આજી : સૌરાષ્ટ્રની મુખ્ય પાંચ નદીઓ (ભાદર, મચ્છુ, શેત્રુંજી, સુકભાદર અને આજી) પૈકી એક. રાજકોટ જિલ્લાનાં સરધાર અને ત્રંબા ગામ વચ્ચે આવેલી સરધારી ધારમાંથી આ નદી નીકળીને ઉત્તરમાં જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં થઈ કચ્છના અખાતને મળે છે.

Aji River

રાજકોટના રેલ્વે બ્રિજ પરથી નદીના તટનો નજારો

સૌ. "Aji River Basin" | CC BY-SA 2.5

રાજકોટ નજીક આ નદી ઉપર આજી ડૅમ બાંધવામાં આવેલ છે. તેના દ્વારા રાજકોટ શહેરને પીવાનું પાણી મળે છે. પૂર-સમયે આ નદીનો પટવિસ્તાર પહોળો બનતાં કાંઠાનાં ગામોને નુકસાન થાય છે. ચોમાસા પછીની ઋતુમાં જળપ્રવાહ નહિવત્ હોય છે. સૌરાષ્ટ્રની આ નદી મચ્છુ નદી કરતાં થોડી ઓછી લંબાઈ ધરાવે છે, પણ પટવિસ્તારમાં બંને નદીઓ સરખી છે.

મહેશ મ. ત્રિવેદી