ઊર્મિ અજય લાખિયા

અગાર (અગર-અગર, agar  agar)

અગાર (અગર-અગર, agar – agar) : કુદરતમાં મળતું એક કાર્બોહાઇડ્રેટ વ્યુત્પન્ન (derivative) [D-ગેલૅક્ટોઝ β–(1 → 4), 3–6–એન્હાઇડ્રો–L–ગેલૅક્ટોઝ α–(1 → 3), + સલ્ફેટ ઍસિડ એસ્ટર સમૂહો]. તે આર્થિક રીતે અગત્યનાં ત્રણ પૉલિસૅકેરાઇડ પૈકીનું એક છે. અન્ય બે એલ્જિનેટ (alginate) અને કેરાજીનન (carrageenan) છે. જાપાન, રશિયા, અમેરિકા, ન્યૂઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયામાં સમુદ્રનાં છીછરાં…

વધુ વાંચો >

ઇમવિક કસોટી

ઇમવિક કસોટી (Imvic Test) : દંડાકાર (કૉલિફૉર્મ) બૅક્ટેરિયાને ઓળખી કાઢવા નિશ્ચિત કરવામાં આવેલી I (Indol), M (Methyl red), V (Vages proskauer) અને C (Citrate) કસોટીઓનો સમૂહ. ઉચ્ચારની સરળતાની ર્દષ્ટિએ ‘V’ અને ‘C’ વચ્ચે ‘I’ વર્ણાક્ષરને ઉમેરી આ સમૂહની કસોટીઓને IMVIC નામ આપવામાં આવ્યું છે. ટ્રિપ્ટોફૅનમાં આવેલા ઇંડોલ સમૂહને અલગ કરનાર…

વધુ વાંચો >

ઑટોક્લેવ

ઑટોક્લેવ (autoclave) : પ્રયોગશાળામાં અથવા હૉસ્પિટલો જેવી સંસ્થાઓમાં ઉપકરણો, માધ્યમો કે દવાઓને જંતુરહિત (sterilize) કરવા માટે ઉપયોગમાં લેવાતું પાત્ર. દર 6.25 ચોસેમી.એ, 7 કિલોગ્રામના દબાણે, 121.60 સે. તાપમાનવાળી વરાળથી તે 15-20 મિનિટમાં વસ્તુઓને જંતુરહિત બનાવે છે. ઊંચા દબાણ અને તાપમાનને સહન કરી શકે તે માટે, ઑટોક્લેવ બનાવવામાં સ્ટેનલેસ સ્ટીલ ધાતુનો…

વધુ વાંચો >

કૉલિફૉર્મ

કૉલિફૉર્મ : માણસ અને બીજાં પ્રાણીઓનાં આંતરડાંમાં રહેનાર ઇસ્ચેરિચિયા કૉલી બૅક્ટેરિયા અથવા તેના જુદા જુદા પ્રકાર. મનુષ્યના આંતરડાંમાં રહેતું કૉલિફૉર્મ બૅક્ટેરિયા ખોરાકમાંથી વિટામિન-બીને અલગ કરે છે. તે કોલિસિન નામનું પ્રોટીન પણ ઉત્પન્ન કરે છે જે પાચનતંત્રમાં વસતા અન્ય બૅક્ટેરિયાનો નાશ કરે છે. કૉલિફૉર્મ બૅક્ટેરિયા આંતરડાંની દીવાલ પર ચોંટેલા હોવાથી અન્ય…

વધુ વાંચો >