કે. કા. શાસ્ત્રી
અનૂપ
અનૂપ : પશ્ચિમ ભારતમાંના કોઈ એક વિસ્તારનો દેશવાચક શબ્દ. પાણિનિના ગણપાઠમાં જણાવ્યા પ્રમાણે ‘અનૂપ’નો નિર્દેશ ‘કચ્છ’, ‘દ્વીપ (દીવ)’ વગેરે દેશનામો સાથે થયેલો હોઈ આ વધુ સંગત જણાય છે. મહાભારત-આદિ પર્વમાં દક્ષિણ દિશામાં એને સાગર નજીક સૂચવાયો છે, જેમાં રમણીય પાંચ તીર્થ હતાં. કાર્તવીર્ય આ અનૂપદેશનો પતિ હતો એવું આરણ્યક પર્વના…
વધુ વાંચો >અન્ધ્ર
અન્ધ્ર : કૃષ્ણા અને ગોદાવરી નદીના અંતરાલ પ્રદેશમાં રહેતી પ્રાચીન પ્રજા. ઐતરેય બ્રાહ્મણમાં ‘પુંડ્ર’, ‘શબર’, ‘પુલિંદ’ અને ‘મૂતિબ’ પ્રજાઓની સાથે એનો ઉલ્લેખ છે. વિશ્વામિત્રે શુન:શેપને દત્તક લીધો તેનો એના 50 મોટેરા પુત્રોએ અસ્વીકાર કરેલો ત્યારે સમાજબહિષ્કૃત કરવામાં આવેલાંઓમાં આ ચાર જાતિઓનો સમાવેશ થયેલો. આ ઉપરથી એમ કહી શકાય કે આ…
વધુ વાંચો >અપરાંત
અપરાંત : પશ્ચિમ ભારતનો નર્મદાથી થાણે સુધીનો પ્રદેશ મત્સ્ય, બ્રહ્માંડ અને વાયુ પુરાણોમાં ‘અપરાંત’ના એક ભાગ તરીકે ઉલ્લેખાયેલ ‘આંતર નર્મદ’ પ્રદેશ. તેને માર્કંડેય પુરાણમાં ‘ઉત્તર નર્મદ’ કહ્યો છે. આથી આંતર નર્મદ ‘અનૂપ’ને સમાવી લેતો આજના ગુજરાતનો દક્ષિણનો પ્રદેશ હોઈ શકે. ‘અનૂપ’, ‘નાસિક્ય’, ‘આંતર નર્મદ’ અને ‘ભારુકચ્છ’ પ્રદેશોને પોતામાં સમાવી લેતો…
વધુ વાંચો >અવન્તિ
અવન્તિ : સોળ મહાજનપદોમાંનું એક. ‘અવન્તિ’ એ માલવ પ્રદેશની જૂની સંજ્ઞા હોવાનું પાણિનિ તેમ મહાભારત – રામાયણ – પુરાણો – ઉત્કીર્ણ લેખો વગેરેથી જાણવામાં આવ્યું છે, જેની રાજધાની ‘અવંતિ’ કિંવા ઉજ્જયિની હતી. ત્યાંના લોકો ‘આવંત્ય’ કહે છે. ‘મહાવસ્તુ’ અને ‘લલિતવિસ્તાર’(બૌદ્ધ ગ્રંથો)માં જંબૂદ્વીપનાં સોળ જનપદોમાંના એક તરીકે એનો ઉલ્લેખ થયેલો છે.…
વધુ વાંચો >અશ્વપતિ
અશ્વપતિ : પ્રાચીન કાળમાં ઉલ્લેખાયેલા આ નામના ભારતના ત્રણ રાજવી : (1) એક દાનવ, (2) મદ્ર દેશનો એક રાજા અને (3) દશરથ રાજાની ત્રીજી રાણી કૈકેયીનો પિતા કેકયરાજ. આમાંનો બીજો તે સાવિત્રીનો પિતા. સત્યવાન-સાવિત્રીનું પૌરાણિક કથાનક જાણીતું છે. કેકયદેશના રાજા અશ્વપતિ, કહેવાય છે કેમકે, તેઓ પક્ષીઓની ભાષાના જાણકાર હતા. એમણે…
વધુ વાંચો >અસુર, અસુરો
અસુર, અસુરો : અસુરનો અર્થ છે પ્રાણવાન, વીર્યવાન, પરાક્રમી, મેધાવી. દિતિના વારસો દૈત્ય અને દનુના વારસો દાનવ. નગર, દેવ, જાતિ, સંસ્કૃતિના સંદર્ભમાં વિવિધ દૃષ્ટિએ પ્રયોજાતો આ શબ્દ છે. પૂર્વકાલીન ઈરાનની સંસ્કૃતિનું નગર; આ નામના દેવો; પૂર્વકાલીન ઈરાનના અહુરમઝ્દના અનુયાયી; પૂર્વકાલીન સુમેર અને એસિરિયાના લોકો; બિહારના રાંચી જિલ્લાનાં જંગલોમાં રહેતી આદિવાસી…
વધુ વાંચો >અહિર્બુધ્ન્ય સંહિતા
અહિર્બુધ્ન્ય સંહિતા : અહિર્બુધ્ન્ય અને નારદના સંવાદરૂપે પૌરાણિક પદ્ધતિએ રજૂ થયેલી સંહિતા વૈદિક યજ્ઞયાગાદિની પરંપરામાં જ્યારે પશુહિંસાએ માઝા મૂકી દીધી ત્યારે એ સામે વૈદિક પ્રણાલીમાંથી વિકસેલા ‘પાંચરાત્ર-સંપ્રદાય’ – ‘સાત્વત સંપ્રદાય’ – ‘ભાગવતમાર્ગ’ – એવાં વૈકલ્પિક નામોએ અસ્તિત્વમાં આવી ને નારાયણની વૈદિક પરિપાટીની ઉપાસનાપદ્ધતિનો સ્વતંત્ર રીતે વિકાસ દર્શાવ્યો. આ માટે સમયના…
વધુ વાંચો >આકર
આકર : પ્રાચીન માલવ દેશ. ક્ષત્રપ રાજા રુદ્રદામાના જૂનાગઢ શૈલલેખ (ઈ. સ. 150)માં એના શાસન નીચે જે દેશો ગણાવ્યા છે તેમાં ‘આકર’ પહેલો દેશ છે. એના પછી તરત ‘આનંત્ય’ આવતો હોઈ આ ‘પૂર્વ માલવ’ હોવાનું સ્વીકારવામાં આવ્યું છે. આથી બૉમ્બે ગૅઝેટિયરમાં અવંતિને ઉજ્જયિની – અવંતિકા – અવંતીવાળો માળવાનો પશ્ચિમ ભાગ…
વધુ વાંચો >આનર્ત
આનર્ત : ઉત્તર ગુજરાતના પ્રદેશનું પ્રાચીન નામ. ક્ષત્રપરાજ રુદ્રદામાના જૂનાગઢના શૈલલેખ(ઈ.સ. 150)માં એની સત્તા નીચેના દેશોમાં ‘આનર્ત’ પણ બતાવવામાં આવ્યો છે, જે આજના મોટા-ભાગના ઉત્તર ગુજરાતના પ્રદેશ માટે સૂચિત થયો જણાય છે. આ આનર્તની નૈર્ઋત્યે સુરાષ્ટ્ર, પશ્ચિમે કચ્છ, ઉત્તરે મરુ, વાયવ્યે નિષાદ અને પૂર્વે શ્વભ્ર (સાબરકાંઠો) આવ્યા છે એમ કહી…
વધુ વાંચો >