કાનજીભાઈ પટેલ

કુમ્માપુત્તચરિય

કુમ્માપુત્તચરિય (કુર્માપુત્રચરિત્ર) (ઈ. સ. 1613) : જિનમાણિક્ય અથવા તેમના શિષ્ય અનંતહંસકૃત 198 પ્રાકૃત પદ્યોમાં પૂરું થતું એક સુંદર લઘુ કથાકાવ્ય. તેની રચના ઉત્તર ગુજરાતમાં થઈ હતી. કવિએ પોતાના ગુરુનું નામ હેમતિલક આપ્યું છે. તપાગચ્છ પટ્ટાવલી પ્રમાણે સોળમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયા. ‘કુમ્માપુત્તચરિય’ની રચના ઈ. સ. 1613માં ઉત્તર ગુજરાતમાં થઈ હતી.…

વધુ વાંચો >

જંબુદ્વીપ (જૈન-પરંપરા અનુસાર)

જંબુદ્વીપ (જૈન-પરંપરા અનુસાર) : જૈન, બૌદ્ધ અને હિંદુ-પરંપરા પ્રમાણે જંબુદ્વીપ પૌરાણિક દ્વીપ છે. તે મેરુ પર્વતની દક્ષિણે આવેલો માનવામાં આવે છે. બૌદ્ધ-પરંપરા પ્રમાણે ચાર મહાદ્વીપોમાંનો તે એક છે. ખૂબ જ વિશાળ અને ભવ્ય એવા જંબુ અથવા નાગવૃક્ષ પરથી આવું નામ પડ્યું છે. બૌદ્ધ-પરંપરા તો એમ પણ માને છે કે બુદ્ધ…

વધુ વાંચો >

જિનદત્તાખ્યાન (जिणदत्तक्खाण)

જિનદત્તાખ્યાન (जिणदत्तक्खाण) : 1953માં સિંઘી જૈન ગ્રંથમાળામાં પ્રકાશિત થયેલી વિશિષ્ટ પ્રાકૃત રચના. તેના કર્તા સુમતિસૂરિ પાડિચ્છયગચ્છીય આચાર્ય સર્વદેવસૂરિના શિષ્ય હતા. ગ્રંથનો સમય નિશ્ચિત નથી. એક પ્રાચીન પ્રતમાં તે અણહિલવાડ પાટણમાં સં. 1246માં લખાઈ હોવાનો ઉલ્લેખ મળે છે. એટલે આની રચના તે પહેલાં થઈ હોવી જોઈએ. તેમાં જિનદત્તનાં બે આખ્યાનો છે.…

વધુ વાંચો >

પાલિ સાહિત્ય

પાલિ સાહિત્ય : બૌદ્ધ ધર્મવિષયક પાલિ ભાષામાં લખાયેલું સાહિત્ય. વિદ્વાનોએ ‘પાલિ’ શબ્દનો સંબંધ પંક્તિ, પરિયાય, પલ્લિ, પાટલિપુત્ર વગેરે સાથે બતાવ્યો છે; પણ તેની ખરી વ્યુત્પત્તિ, જેમાં બુદ્ધ-વચનો-વાણી સુરક્ષિત રહી છે તે પાલિ (पाति रक्खतीति बुद्धवचनं इति पालि ।) એવી છે. પાલિ ભાષા મૂલત: કયા પ્રદેશની હશે એ બાબતે વિદ્વાનોમાં ઠીક…

વધુ વાંચો >

પ્રાકૃતકથાસંગ્રહ (14મી સદી)

પ્રાકૃતકથાસંગ્રહ (14મી સદી) : પ્રાકૃત કથાઓનો સંગ્રહ. પદ્મચંદ્રસૂરિના અજ્ઞાત શિષ્યે ‘વિક્કમસેણચરિય’ નામના પ્રાકૃત કથાગ્રંથની રચના કરી હતી. આની 14 કથાઓમાંથી 12 કથાઓ ‘પ્રાકૃતકથાસંગ્રહ’માં આપવામાં આવી છે. ગ્રંથકર્તાની અને સમયની બાબતમાં આનાથી વધારે કોઈ બીજી માહિતી  મળતી નથી. ‘પ્રાકૃતકથાસંગ્રહ’ની એક પ્રત સંવત 1398(ઈ. સ. 1342)માં લખાઈ હતી, જેનાથી અનુમાન થઈ શકે…

વધુ વાંચો >

પ્રાકૃત વ્યાકરણો

પ્રાકૃત વ્યાકરણો : પ્રાકૃત ભાષા વિશે લખાયેલા વ્યાકરણ-ગ્રંથો. પ્રાકૃત ભાષાના વ્યાકરણને વ્યવસ્થિત રૂપ બહુ પાછળથી મળ્યું છે. પાણિનિ, કાત્યાયન અને પતંજલિ જેવા વૈયાકરણો પ્રાકૃતમાં થયા નથી. પ્રાકૃત વૈયાકરણોની બે પરંપરાઓ રહી છે : પૂર્વી અને પશ્ચિમી. પ્રાકૃતપ્રકાશ : પશ્ચિમી પ્રાકૃત વ્યાકરણોમાં વરરુચિ(ઈ. સ. છઠ્ઠી શતાબ્દી)નું ‘પ્રાકૃતપ્રકાશ’ સૌથી પ્રાચીન, વ્યવસ્થિત અને…

વધુ વાંચો >

મહીપાલકથા

મહીપાલકથા : 1,800 પ્રાકૃત ગાથાઓમાં સંભવત: ઈ.સ.ની બારમી સદીમાં લખાયેલી ચંદ્રગચ્છના મુનિચંદ્રસૂરિના શિષ્ય વીરદેવગણિની રચના. શ્રી હીરાલાલ દ્વારા સંશોધિત આ ગ્રંથ સં. 1998માં અમદાવાદથી પ્રકાશિત થયો છે. બૃહત્ તપાગચ્છના ચારિત્રસુંદરગણિકૃત મહીપાલચરિત્ર આનું સંસ્કૃત રૂપાંતર છે. તેનો રચનાસમય ઈ.સ.ની પંદરમી સદીનો મધ્યભાગ હોવાનો સંભવ છે. આ કથામાં નવકારમંત્રનો પ્રભાવ, ચંડીપૂજા, શાસનદેવની…

વધુ વાંચો >

મોદી, મધુસૂદન ચીમનલાલ

મોદી, મધુસૂદન ચીમનલાલ (જ. 20 નવેમ્બર 1904, ઠાસરા, જિ. ખેડા; અ. 23 માર્ચ 1974, બીલીમોરા) : સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને પ્રાચીન ગુજરાતી ભાષાના મર્મજ્ઞ વિદ્વાન તેમજ તુલનાત્મક વિવેચનાની શાસ્ત્રીય પદ્ધતિપૂર્વકની ગ્રંથસંપાદનની કલાના અભ્યાસી. 1922માં મૅટ્રિકની પરીક્ષા પસાર કર્યા પછી થોડો સમય વડોદરામાં અને પછી પુણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવી…

વધુ વાંચો >

મોદી, રામલાલ ચૂનીલાલ

મોદી, રામલાલ ચૂનીલાલ (જ. 27 જુલાઈ 1890, પાટણ; અ. 14 જુલાઈ 1949, રાજકોટ) : ગુજરાતના ઇતિહાસ અને મધ્યકાલીન સાહિત્યના વિચક્ષણ સંશોધક અને સમીક્ષક. તેમનો જન્મ દશા વાયડા વણિક કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ ચૂનીલાલ નરભેરામ અને માતાનું નામ જડાવ હતું. ગુજરાતમાં પરમ વૈષ્ણવ તરીકે જાણીતા થયેલા કેશવલાલ ઈશ્વરદાસ તેમના…

વધુ વાંચો >

રયણસેહરીકહા (રત્નશેખરીકથા)

રયણસેહરીકહા (રત્નશેખરીકથા) : પ્રાકૃત ગદ્યપદ્યમય કથા. જયચંદ્રસૂરિના શિષ્ય જિનહર્ષગણિ તેના કર્તા. તેમણે ‘વસુપાલચરિત્ર’, ‘સમ્યક્ત્વકૌમુદી’ અને ‘વિંશતિસ્થાનકચરિત્ર’ પણ લખ્યાં છે. પંદરમી સદીના અંતમાં થયેલા આ લેખક સંસ્કૃત અને પ્રાકૃતના પંડિત હતા. ચિતોડમાં લખાયેલી ‘રયણસેહરીકહા’ની પાટણ ભંડારની પ્રતિલિપિ સં. 1512માં થયેલી છે. એટલે તેની રચના તે પહેલાં થયેલી હોવી જોઈએ. આત્માનંદ જૈન…

વધુ વાંચો >