એરચ. મા. બલસારા
આર્મસ્ટ્રૉંગ,એડવિન હાવર્ડ
આર્મસ્ટ્રૉંગ, એડવિન હાવર્ડ (જ. 18ડિસે.1890, ન્યૂયૉર્ક સિટી : અ. 11 ફેબ્રુ. 1954 ન્યૂયૉર્ક સિટી) : અમેરિકન વિદ્યુત ઇજનેર અને વિદ્યુતચુંબકીય તરંગોની આવૃત્તિ સમાવર્તન/અધિમિશ્રણ (Frequency Modulation-FM) પદ્ધતિના મૂળ શોધક. પિતા પ્રકાશક અને માતા શિક્ષિકા હતાં. આર્મસ્ટ્રૉંગને નાનપણથી યાંત્રિક રમકડાં અને સાધનોનો શોખ. ઍટલાન્ટિક મહાસાગરની પાર બિનતારી (wireless) સંદેશા મોકલવાના માર્કોનીના પરાક્રમથી…
વધુ વાંચો >કૅનન ઍની જમ્પ
કૅનન, ઍની જમ્પ (જ. 11 ડિસેમ્બર 1863, ડોવર, ડેલાવર, અમેરિકા; અ. 13 એપ્રિલ 1941, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ) : તારકીય વર્ણપટ(stellar spectra)ના વર્ગીકરણમાં વિશેષજ્ઞતા (specialisation) પ્રાપ્ત કરનાર અમેરિકી મહિલા ખગોળજ્ઞ (astronomer). વેલસ્લી કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ, 1896માં હાર્વર્ડની વેધશાળામાં મદદનીશ તરીકે જોડાઈ, મરણ પર્યંત ત્યાં જ સેવાઓ આપી. તારાઓના વર્ણપટનું ફક્ત એકલ…
વધુ વાંચો >કૅવિટેશન
કૅવિટેશન : વેગ અને દબાણના ફેરફારને કારણે વહેતા પ્રવાહીમાં ઉત્પન્ન થતા પરપોટા કે ખાલી જગ્યા. આ ઘટનામાં સ્થાનિક બાષ્પીભવન થવાથી વાયુમુક્તિને કારણે, વહેણમાં ઉદભવતી ખાલી જગ્યાઓ (voids) બાષ્પ કે વાયુ વડે ભરાઈ જતી હોય છે. કેટલીક વાર ‘કૅવિટેશન’ શબ્દ, કૅવિટેશનને કારણે કૅવિટેશન પ્રવાહની આસપાસ રહેલી ઘન દીવાલમાં થતું ખવાણ (erosion)…
વધુ વાંચો >કૉકક્રૉફ્ટ – જૉન ડગ્લાસ સર
કૉકક્રૉફ્ટ, જૉન ડગ્લાસ સર (જ. 27 મે 1897, ટોડમોર્ડન, યોર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 18 સપ્ટેમ્બર 1967, કેમ્બ્રિજ, કેમ્બ્રિજશાયર, ઇંગ્લૅન્ડ) : વિજ્ઞાની અર્નેસ્ટ વૉલ્ટનના સહયોગમાં પારમાણ્વિક કણ પ્રવેગકો (atomic particle accelerators) ઉપર સંશોધનકાર્ય કરનાર અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી. આ શોધ માટે આ બંને વિજ્ઞાનીઓને ભૌતિકશાસ્ત્ર માટેનું નોબેલ પારિતોષિક 1951માં એનાયત કરવામાં આવ્યું હતું. કેમ્બ્રિજ…
વધુ વાંચો >કોણીય વેગ
કોણીય વેગ (angular velocity) : વર્તુળ પથમાં ગતિ કરતા કણ કે પદાર્થે એક સેકન્ડમાં રેડિયન માપમાં આંતરેલો ખૂણો. તેની સંજ્ઞા ગ્રીક મૂળાક્ષર ઓમેગા (ω) છે અને તેને રેડિયન/સેકન્ડમાં દર્શાવવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે O કેન્દ્ર અને r ત્રિજ્યાના વર્તુળાકાર પથ ઉપર એકધારા (uniform) કોણીય વેગ wથી ગતિ કરતા કણ…
વધુ વાંચો >કૉમ્પ્ટન અસર વ્યસ્ત
કૉમ્પ્ટન અસર, વ્યસ્ત (inverse Compton effect) : કૉમ્પ્ટન અસર કરતાં સાવ વિરુદ્ધ પ્રકારની અસર. શક્તિશાળી ઇલેક્ટ્રૉન, અલ્પ ઊર્જા ધરાવતા ફોટોન સાથે સ્થિતિસ્થાપક સંઘાત (elastic collision) અનુભવતાં, ઇલેક્ટ્રૉન ઊર્જા ગુમાવે અને ફોટોન ઊર્જા મેળવે તેવી ઘટના. [કૉમ્પ્ટન અસરમાં શક્તિશાળી ફોટોન અને ઇલેક્ટ્રૉન વચ્ચે સ્થિતિસ્થાપક સંઘાતને લઈને, ફોટોન ઊર્જા ગુમાવતું હોય છે…
વધુ વાંચો >કૉમ્પ્ટન આર્થર હૉલી
કૉમ્પ્ટન, આર્થર હૉલી (જ. 10 સપ્ટેમ્બર 1892, વુસ્ટર, ઓહાયો; અ. 15 માર્ચ 1962, બર્કલી) : અમેરિકન પ્રાયોગિક ભૌતિકશાસ્ત્રી (experimental physicist), જેમને ‘કૉમ્પ્ટન અસર’(Compton effect)ની શોધ માટે ભૌતિકશાસ્ત્રનું 1927નું નોબેલ પારિતોષિક મળ્યું હતું. પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી 1916માં પીએચ.ડી. થયા. પછી મિનેસોટા યુનિવર્સિટી, વેસ્ટિંગ હાઉસ યુનિવર્સિટી તથા કેમ્બ્રિજ યુનિવર્સિટીની કૅવેન્ડિશ લૅબોરેટરીમાં શિક્ષક તેમજ…
વધુ વાંચો >કૉરપેન વ્લાદિમિર પેતર
કૉરપેન, વ્લાદિમિર પેતર (જ. 25 સપ્ટેમ્બર 1846, લેનિનગ્રાડ, રશિયા; અ. 22 જૂન 1940, ગ્રાઝ, ઓસ્ટ્રિયા) : વિશ્વ આબોહવા વિસ્તારોના વર્ગીકરણ તેમજ તેના નકશાઓ માટે પ્રસિદ્ધિ પામેલ, જર્મન આબોહવાશાસ્ત્રી (climatologist) તથા વાયુશાસ્ત્રી (meteorologist). ક્રીમિયાના એક નવયુવાન વિદ્યાર્થી તરીકે કૉરપેનને, વનસ્પતિ ઉપર આબોહવાની અસરોમાં રસ પડવા લાગ્યો હતો. 1875થી 1919 સુધી હૅમ્બર્ગની…
વધુ વાંચો >ક્લાઉઝિયસ, રૂડૉલ્ફ જુલિયસ ઇમૅન્યુઅલ
ક્લાઉઝિયસ, રૂડૉલ્ફ જુલિયસ ઇમૅન્યુઅલ (જ. 2 જાન્યુઆરી 1822, પોલેન્ડ; અ. 24 ઑગસ્ટ 1888, બોન, જર્મની) : ઉષ્માગતિશાસ્ત્ર(thermo-dynamics)ના સર્જક તરીકે ખ્યાતિ મેળવનાર ભૌતિકશાસ્ત્રી. હૉલ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવીને, 1850માં ઉષ્માના સિદ્ધાંત ઉપર એક વિસ્તૃત સંશોધનલેખ પ્રસિદ્ધ કર્યો, તેમાં તત્કાલીન બહોળી સ્વીકૃતિ પામેલ ઉષ્માના કૅલરિક સિદ્ધાંત (caloric theory of heat) અનુસાર વિશ્વમાં…
વધુ વાંચો >ક્લિત્ઝિંગ, ક્લાઉસ વૉન
ક્લિત્ઝિંગ, ક્લાઉસ વૉન (જ. 28 જૂન 1943, શ્રોડા, પોલૅન્ડ) : ક્વૉન્ટિત હૉલ ઘટનાના શોધક અને 1985માં નોબેલ પુરસ્કાર મેળવનારા જર્મન ભૌતિકશાસ્ત્રી. તેમણે ઘન અવસ્થા ભૌતિકશાસ્ત્ર(solid state physics)માં મહત્ત્વનું સંશોધન કર્યું છે. બ્રુન્સવિકની ટૅકનિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ 1980માં મ્યૂનિકની ટૅક્નિકલ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોડાયા. પુરસ્કાર મળ્યો ત્યારે તેઓ પશ્ચિમ જર્મનીમાં…
વધુ વાંચો >