અંજના શાહ
થુસિડિડીઝ
થુસિડિડીઝ (જ. ઈ. સ. પૂ. આશરે 460; અ. ઈ. સ. પૂ. આશરે 399) : પ્રાચીન શ્રેષ્ઠ ગ્રીક ઇતિહાસકારોમાંના એક. ઍથેન્સમાં જન્મેલ આ ઇતિહાસકારનું ઇતિહાસલેખનના કાર્યમાં આગવું પ્રદાન હતું. તેઓ પેરિક્લીઝના સમકાલીન અને હિરૉડોટસ પછીની પેઢીના ગ્રીક ઇતિહાસકાર હતા. થુસિડિડીઝે ખાસ કરીને ઍથેન્સ અને સ્પાર્ટા વચ્ચેનાં યુદ્ધો-(પેલોપોનીશિયન વિગ્રહ : ઈ. સ.…
વધુ વાંચો >થેમિસ્ટોક્લીઝ
થેમિસ્ટોક્લીઝ (જ. આશરે ઈ. સ. પૂ. 524; અ. આશરે ઈ. સ. પૂ. 460) : ઍથેન્સની દરિયાઈ સર્વોપરીતા સ્થાપનાર ગ્રીક રાજકારણી અને નૌકાયુદ્ધનિષ્ણાત. તેણે ગ્રીસનાં સર્વ નગરરાજ્યોમાં ઍથેન્સને શક્તિશાળી અને સુરક્ષિત બનાવી એથેનિયન સામ્રાજ્યનો પાયો નાખ્યો. ઈ. સ. પૂ. 493માં તે ઍથેન્સમાં આર્કન બન્યો. તેણે સુનિયમની નજીક ખાણોમાંથી મળી આવેલી ચાંદીનો…
વધુ વાંચો >દરાયસ, મહાન
દરાયસ, મહાન (દારયવહુષ 1લો) (જ. ઈ. સ. પૂ. 550; અ. ઈ. સ. પૂ. 486) : પ્રાચીન ઈરાનનો સમ્રાટ. એકીમેનિડ વંશનો એક મહાન રાજવી. દરાયસ પાર્થિયાના સત્રપ (ગવર્નર) હિસ્ટેસ્પીસનો પુત્ર હતો. તેના બેહિસ્તુનના શિલાલેખમાં આપેલી માહિતી તેના ઇતિહાસનો મુખ્ય સ્રોત છે. ઈ. સ. પૂ. 522માં કૅમ્બિસિસના મૃત્યુ બાદ તેણે સાયરસના બીજા…
વધુ વાંચો >દાદોજી કોંડદેવ
દાદોજી કોંડદેવ (જ. 1577; અ. 7 માર્ચ 1647) : છત્રપતિ શિવાજીના રાજકીય તથા નૈતિક ગુરુ. શિવાજીના પિતા શહાજી બીજાપુર રાજ્યના જાગીરદાર હતા. તેથી તેમણે પોતાની દ્વિતીય પત્ની સાથે બીજાપુરમાં વસવાટ કર્યો હતો અને પોતાની પ્રથમ પત્ની જીજાબાઈ (શિવાજીની માતા)ને નિભાવ માટે પુણે પાસેની પોતાની શિવનેરીની જાગીર સુપરત કરી હતી. શહાજીએ…
વધુ વાંચો >દાસ, ચિત્તરંજન (દેશબંધુ)
દાસ, ચિત્તરંજન (દેશબંધુ) (જ. 5 નવેમ્બર 1870, કૉલકાતા, બંગાળ; અ. 16 જૂન 1925, દાર્જિલિંગ) : ‘દેશબંધુ’ તરીકે જાણીતા બંગાળના પીઢ રાષ્ટ્રીય નેતા. તેમનો અભ્યાસ કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાં પૂરો કરીને (1890) આઇ.સી.એસ.ની પરીક્ષા માટે ઇંગ્લૅન્ડ ગયા. પરંતુ તેમાં સફળતા ન મળતાં ઇનર ટેમ્પલમાંથી કાયદાની પરીક્ષા પાસ કરીને બૅરિસ્ટર થયા (1894). તેમના…
વધુ વાંચો >નેપાળવિગ્રહ
નેપાળવિગ્રહ (1814–16) : બ્રિટિશ હિંદ અને નેપાળ વચ્ચે થયેલો વિગ્રહ. ગવર્નર જનરલ લૉર્ડ હેસ્ટિંગ્ઝના શાસનકાળ (1813–23) દરમિયાન નેપાળવિગ્રહ થયો હતો. લૉર્ડ હેસ્ટિંગ્ઝે ભારતમાં બિનદરમિયાનગીરીની નીતિ અપનાવવાનો સંકલ્પ કર્યો હતો. પણ દેશની વાસ્તવિક પરિસ્થિતિ જોતાં ચોતરફ ભયનું વાતાવરણ લાગતાં તેણે દરમિયાનગીરીની નીતિ અપનાવી. નેપાળના ગુરખાઓનું પૂર્વમાં ભુતાનથી પશ્ચિમમાં સતલજ સુધીના સમગ્ર…
વધુ વાંચો >પાલ બિપિનચંદ્ર રામચંદ્ર
પાલ, બિપિનચંદ્ર રામચંદ્ર (જ. 7 નવેમ્બર 1858, પોઈલ, જિ. સિલ્હટ, બાંગ્લાદેશ; અ. 20 મે 1932, કૉલકાતા) : બંગાળના પત્રકાર, લેખક અને રાજકીય નેતા. તેમણે સિલ્હટની ગવર્નમેન્ટ હાઈસ્કૂલમાં તથા કૉલકાતાની પ્રેસિડન્સી કૉલેજમાં અભ્યાસ કર્યો. વિદ્યાર્થીકાળ દરમિયાન તેઓ આનંદમોહન બોઝ, દ્વારકાનાથ ગાંગુલી, અઘોરનાથ ચૅટરજી, કેશવચંદ્ર સેન જેવા પ્રતિષ્ઠિત આગેવાનોના સંપર્કમાં આવ્યા અને…
વધુ વાંચો >