ચંદ્રબાળા દુદકિયા

મરાઠા વિગ્રહો

મરાઠા વિગ્રહો : અંગ્રેજો અને મરાઠા વચ્ચે થયેલા વિગ્રહો. અંગ્રેજોની કૂટનીતિને કારણે ચારેય અંગ્રેજ-મરાઠા વિગ્રહોમાં અંગ્રેજો વિજયી બન્યા. મરાઠાઓનાં વર્ષોથી ચાલી આવતાં પરસ્પર મતભેદો અને ઈર્ષ્યાને કારણે તેમનો આ વિગ્રહોમાં પરાજય થયો હતો. પ્રથમ અંગ્રેજ-મરાઠા વિગ્રહ(1778)નું મૂળ કારણ તે અંગ્રેજોની મરાઠાઓની ફાટફૂટનો લાભ લઈ કોઈ પણ રીતે મુંબઈ દ્વીપની આસપાસનાં…

વધુ વાંચો >

મરાઠા શાસનતંત્ર

મરાઠા શાસનતંત્ર : મરાઠા છત્રપતિઓ અને પેશ્વાઓનું વહીવટી તંત્ર. મરાઠી સામ્રાજ્યના સર્જક છત્રપતિ શિવાજી એક મહાન સેનાપતિ અને વિજેતા હોવા ઉપરાંત કુશળ વ્યવસ્થાપક અને વહીવટકર્તા હતા. અનેક યુદ્ધોમાં વિજય મેળવી એમણે સામ્રાજ્યનું સર્જન કર્યું હતું. એ ઉપરાંત સામ્રાજ્યને અનુરૂપ કાર્યક્ષમ શાસનવ્યવસ્થા કરી હતી. એમણે કરેલી શાસનવ્યવસ્થા થોડા ફેરફારો સાથે પેશ્વાઓના…

વધુ વાંચો >

મલિક અયાઝ

મલિક અયાઝ (જ. ?; અ. 1522) : મહમૂદ બેગડાના રાજ્યકાલનો સત્તાધીશ અમીર અને દીવ બંદરનો સૂબો (નાઝિમ). એ સમયે એના જેટલો સત્તા તથા સંપત્તિવાળો બીજો કોઈ અમીર નહોતો. જન્મથી એ રશિયન હતો અને તુર્ક લોકોને હાથે કેદ પકડાયો હતો; તેથી તેને ઇસ્તંબુલ લઈ ગયા અને દમાસ્કસ, બસરા તથા પૂર્વના દેશો…

વધુ વાંચો >

મલિક શાબાન

મલિક શાબાન (જ. ?; અ. 1461, રખિયાલ, અમદાવાદ) : સુલતાન કુત્બુદ્દીનના સમયનો (ઈ. સ. 1451–1459) વજીરની પદવી ઉપર ચડેલો અમીર. એ ડાહ્યો અને રાજદ્વારી કુનેહવાળો હતો. એમ કહેવાય છે કે એના શાંત સ્વભાવને લીધે લોકોને એના અમલથી સંતોષ હતો. કુત્બુદ્દીન પછી મહમૂદ બેગડાના સમયમાં એ વૃદ્ધ હતો. છતાંયે ઊંચી પાયરી…

વધુ વાંચો >

મલિક સારંગ

મલિક સારંગ : સુલતાન મહમૂદશાહ બેગડો, મુઝફ્ફરશાહ બીજો અને બહાદુરશાહના સમયનો નામાંકિત વજીર. અમદાવાદ શહેરના સારંગપુર વિસ્તાર તથા દરવાજાથી આજે એનું નામ ચિરંજીવ છે. આ મલિક અને એનો ભાઈ મૂળ રજપૂત હતા. લડાઈમાં કેદી તરીકે પકડાયેલા અને ઇસ્લામનો અંગીકાર કરવાની એમને ફરજ પડેલી. સુલતાન મહમૂદ બેગડાના સમયમાં ઘણી લડાઈઓમાં એણે…

વધુ વાંચો >