારની ભાષાના શબ્દાન્વયને બહુધા અતિક્રમીને નિયત અક્ષરો કે માત્રાઓવાળાં પાદ-ચરણોમાં રચાયેલું હૃદયાહલાદક વાક્ય તે છંદ. છંદ એ કવિતાનો બાહ્ય પરિવેશમાત્ર નથી. એ કાવ્યને અધિક ચારુતાવાળું બનાવે છે. પદ્યબંધની આહલાદકતા તેની ગેયતા, લય અને ભાવાનુકૂળ શબ્દપ્રયોગમાં રહી છે.…

વધુ વાંચો >

ઝવેરી, મનસુખલાલ મગનલાલ

ઝવેરી, મનસુખલાલ મગનલાલ (જ. 3 ઑક્ટોબર 1907, જામનગર; અ. 27 ઑગસ્ટ 1981, મુંબઈ) : ગુજરાતી કવિ, વિવેચક. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જામનગરમાં લઈને, ભાવનગરમાં ઉચ્ચ શિક્ષણ મેળવી એમ.એ. થયા હતા. મુંબઈ, રાજકોટ, પોરબંદર અને કૉલકાતાની કૉલેજોમાં ગુજરાતીના અધ્યાપક અને આચાર્ય તરીકે સેવાઓ આપી હતી. મુંબઈ આકાશવાણીમાં વાર્તાલાપ-નિર્માતા પણ હતા. કવિ, વિવેચક, પ્રવાસકથા-લેખક,…

વધુ વાંચો >

ત્રિવેદી, ત્રિભુવન પ્રેમશંકર

ત્રિવેદી, ત્રિભુવન પ્રેમશંકર (મસ્તકવિ) (જ. 23 સપ્ટેમ્બર 1865, મહુવા; અ. 27 જુલાઈ 1923) : મસ્તરંગી કવિઓમાં માનભર્યું સ્થાન પામનાર ગુજરાતી કવિ. તેમણે પ્રાથમિક પાંચ ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો હતો. ‘વિભાવરીસ્વપ્ન’ (1894), ‘સ્વરૂપપુષ્પાંજલિ’ (1901) અને ‘કલાપીનો વિરહ’ (1913), એ ત્રણ એમના કાવ્યગ્રંથો  છે. આ કવિમાં જૂના પ્રવાહની સાથે અર્વાચીન કાવ્યપ્રવાહનું…

વધુ વાંચો >

ત્રિવેદી, રતિલાલ મોહનલાલ

ત્રિવેદી, રતિલાલ મોહનલાલ (જ. 24 માર્ચ 1894, રાણપુર; અ. 24 એપ્રિલ 1956, અમદાવાદ) : ગુજરાતના જાણીતા નિબંધકાર, કેળવણીકાર અને સંસ્કૃતિચિંતક. ધ્રાંગધ્રામાં માધ્યમિક શિક્ષણ મેળવ્યા પછી અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી અંગ્રેજી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ. (1917) થઈને પ્રથમ શિક્ષક અને પછી ફેલોશિપ હાઈસ્કૂલના આચાર્ય તરીકે બે વર્ષ રહ્યા. 1937માં અમદાવાદની ન્યૂ…

વધુ વાંચો >

દલપત-પિંગળ

દલપત-પિંગળ (1862) : ગુજરાતી કવિ દલપતરામે લખેલું છંદશાસ્ત્રનું પુસ્તક. દલપતરામે દેવાનંદ સ્વામી પાસે ‘છંદશૃંગાર’ પુસ્તક દ્વારા પિંગળશાસ્ત્રનો અભ્યાસ કરેલો. 1855માં ‘બુદ્ધિપ્રકાશ’માં એમણે કકડે કકડે પિંગળ આપવાની શરૂઆત કરેલી’; 1862માં એ લેખોને ‘ગુજરાતી પિંગળ’ નામે ગ્રંથસ્થ કરેલા. એની 22મી આવૃત્તિથી એનું નામ ‘દલપત-પિંગળ’ રાખવામાં આવેલું. છંદશાસ્ત્રના આ શાસ્ત્રીય પ્રમાણભૂત પુસ્તકની ત્રીસેક…

વધુ વાંચો >

દલવાડી, પૂજાલાલ રણછોડદાસ

દલવાડી, પૂજાલાલ રણછોડદાસ (જ. 17 જૂન 1901, ગોધરા; અ. ૨7 ડિસેમ્બર 1985) : ગુજરાતી કવિ. વતન ખેડા જિલ્લાનું નાપા. 1918માં મૅટ્રિક થઈ ઇન્ટર સુધીનો અભ્યાસ કર્યો હતો. થોડો સમય વ્યાયામ-શિક્ષક તરીકે પણ કાર્ય કરેલું. શ્રી અરવિંદના પ્રબળ આકર્ષણને કારણે પછીથી તે પોંડિચેરી-આશ્રમના નિવાસી બન્યા હતા. એમની કવિતા ઉપર બલવંતરાયની રચનારીતિનો…

વધુ વાંચો >