Posts by Jyotiben
લાગાશ
લાગાશ : પ્રાચીન સુમેરમાં સૌથી વધુ મહત્વનાં પાટનગરોમાંનું એક. તે ટાઇગ્રિસ અને યુફ્રેટીસ નદીઓ વચ્ચેના પ્રદેશમાં ઇરાકમાં આવેલું આધુનિક ટેલો (Telloh) નગર છે. ટેલોના ટેકરાનું પ્રાચીન નામ ગિરસુ (Girsu) હતું; જ્યારે લાગાશ ગિરસુના અગ્નિ ખૂણે આવેલું હતું. પાછળથી લાગાશ આ જિલ્લાનું તથા ગિરસુનું પણ નામ થઈ ગયું. ઈ. સ. 1877 અને 1933 દરમિયાન ફ્રેન્ચોએ ત્યાં…
વધુ વાંચો >લા ગુમા, ઍલેક્સ
લા ગુમા, ઍલેક્સ (જ. 20 ફેબ્રુઆરી 1925, કેપટાઉન, દક્ષિણ આફ્રિકા; અ. 1985) : આફ્રિકન અશ્વેત નવલકથાકાર અને પત્રકાર. મૂળ નામ જસ્ટિન ઍલેક્ઝાન્ડર લા ગુમા. શિક્ષણ કેપ ટૅકનિકલ કૉલેજમાં અને પત્રવ્યવહાર દ્વારા લંડન સ્કૂલ ઑવ્ જર્નાલિઝમમાં. ઝીણામાં ઝીણું અવલોકન, સ્વાભાવિક હાસ્ય, દયા કે ખિન્નતા ઉપજાવનાર અને ભય કે કમકમાટી પેદા કરતી ઘટનાઓનું હૂબહૂ વર્ણન તેમની નવલકથાઓનું…
વધુ વાંચો >લાગુ, રઘુનાથ ગોપાળ
લાગુ, રઘુનાથ ગોપાળ (જ. 29 સપ્ટેમ્બર 1932, પુણે, મહારાષ્ટ્ર) : મરાઠી લેખક. તેમણે પુણે યુનિવર્સિટીમાંથી એમ.એસસી. અને મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવીઓ પ્રાપ્ત કરી. તેઓ પ્રાધ્યાપક (વિજ્ઞાનશાખાઓ) તરીકે નિવૃત્ત થયા. તેઓ મહારાષ્ટ્ર એકૅડેમી ઑવ્ સાયન્સિઝના ફેલો રહેલા. તેમણે મરાઠીમાં 29 ગ્રંથો લખ્યા છે. ‘ગણિતાચે પ્રયોગ’ (1978); ‘અભિનવ પ્રયોગ’ (1985); ‘ગણિતાચ્યા ગુજગોષ્ટી’ (1987); ‘વિજ્ઞાનાચ્ચા પ્રકાશાત’ (1989) –…
વધુ વાંચો >લાગુ, શ્રીરામ ડૉ.
લાગુ, શ્રીરામ ડૉ. (જ. 16 નવેમ્બર 1927, પુણે, મહારાષ્ટ્ર; અ. 17 ડિસેમ્બર 2019, પુણે, મહારાષ્ટ્ર) : પ્રસિદ્ધ અભિનેતા. ગરીબ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા શ્રીરામ લાગુ સફળ તબીબી કારકિર્દી ધરાવતા હતા. તે સાથે અભિનય પ્રત્યે પણ તેમને ખૂબ લગાવ હતો. શાળામાં હતા ત્યારથી જ તેમણે નાટકોમાં કામ શરૂ કર્યું હતું. તેઓ 11 વર્ષના હતા ત્યારે શાળાના વાર્ષિકોત્સવ…
વધુ વાંચો >લાગોસ
લાગોસ : નાઇજિરિયા(પશ્ચિમ આફ્રિકા)નું મોટામાં મોટું શહેર અને જૂનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 6° 27´ ઉ. અ. અને 3° 24´ પૂ. રે.. તે નાઇજિરિયાના નૈર્ઋત્ય ભાગમાં આવેલું છે. વાસ્તવમાં તેનો કેટલોક ભાગ આફ્રિકાની મુખ્ય ભૂમિ પર અને કેટલોક ભાગ ગિનીના અખાતના સ્લેવ કોસ્ટ પરના ચાર ટાપુઓ પર વહેંચાયેલો છે. ટાપુઓ પરનો શહેરી ભાગ પુલો મારફતે…
વધુ વાંચો >લાગ્રાન્જબિંદુઓ (Lagrange points)
લાગ્રાન્જબિંદુઓ (Lagrange points) : પરસ્પર કક્ષાભ્રમણ કરતા તારાયુગ્મ કે પછી તારા અને તેના ગ્રહ જેવા બે દળદાર પદાર્થોના સંયુક્ત ગુરુત્વાકર્ષણક્ષેત્રમાં આવેલ પાંચ વિશિષ્ટ બિંદુઓ. તેની શોધ જૉસેફ લાગ્રાન્જ (Joseph Lagrange) નામના ગણિતવિજ્ઞાનીએ 1772માં કરી અને તેથી આ બિંદુઓ લાગ્રાન્જબિંદુઓ તરીકે જાણીતાં થયાં છે. બે દળદાર પદાર્થો વચ્ચેના વિસ્તારમાં ચોક્કસ સ્થાને તેમનું સામાન્ય ગુરુત્વબિંદુ (barycentre) આવે…
વધુ વાંચો >લાગ્રાન્જિયન વિધેય (Lagrangean function)
લાગ્રાન્જિયન વિધેય (Lagrangean function) : વ્યાપ્તિકૃત નિર્દેશાંકો (generalised coordinates) અને વ્યાપ્તિકૃત વેગોના વિધેય તરીકે ગતિ-ઊર્જા (kinetic energy) અને સ્થિતિ-ઊર્જા(potential energy)નો તફાવત. અહીં ગતિ-ઊર્જાને Ekin = T, સ્થિતિ-ઊર્જાને Epot = V, વ્યાપ્તિકૃત યામોને qk તથા વ્યાપ્તિકૃત વેગોને તરીકે દર્શાવવામાં આવે છે. સરળતા ખાતર લાગ્રાન્જિયન વિધેયને L = T–V તરીકે આપવામાં આવે છે, પણ વ્યાપ્તિકૃત યામો અને…
વધુ વાંચો >લા ચુંગ (La Chung)
લા ચુંગ (La Chung) : સિક્કિમ રાજ્યના ‘નૉર્થ ડિસ્ટ્રિક્ટ’ જિલ્લાનું ગામ. ભૌગોલિક સ્થાન : આ સ્થળ આશરે 28° ઉ. અ. અને 88° 45´ પૂ. રે. નજીક સિક્કિમના પાટનગર ગંગટોકથી ઉત્તરે 43 કિમી.ને અંતરે આવેલું છે. તેની પૂર્વે ચીનની સીમા આવેલી છે. આ ગામ તિસ્તા નદીની સહાયક નદી લા ચુંગને કિનારે વસેલું છે. આ ગામ મકાઈ…
વધુ વાંચો >લાજપુરી, અબ્દુર્રહીમ (મુફતી)
લાજપુરી, અબ્દુર્રહીમ (મુફતી) (જ. ડિસેમ્બર 1903, નવસારી; અ. 2001) : વીસમી સદીના સૌથી વધુ નોંધપાત્ર મુફતી. તેમણે રાંદેર- (જિલ્લો સૂરત)ના દારુલ ઉલૂમ હુસૈનિયામાં રહીને એક આલિમે દીન અને મુફતી તરીકે મુસ્લિમ કોમ તથા દેશની આગવી સેવા બજાવી છે. તેઓ કાદરી-સૈયદ કુળના નબીરા અને હજરત અબ્દુલ કાદર જીલાનીના વંશજ હતા. તેમના પિતામહ મૌલાના ઇબ્રાહીમ લાજપુર ગામના…
વધુ વાંચો >લાજમી લલિતા
લાજમી, લલિતા (જ. 1932, કોલકાતા) : એકરંગી (monochrome) નિસર્ગચિત્રો સર્જવા માટે જાણીતાં આધુનિક ભારતીય મહિલા ચિત્રકાર અને છાપ-ચિત્રકાર. મુંબઈ, અમદાવાદ, 1961 પછી વડોદરા, કોલકાતા તથા વિદેશમાં સિયેટલ (યુ.એસ.), જર્મની, ઇટાલીમાં તેમણે પોતાની કલાનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં છે. તેમની છાપ-ચિત્રકલા જર્મની, અમેરિકા અને જાપાનમાં સમૂહ-પ્રદર્શનોમાં રજૂ થઈ છે. અમિતાભ મડિયા
વધુ વાંચો >