કાયદાશાસ્ત્ર
અદાલત
અદાલત : રાજ્ય દ્વારા ન્યાયનો અમલ કરવા માટેનું મુકરર સ્થાન. અદાલત શબ્દનો ન્યાયાધીશ એવો પણ અર્થ કરવામાં આવે છે. જુદા જુદા અધિનિયમોમાં ‘અદાલત’ શબ્દની વ્યાખ્યા આપવામાં આવેલી છે. ન્યાયપંચો અદાલતો નથી તેમજ લવાદો અને સંસ્થાઓની કમિટીઓ પણ અદાલત નથી; બહોળા અર્થમાં અદાલત એટલે દીવાની તેમજ ફોજદારી ન્યાયિક કાર્યવાહી સ્વીકારી તેને…
વધુ વાંચો >અદાલતના અનાદરનો કાયદો
અદાલતના અનાદરનો કાયદો : ભારતના બંધારણ મુજબ સુપ્રીમ કૉર્ટ અને દરેક હાઈકૉર્ટને પોતાના અનાદર માટે સજા કરવાની સત્તા અંગેનો કાયદો. દરેકનો વિના અવરોધે ન્યાય મળે અને ન્યાયના કામમાં કૉર્ટની સત્તા પ્રત્યે કોઈ પણ પ્રકારે હસ્તક્ષેપ થાય નહિ તે માટે આવી સત્તા જનહિતાર્થે જરૂરી ગણાઈ છે. ભારતનું ન્યાયતંત્ર બ્રિટિશ ન્યાયપ્રણાલિકા ઉપર…
વધુ વાંચો >અધિક નફાવેરો
અધિક નફાવેરો (excess profit-tax) : યુદ્ધ કે રાષ્ટ્રીય કટોકટી દરમિયાન ભાવવૃદ્ધિને લીધે પેઢીઓને પ્રાપ્ત થતા અધિક નફા પર ખૂબ ઊંચા દરે લાગુ પાડવામાં આવતો વેરો. યુદ્ધ અગાઉના પ્રમાણભૂત સમયગાળામાં સાધારણ નફો અને યુદ્ધકાલીન પરિસ્થિતિમાં મળતો નફો એ બંનેનો તફાવત અધિક નફો ગણાય છે. અધિક નફાવેરાની તરફેણમાં મુખ્ય દલીલો ત્રણ છે…
વધુ વાંચો >અપકૃત્યનો કાયદો
અપકૃત્યનો કાયદો વ્યક્તિ કે મિલકતને નુકસાન કરતાં કૃત્યો પરત્વે ઘડવામાં આવેલો કાયદો. ભારતમાં સ્વાતંત્ર્યપ્રાપ્તિ પહેલાં વ્યક્તિની પોતાના હક વિશે ઓછી સભાનતા હતી, તે સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ઘણી વધી હતી. ઉદ્યોગીકરણ, ઝડપી વાહન-વ્યવહાર, સંદેશાની આપ-લેનાં ઝડપી સાધનો, સામાજિક તથા આર્થિક ઉન્નતિ માટેના સમાજકલ્યાણના કાયદાઓ અને શિક્ષણના પ્રસારણને પરિણામે આ જાગૃતિનું પ્રમાણ વધતું…
વધુ વાંચો >અપરાધ
અપરાધ : જુઓ, ભારતીય દંડસંહિતા અથવા ફોજદારી કાયદો
વધુ વાંચો >અપરાધવિજ્ઞાન
અપરાધવિજ્ઞાન ગુનાઓનું વૈજ્ઞાનિક વિશ્લેષણ, ગુનાઓ પર અંકુશ, ગુનેગારોને ફરમાવવામાં આવતી સજાઓનું સ્વરૂપ વગેરે બાબતોનો અભ્યાસ કરતું શાસ્ત્ર. અપરાધ એટલે કોઈ પણ સમુદાયે જે તે સ્થળે અને સમયે વિધિવત્ અપનાવેલ અને અમલમાં મૂકેલ કાયદાનું ઉલ્લંઘન. માત્ર સામાજિક અને સાંસ્કારિક મૂલ્યોના સંદર્ભમાં વ્યક્તિના અપેક્ષિત વર્તનને કાયદાનું નામ આપી શકાય નહિ. એ અપરાધની…
વધુ વાંચો >અપીલ
અપીલ : ઉપલી અદાલત દ્વારા નીચલી અદાલતના ન્યાયનિર્ણયની ન્યાયિક ફેરવિચારણા. નીચલી અદાલતના ન્યાયનિર્ણયથી અસંતુષ્ટ પક્ષકાર ઉપલી અદાલત સમક્ષ તે અંગેનાં પોતાનાં કારણો જણાવી જે ન્યાયિક કાર્યવાહી કરવા માટેની દાદ માગતી અરજી દાખલ કરે તેને અપીલ કહેવામાં આવે છે. દીવાની અદાલતના હુકમ કે હુકમનામા સામેની અપીલ અંગેના પ્રબંધો સિવિલ પ્રોસીજર કોડ,…
વધુ વાંચો >અભિકરણ
અભિકરણ (agency) : કરાર આદિ વ્યવસ્થામાં એક પક્ષરૂપ વ્યક્તિના અધિકૃત પ્રતિનિધિ તરીકે થતો બીજી વ્યક્તિ સાથેનો વર્તાવ કે વ્યવહાર. સામાન્ય રીતે બે વ્યક્તિઓ કરાર કરે તો તે વ્યક્તિઓ જાતે જ વ્યવહાર કરે છે. પરંતુ દરેક વ્યક્તિએ પોતાનો બધો જ વ્યવહાર જાતે જ કરવો જોઈએ તે જરૂરી નથી તેમ શક્ય પણ…
વધુ વાંચો >અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ટરનૅશનલ લૉ
અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ટરનૅશનલ લૉ (1923) : આંતરરાષ્ટ્રીય કાનૂનવિષયક સંસ્થા. અમેરિકાના પાટનગર વૉશિંગ્ટનમાં આવેલી આ સંસ્થાનું મુખ્ય કાર્ય આંતરરાષ્ટ્રીય કાનૂન વિશે ચર્ચાઓ કરવાનું તથા તેનાં વિવિધ પાસાંઓ વિશે વિદ્વાનો પાસે લેખો લખાવી પ્રગટ કરવાનું રહ્યું છે. આ સંસ્થા તરફથી ‘અમેરિકન જર્નલ ઑવ્ ઇન્ટરનૅશનલ લૉ’ નામનું સામયિક પ્રગટ થાય છે. દેવવ્રત …
વધુ વાંચો >