ગુનાશોધનવિદ્યા

કે.જી.બી.

કે.જી.બી. : ભૂતપૂર્વ સોવિયેટ સંઘની રાષ્ટ્રીય સુરક્ષાસમિતિ. રશિયન ભાષામાં તેનું પૂર્ણરૂપ ‘Komitet Gosudarstvennoy Bezopasnosti’ છે. અંગ્રેજી ભાષામાં તેનો અર્થ ‘કમિટી ઑવ્ સ્ટેટ સિક્યુરિટી’ થાય છે. સ્થાપના 1954. સોવિયેટ સંઘના NKVD તથા MGB જેવાં અન્ય પોલીસ-સંગઠનોની સરખામણીમાં તે વધુ લાંબા સમય સુધી ટકી શક્યું. સોવિયેટ સંઘના સત્તામાળખાના શ્રેણીબદ્ધ શાસનતંત્રમાં લશ્કર પછી…

વધુ વાંચો >

કૉન્સેન્ટ્રેશન કૅમ્પ

કૉન્સેન્ટ્રેશન કૅમ્પ : યુદ્ધકેદીઓને તથા રાજકીય કેદીઓને અટકાયતમાં રાખવા માટેનાં ખુલ્લાં (open sky) કારાગૃહો. કેદીઓ પર આરોપનામું મૂકવામાં આવતું નથી કે તેમની સામે ન્યાયાલયમાં કામ પણ ચલાવવામાં આવતું નથી. આવી છાવણીઓ બે પ્રકારની હોય છે : (1) યુદ્ધ કે નાગરિક વિદ્રોહ દરમિયાન અટકાયતમાં લેવામાં આવેલા કેદીઓ માટેની છાવણીઓ, જે લશ્કરની…

વધુ વાંચો >

ગુનાશાસ્ત્ર (criminology)

ગુનાશાસ્ત્ર (criminology) : ગુના સંબંધી વિજ્ઞાન. ‘ગુનાશાસ્ત્ર’ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ ફ્રેંચ માનવશાસ્ત્રી પી. ટોપિનાર્ડનાં લખાણોમાં ઓગણીસમી સદીના અંત ભાગમાં થયેલો. વ્યક્તિના ગુના સ્વરૂપના ગેરકાયદેસર વર્તનનો અભ્યાસ કરનારા વિજ્ઞાન તરીકે ‘ગુનાશાસ્ત્ર’ને વિકસાવવામાં મુખ્ય ભાગ ભજવનારાં વિજ્ઞાનોમાં મુખ્યત્વે સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, મનોચિકિત્સાશાસ્ત્ર, સામાજિક મનોવિજ્ઞાન, તેમજ કાયદાશાસ્ત્રને ગણાવી શકાય. આધુનિક સંદર્ભોમાં, ગુનાશાસ્ત્ર એટલે ગુનો…

વધુ વાંચો >

ચોરી

ચોરી : જંગમ મિલકતના કાયદેસરના માલિક કે કબજેદારની જાણ અને સંમતિ વગર બદઇરાદાથી તેનો કબજો લઈ લેવાનું ગુનાઇત કૃત્ય. ચોરીનો ગુનો સામાન્યત: વસ્તુના માલિક કે કબજેદારની જાણ બહાર કરાય છે. કાત્યાયનસ્મૃતિ અને નારદસ્મૃતિ પ્રમાણે કોઈ વ્યક્તિને તેની મિલકતથી ચોરીછૂપીથી કે ખુલ્લી રીતે, દિવસે કે રાત્રે વંચિત કરવી એટલે ચોરી (કાત્યાયનસ્મૃતિ…

વધુ વાંચો >

ડી-એન-એ

ડી-એન-એ (DNA) : આનુવંશિક લાક્ષણિકતા સાથે સંકળાયેલ માહિતીનું વહન કરનાર એક જૈવરાસાયણિક પદાર્થ. સસીમકેંદ્રી (eukaryotic) કોષોમાં આવેલા  કેંદ્રમાં તે રંગસૂત્રના અગત્યના ઘટક તરીકે આવેલું છે. વધારામાં તે કણાભસૂત્ર (mitochondrion) અને હરિતકણ (chloroplast) જેવી અંગિકાઓમાં પણ જોવા મળે છે. પૅરામિશિયમ અને ગુલબાસ (four o´clock plant) જેવા સજીવોમાં તેનો સમાવેશ કોષાંતર્ગત (cytoplasmic)…

વધુ વાંચો >

તબીબી અભિલેખ

તબીબી અભિલેખ (medical record) : દર્દીની બીમારી અંગે તબીબે તૈયાર કરેલ દસ્તાવેજ. તેમાં દર્દીનું નામ, સરનામું, બીમારી, તેનું નિદાન, દવાની સૂચના વગેરે વિગતો અથવા દર્દીના લોહીની તપાસ, એક્સ-રે-પરીક્ષણ અહેવાલ, કાર્ડિયોગ્રામ વગેરે વિગતો લખેલી હોય છે. આ વિગતો કાગળ ઉપર, ગણકયંત્રના માહિતી-સંગ્રાહકમાં અથવા અન્ય કોઈ માધ્યમ પર તૈયાર કરવામાં આવે છે.…

વધુ વાંચો >

તબીબી આચારસંહિતા

તબીબી આચારસંહિતા (medical ethics) : તબીબોએ પાળવાના વ્યાવસાયિક નીતિ-નિયમોની સૂચિ. તબીબી વ્યવસાય ઉમદા, માનભર્યો અને પવિત્ર વ્યવસાય ગણાય છે. સમાજના બધા વર્ગો સાથે તે સીધો સંકળાયેલ છે. આ વ્યવસાયનો મુખ્ય ઉદ્દેશ માનવતા કે સમાજની સેવાનો છે. તેમાં નફો કે આર્થિક વળતર એ ગૌણ બાબત છે અને તેથી સમાજમાં તબીબનું એક…

વધુ વાંચો >

તબીબી પુરાવા

તબીબી પુરાવા : બનેલી હકીકતને ન્યાયાલયમાં સાબિત કે ના-સાબિત કરવામાં ઉપયોગી તબીબી બાબત. ન્યાયાલય સમક્ષ આપવામાં આવતા તબીબી પુરાવા બે પ્રકારના હોય છે : (1) મૌખિક પુરાવા અને (2) દસ્તાવેજી પુરાવા. તબીબ તરફથી ન્યાયાલયમાં રજૂ કરવામાં આવતા દસ્તાવેજી પુરાવામાં મુખ્ય આ પ્રમાણે છે : (1) તબીબી પ્રમાણપત્ર (medical certificate), (2)…

વધુ વાંચો >

ફોરેન્સિક (ન્યાય-સહાયક) વિજ્ઞાન

ફોરેન્સિક (ન્યાય-સહાયક) વિજ્ઞાન ગુનાશોધમાં સહાય કરતું વિજ્ઞાન. ભૌતિક પદાર્થ/વસ્તુ અથવા સૈદ્ધાંતિક સમસ્યાઓના અભ્યાસમાં વિજ્ઞાનનો ઉપયોગ કરીને તેનાં પરિણામોને ન્યાયાલયમાં વૈજ્ઞાનિક પુરાવા તરીકે સ્વીકારવામાં આવે છે. બીજા અર્થમાં ન્યાયસહાયક વિજ્ઞાન એટલે ગુનાની તપાસ અને ન્યાયિક અનુશાસનમાં વૈજ્ઞાનિક રીતો અને સિદ્ધાંતોનો ઉપયોગ પણ કહી શકાય. ફોરેન્સિક શબ્દ લૅટિન પર્યાય ફરેન્સિસ ઉપરથી આવેલ…

વધુ વાંચો >

ભેળસેળ

ભેળસેળ : જાહેર સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે તેવા વિવિધ વસ્તુઓના અનિષ્ટ મિશ્રણ સાથે સંકળાયેલ ગુનો. સામાન્ય અર્થમાં (ભેળસેળ કરવી એટલે) એક વસ્તુમાં કે પદાર્થમાં બીજી વસ્તુ કે પદાર્થ મિશ્ર કરવો. નફો કરવાના આશયથી નુકસાનકારક ન હોય તેવા પદાર્થો કોઈ વસ્તુમાં ભેળવવાથી કોઈ શિક્ષાપાત્ર ગુનો થતો નથી; દા.ત., દૂધમાં પાણી…

વધુ વાંચો >