અનુ. ચન્દ્રકાન્ત મહેતા
ઇગપ્પિ હેગ્ગડેય વિવાહપ્રહસન
ઇગપ્પિ હેગ્ગડેય વિવાહપ્રહસન (1887) : વિખ્યાત કન્નડ નાટ્યકાર વેંકટરમણ શાસ્ત્રી ઉર્ફે વિઘ્નેશ્વર શાસ્ત્રીસૂરિ(1852-1892)રચિત ‘ઇગપ્પિ હેગ્ગડેય વિવાહપ્રહસન’. કન્નડ ભાષાનું તે કજોડાને લગતું પ્રથમ નાટક છે. કન્નડની કાવ્યક બોલીમાં તે લખાયેલું છે. એમાં કન્યાવિક્રય પર લેખકે કટાક્ષ કર્યો છે. વિષય ગંભીર હોવા છતાં કન્યાવિક્રય કરનાર માબાપ પોતે જ પોતાની જાળમાં કેવાં ફસાય…
વધુ વાંચો >ઇદા સ્વાતંત્ર્યમ્
ઇદા સ્વાતંત્ર્યમ્ (1953) : તેલુગુ નાટક. લેખક રામરાઉ પડવલ. આ નાટક રંગમંચ પર અનેક વાર અનેક સ્થળે ભજવાયું છે. તેમણે સામાજિક, ઐતિહાસિક, પૌરાણિક, રાજકારણવિષયક અનેક નાટકો લખેલાં છે, પણ એ સર્વમાં ‘ઇદા સ્વાતંત્ર્યમ્’ શ્રેષ્ઠ ગણાયું છે. એને આંધ્ર સરકાર તરફથી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. આ નાટકમાં સ્વતંત્ર ભારતનું જે સ્વપ્ન…
વધુ વાંચો >ઇનામદાર વ્યંકટ માધુરાવ
ઇનામદાર વ્યંકટ માધુરાવ (1903, બૅંગાલુરુ) : કન્નડ નવલકથાકાર. બૅંગાલુરુ(બૅંગ્લોર)ના બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. મૈસૂર યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષયમાં એમ.એ.માં પ્રથમ આવ્યા. પછી બૅંગાલુરુમાં અંગ્રેજીના પ્રાધ્યાપક બન્યા. કૉલેજમાં હતા ત્યારથી જ નવલકથાલેખનની શરૂઆત કરેલી. એમની લગભગ 15 નવલકથાઓ પ્રગટ થયેલી છે. તેમાં અત્યંત લોકપ્રિય બનેલી કૃતિઓ ‘શાપ’, ‘કનસિનમને’, ‘ઉર્વશી’ તથા ‘મુરાબુટ્ટે’ છે. નવલકથાઓમાં…
વધુ વાંચો >ઇળંગોવડિગળ
ઇળંગોવડિગળ (ઈ. સ.ની બીજી શતાબ્દી) : પ્રાચીન તમિળ કવિ. તે ચેર સમ્રાટ શેંગુટ્ટુવનના નાના ભાઈ હતા, પણ મોટા ભાઈ વૈષ્ણવ અને પોતે જૈન હતા. તેમs છતાં તેમણે અન્ય ધર્મનાં દેવ-દેવીઓનું ભાવપૂર્વક મહિમાગાન કર્યું છે. એમની અત્યંત પ્રસિદ્ધ કૃતિ છે ‘શિલ્પદ્દીકારમ્’. તમિળનું એ પ્રથમ મહાકાવ્ય ત્રણ કાંડોમાં વહેંચાયેલું છે : ‘પુહારવકાંડમ્’,…
વધુ વાંચો >ઉપરા (1980)
ઉપરા (1980) : આત્મકથાત્મક મરાઠી નવલકથા. ‘ઉપરા’નો અર્થ છે આગંતુક. લક્ષ્મણ માનેની આ સાહિત્યકૃતિ કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા 1981માં પુરસ્કૃત થયેલી છે. લેખક મહારાષ્ટ્રની એક ભટકતી જાતિ – કૈકાડી જમાતમાં જન્મેલા અને ઊછરેલા. આ જમાતની પ્રજા વર્ષમાં આઠ માસ સ્થળાંતર કરનારી, સખત મજૂરી કરી ગુજરાન કરનારી. સમાજમાં હલકી ગણાતી તેમની…
વધુ વાંચો >ઉમાકેરળમ્ (1913)
ઉમાકેરળમ્ (1913) : મલયાળમ ભાષાનું પ્રથમ મહાકાવ્ય. ઉળ્ળૂર એસ. પરમેશ્વરે (1877-1949) રચેલું આધુનિક યુગનું મહાકાવ્ય. કાવ્યનું વસ્તુ કેરળ-ત્રાવણકોરના ઇતિહાસ પર આધારિત છે. સંસ્કૃત મહાકાવ્યના સ્વરૂપને લક્ષમાં રાખીને તે લખાયેલું છે. તે ઓગણીસ સર્ગોમાં વિભાજિત છે અને તેમાં 2,022 કડીઓ છે. મલયાળમની વિશિષ્ટ મણિપ્રવાલશૈલીમાં એ રચાયું છે. વન, નગર, યુદ્ધ, સ્ત્રીપુરુષના…
વધુ વાંચો >ઉમ્માચુ (1952)
ઉમ્માચુ (1952) : પ્રસિદ્ધ મલયાળમ નવલકથા. લેખક ઉરૂબ (જ. 1915). તેનું કથાનક એક મધ્યમ વર્ગની મુસ્લિમ ગૃહિણી ઉમ્માચુના સંઘર્ષમય જીવન પર કેંદ્રિત છે. ઉમ્માચુનું લગ્ન તેણે પસંદ કરેલા પુરુષ માયનની સાથે નહિ, પણ અન્ય પુરુષ સાથે થાય છે. માનવમનની ઊંડી સમજ અને સહાનુભૂતિ આ નવલકથામાં લેખકે દર્શાવી છે. વિવિધ જાતિ…
વધુ વાંચો >ઉયિરોવિયમ (1948)
ઉયિરોવિયમ (1948) : તમિળ નાટક. ‘ઉયિરોવિયમ’નો અર્થ થાય સજીવ ચિત્ર. એ વિશિષ્ટ પ્રકારનું સામાજિક નાટક છે. લેખક નારણ દુરૈ કૃષ્ણને આ કૃતિની રચના અગાઉ નવલકથાના રૂપમાં કરી હતી. 1948માં એ નવલકથાને એમણે નાટ્યરૂપ આપ્યું. પ્રાચીન તમિળ સાહિત્યમાં વર્ણવેલા નરનારીના સ્વૈચ્છિક પ્રેમની વર્તમાન સમયને અનુરૂપ ફેરફાર કરીને રજૂઆત કરી છે. નાયિકા…
વધુ વાંચો >ઉલા
ઉલા : તમિળના 96 કાવ્યપ્રકારોમાંનો એક. ઉલા પ્રેમકાવ્યનો પ્રકાર છે. એ પ્રકારમાં કવિ નગરની વીથિઓમાં ફરતાં ફરતાં રાજા અથવા ઈશ્વરની પ્રતિ જુદી જુદી વયના કન્યાના પ્રેમનું વિવિધ પ્રકારે નિરૂપણ કરતો હોય છે. પ્રારંભિક ઉલાકૃતિઓમાં જીવાત્માના પરમાત્મા પ્રત્યેના પ્રેમનું વર્ણન હતું. એમાં ભક્તિની સાત સ્થિતિઓનું વર્ણન કરવા કવિઓએ સાત જુદી જુદી…
વધુ વાંચો >