ઈન્દિરા ગોસ્વામી

અસમિયા ભાષા અને સાહિત્ય

અસમિયા ભાષા અને સાહિત્ય અસમિયા ભાષા : ઇન્ડો-આર્યન ભાષાસમૂહની એક ભાષા અને તેનું સાહિત્ય. ભારતના આસામ રાજ્યના બ્રહ્મપુત્રના ખીણપ્રદેશમાં તે બોલાય છે, અને માગધી અપભ્રંશમાંથી એ ઉત્પન્ન થઈ છે. અસમિયા ભાષાની બે શાખાઓ છે : પૂર્વ અસમિયા અને પશ્ચિમ અસમિયા. પૂર્વ અસમિયા ભાષા સદિયાથી ગુવાહાટી (ગૌહત્તી) સુધી લગભગ 65૦ કિમી.…

વધુ વાંચો >

કાકતી, ઉગ્ર

કાકતી, ઉગ્ર (જ. 1945, ગુવાહાતી) : અસમિયા નાટ્યકાર. ગૌહતી વિશ્વવિદ્યાલયમાં જ અંગ્રેજી વિષયમાં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી એમણે પત્રકાર તરીકે કામ કર્યું અને નાટ્યલેખન, દિગ્દર્શન અને અભિનયન પણ સાથે સાથે કર્યું. તેમની વિશેષતા રંગમંચ પર સફળ થાય એવાં ‘ઍબ્સર્ડ’ નાટકોની રચના છે. એમનાં મુખ્ય નાટકો છે ‘ઇન્ટરવ્યૂ’, ‘પહેલા તારીખ’ અને…

વધુ વાંચો >

કાકાદેવતાર હાડ

કાકાદેવતાર હાડ (1973) : અસમિયા નવલકથા. નવકાન્ત બરુઆલિખિત આ નવલકથાની પાર્શ્વભૂમિ નવગોંગ જિલ્લાની છે. કથાસમય અઢારમી સદીનો ઉત્તરાર્ધ છે. એ કથા દાદીમાના પોતાના કુટુંબના પૂર્વકાલીન ઇતિહાસનાં સંસ્મરણો રૂપે નિરૂપાઈ છે. નવલકથા રાજદરબારના એક પુરુષ ભોગઈ બરુઆ અને એક ધનાઢ્ય પુરુષ ભાખર બોરાના ઉગ્ર કલહની કથા છે. તેમાં આખરે દરબારના પુરુષ…

વધુ વાંચો >