અનુ. ગિરીશભાઈ પંડ્યા

નૅશનલ ઍસોસિયેશન ઑવ્ જ્યૉગ્રાફર્સ, ઇન્ડિયા (NAGI)

નૅશનલ ઍસોસિયેશન ઑવ્ જ્યૉગ્રાફર્સ, ઇન્ડિયા (NAGI) : ભારતીય ભૂગોળવિદોનું રાષ્ટ્રીય સંગઠન. 1860ના સોસાયટી ધારા XXI અન્વયે નૅશનલ ઍસોસિયેશન ઑવ્ જ્યૉગ્રાફર્સ, ઇન્ડિયાની નોંધણી કરવામાં આવી હતી અને તે અનુસાર 1978માં આ સંગઠનની સ્થાપના થઈ હતી. ભૂગોળના વિષય માટે ભરાતી વાર્ષિક ચર્ચાસભાઓ અને અધિવેશનોમાં ભૂગોળવિદોને દેશમાં ભૂગોળના વિષયના વિકાસ માટે રાષ્ટ્રીય સ્તરના…

વધુ વાંચો >

નૅશનલ જ્યોગ્રાફિક્લ સોસાયટી ઑફ ઇન્ડિયા (NGSI)

નૅશનલ જ્યોગ્રાફિક્લ સોસાયટી ઑફ ઇન્ડિયા (NGSI) : બનારસ હિન્દુ યુનિવર્સિટી,  વારાણસીના ભૂગોળ-વિભાગના ઉપક્રમે 1946માં સ્વ. પ્રાધ્યાપક એચ. એલ. છિબ્બર દ્વારા સ્થપાયેલી સંસ્થા. આ સંસ્થાના હેતુઓ અને ઉદ્દેશો નીચે મુજબ છે : (1) ભારતભરમાં ભૂગોળના જ્ઞાનનું સંવર્ધન કરવું અને તેનો પ્રચાર તેમજ વિસ્તાર કરવો, (2) ભૂગોળના અભ્યાસના પ્રોત્સાહન દ્વારા ભૌગોલિક અન્વેષણ…

વધુ વાંચો >

પવનવેગ-દિશામાપકો

પવનવેગ–દિશામાપકો : પવનની ઝડપ અને દિશા માપવા માટે ઉપયોગમાં લેવાતાં સાધનો. પવન એ હવામાનના વિવિધ ઘટકો પૈકીનો એક ઘટક છે. પવનની કાર્યશીલતામાં બે મહત્ત્વની બાબતોનું નિરીક્ષણ કરવાનું હોય છે : પવનનો વેગ અને તેની દિશા. પવનની દિશા નક્કી કરવાનું તદ્દન સરળ છે. વાદળ, વનસ્પતિ, ધુમાડો, જળસપાટી પરનાં મોજાં વગેરેની વહનદિશા…

વધુ વાંચો >

પ્રાચીન ચુંબકત્વ અને પ્રાચીન ચુંબકીય સમયાંકન

પ્રાચીન ચુંબકત્વ અને પ્રાચીન ચુંબકીય સમયાંકન : પૃથ્વી સ્વયં એક વિરાટ લોહચુંબક છે અને ચુંબક તરીકે વર્તે છે, પરંતુ તેના ચુંબકત્વની દિશા અને તીવ્રતા કાળક્રમે બદલાતાં રહે છે. પૃથ્વીના ચુંબકીય ધ્રુવત્વમાં થતા આ પ્રકારના ફેરફારોનું વૈશ્વિક કાળચક્ર જાણીતું હોવાથી જળકૃત નિક્ષેપોના સમયાંકન માટે તેનો ઉપયોગ કરી શકાય છે. નિક્ષેપકણો પણ…

વધુ વાંચો >

પ્રાણીભૂગોળ

પ્રાણીભૂગોળ : પ્રાણીસૃષ્ટિના ભૌગોલિક વિતરણનો વૈજ્ઞાનિક અભ્યાસ. જૈવભૂગોળના બે મુખ્ય વિભાગો પૈકીનો એક વિભાગ. રણો, પર્વતો અને મહાસાગરો જેવા કુદરતી અવરોધોથી અલગ પડતા અનેક પ્રાણીભૌગોલિક વિસ્તારો પ્રાણીઓના મુખ્ય જાતિસમૂહોના વિતરણની સમજ સ્પષ્ટ કરવામાં ઉપયોગી બની રહે છે. દુનિયાભરમાં જોવા મળતાં વિવિધ પ્રાણીઓનું વિતરણ આ વિષય સાથે સંકળાયેલું છે. આ સંદર્ભમાં…

વધુ વાંચો >

પ્રાદેશિક જળવિસ્તાર

પ્રાદેશિક જળવિસ્તાર : નદીરચના દ્વારા જળવહન પામતો સપાટીજળવિસ્તાર. ભૂપૃષ્ઠ પરનું દરેક નદીથાળું જળવિભાજકથી અલગ પડતું હોય છે, પોતાના વિસ્તારના સપાટીજળગ્રહણ તથા તેમાંથી શોષાતા અધોભૌમજળ પૂરતું મર્યાદિત હોય છે. દરેક નદીથાળાનો જળજથ્થો છેવટે તો સરોવર કે સમુદ્ર કે મહાસાગરમાં ઠલવાતો હોય છે. આ પ્રકારના બધા જ જળવિસ્તારો જળશાસ્ત્રના અભ્યાસ માટેનું એક…

વધુ વાંચો >

પ્લાયોસીન-પ્લાયસ્ટોસીન સીમા

પ્લાયોસીન-પ્લાયસ્ટોસીન સીમા : તૃતીય જીવયુગના છેલ્લા કાળગાળા પ્લાયોસીન અને ચતુર્થ જીવયુગના પ્રથમ કાળગાળા પ્લાયસ્ટોસીન વચ્ચેની સીમા. પૃથ્વી 4.6 કરોડ વર્ષ અગાઉ અસ્તિત્વમાં આવેલી છે. પૃથ્વી પર ઘટેલી વિશિષ્ટ ઘટનાઓનું કાલગણના સાથે સંકલન કરીને પૃથ્વીના ઇતિહાસના વિવિધ કાળગાળાઓને યુગ, કાળ, કાલખંડ વગેરે જેવા અનેક વિભાગોમાં વહેંચી નાખવામાં આવેલા છે. તૃતીય જીવયુગ…

વધુ વાંચો >

રોડે, કેશવ પ્રભાકર

રોડે, કેશવ પ્રભાકર (જ. 8 નવેમ્બર 1903, છિંદવાડા; અ. 2 ડિસેમ્બર 1985, નાગપુર, મહારાષ્ટ્ર) : જાણીતા ભૂસ્તરશાસ્ત્રી. કે. પી. રોડે નામથી તેઓ વધુ જાણીતા હતા. છિંદવાડા અને નાગપુર ખાતે શાળાકીય શિક્ષણ પૂરું કરી, 1927માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી ભૂસ્તરશાસ્ત્ર વિષયના સ્નાતક થયા અને ત્યાં જ વ્યાખ્યાતા તરીકે જોડાયા. તે પછીનાં થોડાંક…

વધુ વાંચો >

વર્ષા (Precipitation) (ક્રિયાપદ્ધતિ)

વર્ષા (Precipitation) (ક્રિયાપદ્ધતિ) : વરસાદ આવવાની પ્રક્રિયા. પૃથ્વી પરનું સમગ્ર જીવન મૂળભૂત રીતે જોતાં જળઆધારિત છે. પૃથ્વીની સપાટીનો લગભગ 70 % ભાગ જળઆચ્છાદિત છે. તેમ છતાં એક કિમી.ની ઊંડાઈ સુધીનું ભૂગર્ભીય જળ, મીઠા પાણીનાં સરોવરો, નદીઓ કે વહેણો તેમજ વાતાવરણીય ભેજ કુલ જળરાશિના માત્ર 0.3 % જેટલું જ પ્રમાણ ધરાવે…

વધુ વાંચો >

વર્ષાઋતુ (Monsoon)

વર્ષાઋતુ (Monsoon) : દક્ષિણ એશિયાના કેટલાક દેશોમાં વર્ષ દરમિયાન પ્રવર્તતી ત્રણ ઋતુઓ પૈકીની એક. અમુક ચોક્કસ સમયગાળા માટે પડતા વરસાદની ઋતુ એટલે વર્ષાઋતુ. આ ઋતુ માટે વપરાતો અંગ્રેજી શબ્દ ‘Monsoon’ મૌસિમ (અર્થાત્ ઋતુ) નામના મૂળ અરબી શબ્દ પરથી ઊતરી આવેલો છે. દક્ષિણ એશિયાનું ઋતુચક્ર ત્યાં બદલાતી રહેતી પવનોની દિશા પર…

વધુ વાંચો >