ઉ. જ. સાંડેસરા

અકાલ તખ્ત

અકાલ તખ્ત : છઠ્ઠા ગુરુ હરગોવિંદે અમૃતસરમાં હરિમંદિર-(સુવર્ણમંદિર)ની સામે ઈ. સ. 1609માં બંધાવેલું તખ્ત. અકાલ તખ્ત એટલે કાળરહિત પરમાત્માનું સિંહાસન. મૂળ નામ અકાલ બુંગા. બુંગા એટલે રહેઠાણ. તખ્તમાંના આસનની ઊંચાઈ મુઘલ બાદશાહ કોઈ પણ શાસકને જેટલું ઊંચું આસન રાખવાની પરવાનગી આપતા તેના કરતાં ત્રણ ગણી વધારે, અને દિલ્હીના લાલ કિલ્લામાંના…

વધુ વાંચો >

અકાલી

અકાલી : જેને કાળરહિત પરમાત્મા સાથે સંબંધ છે અથવા જે કાળરહિત પરમાત્માનો ઉપાસક છે તે. શીખ ધર્મમાં આ શબ્દ ખાસ કરીને ‘નિહંગ’ શીખો માટે વપરાય છે. ફારસીમાં નિહંગ શબ્દનો અર્થ થાય છે મગરમચ્છ. એનું તાત્પર્ય છે અત્યંત નિર્ભય વ્યક્તિ. સંસ્કૃત નિ:સંગનો અર્થ છે સંગરહિત, આસક્તિરહિત, વિરક્ત. આ ફિરકો મરજીવા શીખ…

વધુ વાંચો >

અભિમન્યુ

અભિમન્યુ : પાંડવ અર્જુન અને સુભદ્રાનો પુત્ર, શ્રીકૃષ્ણ-બલરામનો ભાણેજ અને સોમપુત્ર સુવર્ચા કે વર્ચાનો અવતાર. અમુક માન્યતા અનુસાર એ કોઈ અસુર કે દાનવનો અવતાર નહોતો. એ ‘દીર્ઘબાહુ, મહાબળવાન, સુંવાળા અને વાંકડિયા કેશવાળો, વૃષભ જેવી આંખોવાળો, નૂતન શાલવૃક્ષ જેવો ઊંચો, મદઝરતા માતંગ જેવો પરાક્રમી, શત્રુદમન કરનાર નરશ્રેષ્ઠ’ હતો. અર્જુનનો એ પુરુષશ્રેષ્ઠ…

વધુ વાંચો >

અમરદાસ ગુરુ

અમરદાસ ગુરુ (જ. 23 મે 1479, બાસરકા, અમૃતસર, પંજાબ; અ. 16 સપ્ટેમ્બર 1574, ગોઈંદવાલ સાહિબ, પંજાબ) : શીખધર્મના ત્રીજા ગુરુ. વતન બાસરકા ગામ. તેમણે નાનકના ધર્મસંદેશને વ્યવસ્થિત પંથનું રૂપ આપ્યું હતું. તેમણે ધર્મપ્રચાર માટે 22 મંજી (આસન) અને 52 સ્ત્રીઓ સહિત 146 મસંદ (ધર્મપ્રચારક) નીમ્યા હતા; પડદા અને સતીની પ્રથાનો…

વધુ વાંચો >

અમૃતસર (શહેર)

અમૃતસર (શહેર) : પંજાબ રાજ્યનું મોટામાં મોટું શહેર, જિલ્લામથક તથા તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 310 40´ ઉ. અ. અને 740 53´ પૂ. રે. તે પાકિસ્તાન સરહદથી માત્ર 50 કિમી. દૂર લાહોર-દિલ્હી મુખ્ય માર્ગ પર આવેલું છે. આ શહેરની સ્થાપના શીખ ધર્મના ચોથા ગુરુ રામદાસે, તેમનાં ધર્મપત્ની બીબી ભાનીને અકબરે ભેટ…

વધુ વાંચો >

અરુંધતી

અરુંધતી : વસિષ્ઠ ઋષિનાં પત્ની. એમનું બીજું નામ અક્ષમાલા. સ્વયં અરુંધતીએ પોતાના નામની વ્યુત્પત્તિ આપી છે : ‘‘હું અરુ અર્થાત્ પર્વત, પૃથ્વી અને દ્યુલોકને ધારણ કરું છું; મારા સ્વામીની સમીપ રહું છું અને તેમના મનને ‘અનુરુંધતી’ એટલે અનુસરું છું. માટે મારું નામ અરુંધતી છે.’’ અરુંધતી અત્યંત ઉગ્ર તપશ્ર્ચર્યા કરનારી અને…

વધુ વાંચો >

અર્જુન (1)

અર્જુન (1) : કુન્તીએ દુર્વાસાના ઇન્દ્રમંત્ર દ્વારા પ્રાપ્ત કરેલ ક્ષેત્રજ પુત્ર. હિમાલયના શતશૃંગ પર્વત ઉપર જન્મ. શ્રીકૃષ્ણના પ્રાણપ્રિય સખા અને શિષ્ય. નર ઋષિના અવતાર. વિદ્યાર્જનમાં અત્યંત એકાગ્ર, દક્ષ, ખંતીલા અને તેજસ્વી. જ્યાંથી મળે ત્યાંથી જ્ઞાન પ્રાપ્ત કરવા સદા ઉદ્યુક્ત. દ્રોણાચાર્યના શિષ્યોમાં સર્વોત્તમ. અર્જુનનો પરાભવ ન થાય તેથી દ્રોણે છળથી એકલવ્યનો…

વધુ વાંચો >

અર્જુનદેવ (ગુરુ)

અર્જુનદેવ (ગુરુ) (જ. 15 એપ્રિલ 1563, ગોઇંદવાલ, જિ. અમૃતસર; અ. 30 મે 1606, લાહોર) : શીખોના પાંચમા ગુરુ, કવિ, વિદ્વાન તથા તેમના પવિત્ર ગ્રંથ ‘ગુરુ ગ્રંથસાહેબ’ અર્થાત્ ‘આદિગ્રંથ’ના સંકલનકર્તા. ગુરુ રામદાસના નાના પુત્ર. અમૃતસરના સુવર્ણમંદિરનું મુખ્ય દેવસ્થાન હરિમંદિર તેમણે 1589માં બંધાવ્યું અને તેના પાયાની ઈંટ મુસ્લિમ સૂફી સંત મિયાં મીરના…

વધુ વાંચો >

અશ્વત્થામા (1)

અશ્વત્થામા (1) : પૌરાણિક પાત્ર. ઋષિ દ્રોણાચાર્ય અને ગૌતમીનો એકનો એક પુત્ર. વિશ્વના સાત ચિરંજીવી પૈકી એક. જન્મતાવેંત એ ઉચ્ચૈ:શ્રવા અશ્વની જેમ જોરથી હણહણ્યો તેથી આકાશવાણીએ એનું નામ પાડ્યું અશ્વત્થામા. મહાદેવ, અંતક, કામ અને ક્રોધના એકઠા અંશથી એનો જન્મ થયેલો મનાય છે. દ્રોણાચાર્યે એને કૌરવ-પાંડવોની સાથે શસ્ત્રવિદ્યા શિખવાડી. એ દ્રૌપદીસ્વયંવરમાં…

વધુ વાંચો >

અંગદ ગુરુ

અંગદ ગુરુ (જ. 31 માર્ચ 1504, શ્રીમુક્તસર સાહિબ, પંજાબ; અ. 29 માર્ચ 1552, અમૃતસર, પંજાબ) : ગુરુ નાનકના શિષ્ય. મૂળ નામ લહણા. શીખ ધર્મના બીજા ગુરુ. ખડૂર ગામ વતન. એમણે ગુરુમુખી લિપિ પ્રચલિત કરી; ગુરુ નાનકનું ચરિત્ર લખાવ્યું; ‘ગુરુ કા લંગર’ની (વિના મૂલ્યે જમાડવાની) પ્રથા વ્યવસ્થિત કરી. શિષ્યોમાં મરદાની રમતોનો…

વધુ વાંચો >