અંજના સુખડિયા

ખજૂરી

ખજૂરી : એકદળી વર્ગમાં આવેલા ઍરિકેસી (પામી) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Phoenix dactylifera Roxb. (સં. ખર્જૂર, મ. ખજૂર, ખારિક; હિં. પિંડખજૂર, છુહારા; ભં. સોહરા; અં. ડેટ પામ) છે. તેની બીજી જાતિ P. sylvestris Roxb. (જંગલી ખજૂર) છે. તે કચ્છમાં થાય છે. ઓછા વરસાદવાળા અરબસ્તાન, ઇરાક અને ઈરાન ખજૂરના મૂળ…

વધુ વાંચો >

ખાખરો

ખાખરો (કેસૂડો, પલાશ) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી (લેગ્યુમિનોઝી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Butea monosperma Taub. (સં. પલાશ; મ. પળસ; હિં. ખાખર, પલાસ, ઢાક; ક. મુટ્ટુગા; ત. પારસ, પીલાસુ; તે. મૂડ્ડુગા; અં. બસ્ટાર્ડ ટીક, બગાલ કીનો ટ્રી, ફ્લેમ ઑવ્ ફૉરેસ્ટ) છે. સ્વરૂપ : તે વાંકુંચૂકું થડ ધરાવતું, 15.0…

વધુ વાંચો >

ખીજડો

ખીજડો : દ્વિદળી વર્ગના માઇમોઝેસી કુળની એક વનસ્પતિ. (ગુ. શમી, હિં. સમડી) તેનાં સહસભ્યોમાં બાવળ, ખેર, લજામણી, રતનગુંજ, શિરીષ, ગોરસ આંબલી વગેરે છે. તેનું શાસ્ત્રીય નામ Prosopis cineraria Druce છે. વનસ્પતિ મોટા વૃક્ષ સ્વરૂપે સંયુક્ત, દ્વિપિચ્છાકાર, દ્વિતીય ક્રમની 3 જોડ અને દરેક ધરી પર પર્ણિકાઓની 7થી 12 જોડ હોય છે.…

વધુ વાંચો >

ખુરાસાની અજમો

ખુરાસાની અજમો : અં. Henbane; સં. यावनी. દ્વિબીજદલામાં યુક્તદલા Gamopetalaeના કુળ Solanaceaeની વનસ્પતિ. તેનાં સહસભ્યોમાં બેલાડોના, પ્રિયદર્શિની, તમાકુ, ધતૂરો વગેરે છે. તેનું લૅટિન નામ Hyocyamus niger L છે. તે ચતુષ્કોણીય પ્રકાંડ ધરાવતો નાનો સદા હરિત છોડ છે. ગૂંચળાવાળાં પરંતુ પહોળાં સાદાં સુગંધિત પાન હોય છે. પ્રકાંડ ઉપર બધી જ જગાએ…

વધુ વાંચો >

ખેર

ખેર : દ્વિદળી વર્ગમાં આવેલા માઇમોઝેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Acacia catechu Wild. (સં. ખદિર; મ. હિં. ક. ખૈર; તે. ખાસુ, ખદિરમુ; મલા. કરનિલિ; ત. વોડાલે; અં. કચ ટ્રી) છે. તે મધ્યમ કદનું પીંછાકાર પર્ણમુકુટ (crown) ધરાવતું પર્ણપાતી (deciduous) વૃક્ષ છે અને મિશ્ર વનોના શુષ્ક પ્રકારોમાં વિવિધ પ્રકારની…

વધુ વાંચો >

ગરમાળો

ગરમાળો : દ્વિદળી વર્ગમાં આવેલા સીઝાલ્પિનીએસી કુળની એક નયનરમ્ય વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cassia fistula Linn. (સં. આરગ્વધ, કર્ણિકાર; હિં. અમલતાસ; બં. અમલતાસ, સોનાર સાંદાલી, રાખાલનડી; મ. બાહવા, બોયા; ગુ. ગરમાળો; ક. હેગ્ગકે; ત. કોમરે; મલા. કટકોના; તે. રેલ્લાચેટ્ટુ; અં. ગોલ્ડન-શાવર; ઇંડિયન લેબર્નમ, પર્જિગ કે સિયા ફિસ્ચ્યુલા) છે. તે પર્ણપાતી…

વધુ વાંચો >

જેમા (જીમા) કલિકા

જેમા (જીમા) કલિકા (કુડ્મલી પ્યાલો – Gemma cup) : દ્વિઅંગી (bryophyta) વનસ્પતિઓમાં રંગે લીલી, બહુકોષી, આધારસ્થળના સંસર્ગમાં આવતા માતૃછોડથી છૂટી પડી અંકુરણ પામતી કલિકા. તે વાનસ્પતિક (vegetative) પ્રજનનનો પ્રકાર છે. માર્કેન્શિયામાં સૂકાય(thallus)ની પૃષ્ઠ બાજુએ પ્યાલા જેવા અવયવમાં ઘણી બહુકોષીય કલિકાઓ ઉત્પન્ન થાય છે. તે પ્યાલાને કુડ્મલી પ્યાલો કે જીમા પ્રકલિકા…

વધુ વાંચો >