કંચનભાઈ ચં. પરીખ

ગુજરાત યુનિવર્સિટી

ગુજરાત યુનિવર્સિટી : ગુજરાત રાજ્યમાં સ્થપાયેલ પશ્ચિમ ભારતની એક મોટામાં મોટી યુનિવર્સિટી. સ્થાપના : 1949. જૂના મુંબઈ પ્રાંતે પસાર કરેલ ‘ધ ગુજરાત યુનિવર્સિટી ઍક્ટ, 1949’ અન્વયે તેનું નિર્માણ થયું. ગુજરાત યુનિવર્સિટીના કૅમ્પસનો કુલ વિસ્તાર 250 એકર છે. ગુજરાત યુનિવર્સિટી ઍક્ટ (1949) દ્વારા ‘શિક્ષણ તેમજ જોડાણ આપતી’ (teaching and affiliating) યુનિવર્સિટી…

વધુ વાંચો >

જાપાની સાહિત્ય

જાપાની સાહિત્ય : પૂર્વભૂમિકા : જાપાનના સાહિત્યના ખેડાણનો પ્રારંભ ઈસુની સાતમી સદીમાં થયેલો જણાય છે. તે પહેલાં જાપાની ભાષાનું પોતીકું સાહિત્ય લિખિત સ્વરૂપમાં મળતું નથી. વસ્તુત: પાડોશના મોટા દેશ ચીનના સાંસ્કૃતિક પ્રભાવને કારણે, જાપાનમાં પ્રાચીન યુગમાં મુખ્યત્વે શાહી દરબાર અને અમીર-ઉમરાવો તથા ભદ્ર વર્ગના થોડાક લોકો પૂરતું ચીની સાહિત્ય પ્રચલિત…

વધુ વાંચો >

દિવેટિયા, હરસિદ્ધભાઈ વજુભાઈ (સર)

દિવેટિયા, હરસિદ્ધભાઈ વજુભાઈ (સર) (જ. 17 ફેબ્રુઆરી 1886, વડોદરા; અ. 3 ઑગસ્ટ 1968, મુંબઈ) : ગુજરાત યુનિવર્સિટીના આદ્ય કુલપતિ અને સૌરાષ્ટ્ર તથા મુંબઈની વડી અદાલતના ન્યાયમૂર્તિ. તેમણે મુંબઈની ઔદ્યોગિક અદાલતના પ્રથમ અધ્યક્ષ, ગુજરાતી સાહિત્ય પરિષદના નવસારી અધિવેશનના પ્રમુખ, ભારતીય વિદ્યાભવન(મુંબઈ)ના આદ્ય ઉપાધ્યક્ષ – એમ અનેક હોદ્દા શોભાવ્યા હતા. અમદાવાદના વડનગરા…

વધુ વાંચો >