અશ્વિન આણદાણી

ગઢવી, દાદુદાન

ગઢવી, દાદુદાન (કવિ દાદ) (જ. 11 સપ્ટેમ્બર 1940, ઈશ્વરિયા (ગીર); અ. 26 એપ્રિલ 2021, ધૂના, પડધરી, રાજકોટ) : ગુજરાતી કવિ અને ગુજરાતના લોકગાયક. પિતાશ્રી પ્રતાપદાન ગઢવી જૂનાગઢના રાજકવિ અને નવાબના સલાહકાર હતા. તેમની માતાનું નામ કરણીબા ગઢવી હતું. કવિ દાદે ચાર ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો અને તેઓ જૂનાગઢમાં…

વધુ વાંચો >

ગોસ્વામી, અશોકપુરી

ગોસ્વામી, અશોકપુરી (જ. 17 ઑગસ્ટ 1947, આશી, જિ. આણંદ, ગુજરાત) : ગુજરાતના જાણીતા લેખક, ખેડૂત અને સામાજિક કાર્યકર. ક્રેસ્ટ એસોસિએટ, વલ્લભવિદ્યાનગરના સહમંત્રી, અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, વલ્લભવિદ્યાનગર યુનિટના કાર્યવાહક સમિતિ સદસ્ય, જાણીતા સામયિક ‘વિચારવલોણું’ના સહતંત્રી તરીકે 2017થી કાર્યરત, ભારત અને અમેરિકાના લોકોને જોડતા ‘સેતુ’ સામયિકના પણ તંત્રી છે. અશોકપુરી ગોસ્વામી પાસેથી…

વધુ વાંચો >

ચાગલા, મહમદ કરીમ

ચાગલા, મહમદ કરીમ (જ. 30 સપ્ટેમ્બર 1900, મુંબઈ; અ. 9 ફેબ્રુઆરી, 1981, મુંબઈ) : સંવિધાનના નિષ્ણાત અને માનવતાવાદી ન્યાયવિદ્. મધ્યમવર્ગના ઇસ્માઈલી ખોજા વેપારી કુટુંબમાં જન્મ. ઇ. સ. 1905માં 5 વર્ષની વયે માતા ગુમાવ્યાં. તેમનું શિક્ષણ મુંબઈની સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ અને કૉલેજમાં થયું. શાળા અને કૉલેજકાળમાં રાષ્ટ્રીય આંદોલનોને લગતી ચર્ચાસભાઓમાં હોંશથી…

વધુ વાંચો >

ધનતેજવી ખલીલ

ધનતેજવી ખલીલ (જ. 12 ડિસેમ્બર 1935, ધનતેજ, જિ. વડોદરા; અ. 4 એપ્રિલ 2021, વડોદરા) : ગુજરાતી, ઉર્દૂના લોકપ્રિય શાયર, ગઝલકાર, પત્રકાર, નવલકથાકાર અને ફિલ્મ દિગ્દર્શક. મૂળ નામ ખલીલ ઈસ્માઈલ મકરાણી. તેમણે પોતાના ગામ ધનતેજ પરથી ધનતેજવી અટક રાખી હતી. તેમણે 4 ધોરણ સુધીનું જ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ખલીલ ધનતેજવી…

વધુ વાંચો >

બાબા રામદેવ

બાબા રામદેવ (જ. 25 ડિસેમ્બર 1965, મહેન્દ્રગઢ, હરિયાણા) : યોગગુરુ તરીકે વિશ્વભરમાં જાણીતા. રાજકારણમાં પણ સક્રિય રસ લઈ રહ્યા છે. લોકોમાં દેશદાઝની ભાવના જગાડી ભારતીય સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે. તેમનું મૂળ નામ તો રામકિશન યાદવ. તેમનાં માતાનું નામ ગુલાબદેવી અને પિતાનું નામ રામનિવાસ યાદવ છે. કહેવાય છે…

વધુ વાંચો >

શ્રી શ્રી રવિશંકર

શ્રી શ્રી રવિશંકર (જ. 13 મે 1956, પાપનાસમ, તમિળનાડુ) : આધ્યાત્મિક ગુરુ, શાંતિદૂત અને માનવતાવાદી નેતા. શ્રી શ્રી રવિશંકરનો જન્મ રવિવારે થયો હોવાથી તેમનું નામ રવિ રાખવામાં આવ્યું હતું. યોગાનુયોગ એ દિવસે શંકરાચાર્યની પણ જયંતી હોવાથી રત્નમ દંપતીએ પુત્રના નામ ‘રવિ’માં ‘શંકર’ ઉમેરી દીધું હતું. કહેવાય છે કે માત્ર ચાર…

વધુ વાંચો >

સાંઈરામ દવે

સાંઈરામ દવે (જ. 7 ફેબ્રુઆરી 1977, જામનગર) : ગુજરાતના હાસ્ય કલાકાર, કવિ, લેખક, શિક્ષણવિદ, મોટિવેશનલ સ્પીકર, લોકસંગીત અને લોકસાહિત્યના ક્ષેત્રે જાણીતા બનેલા કલાકાર અને રાષ્ટ્રભક્ત કવિ.  સાંઈરામ દવેનું મૂળ નામ પ્રશાંત વિષ્ણુભાઈ દવે છે. તેમના પિતા પ્રાચીન ભજનિક અને નિવૃત્ત શિક્ષક છે. સંગીત અને શિક્ષણનો વારસો પિતા પાસેથી મળ્યો. તેમજ…

વધુ વાંચો >