અનિતા ભાદુરી

અતિવૃદ્ધિ

અતિવૃદ્ધિ (hypertrophy) : કોષ કે અવયવના કદમાં થતો વધારો. સામાન્ય સંજોગોમાં કે રોગને કારણે કાર્યમાંગ વધે ત્યારે કોષના કદમાં થતા વધારાને અતિવૃદ્ધિ કહે છે. કોષની સંખ્યા વધતી નથી, પણ તેના ઘટકોની સંખ્યા અને પ્રમાણ વધે છે. આથી અવયવનું કદ પણ વધે છે. સગર્ભાવસ્થામાં ગર્ભાશય અતિવૃદ્ધિ પામે છે. બાળકને ધવરાવતી માતાનું…

વધુ વાંચો >

અર્બુદ (tumour)

અર્બુદ (tumour) : નવા સર્જાતા કોષોની ગાંઠ (tumour). (અ) પરાવિકસન, દુષ્વિકસન; (આ) નવવિકસન તથા સૌમ્ય અર્બુદ અને (ઇ) કૅન્સરની લાક્ષણિકતાઓ આ પ્રક્રિયાને નવવિકસન (neoplasia) કહે છે અને તે સ્ત્રી અને પુરુષ બંનેમાં કોઈ પણ ઉંમરે ગમે તે પેશીમાં થઈ શકે છે. તેના અભ્યાસને અર્બુદવિજ્ઞાન (oncology) કહે છે. અર્બુદ બે પ્રકારનાં…

વધુ વાંચો >

આમાપન

આમાપન (Assay) (આયુર્વિજ્ઞાન) : મિશ્રણમાંના કોઈ એક દ્રવ્યનું પ્રમાણ નક્કી કરવું તે. આ દ્રવ્ય ઔષધ, અંત:સ્રાવ (hormone), ધાતુતત્વ, પ્રોટીન, ઉત્સેચક (enzyme) કે વિષ હોઈ શકે. આમાપન બે પ્રકારનાં હોય છે : (1) મિશ્રણમાંનાં દ્રવ્યોનું વિશ્લેષણ (analysis) કરી કોઈ ચોક્કસ દ્રવ્યનું પ્રમાણ જાણવું. (2) જ્ઞાત દ્રવ્ય સાથે સરખામણી કરીને બીજા દ્રવ્યની…

વધુ વાંચો >

એઇડ્ઝ

એઇડ્ઝ (acquired immuno-deficiency syndrome-AIDS) માનવપ્રતિરક્ષા-ઊણપકારી વિષાણુ(human immuno deficiency virus, HIV)ના ચેપથી થતો રોગનો છેલ્લો તબક્કો. AIDS–ઉપાર્જિત પ્રતિરક્ષા ઊણપ સંલક્ષણનું અંગ્રેજી મૂળાક્ષરોથી બનાવેલું સંક્ષિપ્ત નામ છે. શરીરની ચેપજન્યરોગોનો પ્રતિકાર કરનાર તંત્રને પ્રતિરક્ષા તંત્ર (immune system) કહે છે. તેવી ક્ષમતાને પ્રતિરક્ષા (immunity) કહે છે. તે 2 પ્રકારની છે : રસાયણો દ્વારા થતી…

વધુ વાંચો >

કમળો (આયુર્વિજ્ઞાન)

કમળો (jaundice) (આયુર્વિજ્ઞાન) : શરીરમાં પિત્તમાંના વર્ણકદ્રવ્યો(bile pigments)ના વધેલા પ્રમાણથી ઉદભવતો વિકાર. લોહીના રુધિરરસ(serum)માં સામાન્ય રીતે પિત્તવર્ણક (bilirubin) નામના પિત્તવર્ણક દ્રવ્યનું પ્રમાણ 1 મિગ્રા.% કે તેથી ઓછું રહે છે; જ્યારે તે 2 મિગ્રા.% કે તેથી વધુ હોય ત્યારે આંખના ડોળાનો શ્વેતાવરણ(sclera)થી બનતો સફેદ ભાગ, શ્લેષ્મકલા (mucosa) તથા ચામડી પીળાં દેખાય…

વધુ વાંચો >

કૅન્સર

કૅન્સર અપરિપક્વ કોષોની આક્રમક સંખ્યાવૃદ્ધિ કે તેને કારણે થતી જીવલેણ ગાંઠ એટલે કૅન્સર. લોહીના અપરિપક્વ કોષોની સંખ્યાવૃદ્ધિને કારણે થતા રુધિરકૅન્સર(leukaemia)માં ગાંઠ જોવા મળતી નથી. કોષોની સંખ્યાવૃદ્ધિને કારણે થતી ગાંઠને અર્બુદ (tumour) અથવા નવવિકસન (neoplasia) કહે છે. તે સૌમ્ય (benign) અને જીવલેણ કે મારક (malignant) એમ બે પ્રકારની હોય છે. સૌમ્ય…

વધુ વાંચો >