Posts by Jyotiben
રહીટિક
રહીટિક : ટ્રાયાસિક (વ. પૂ. 22.5 કરોડ વર્ષથી 19 કરોડ વર્ષ વચ્ચેના કાળગાળાની રચના) અને જુરાસિક (19 કરોડ વર્ષથી 13.6 કરોડ વર્ષ વચ્ચેના કાળગાળાની રચના) વચ્ચે રહેલી સંક્રાંતિ-રચના. આ રચના વાયવ્ય યુરોપના રહીટિક આલ્પ્સમાં સર્વપ્રથમ ઓળખવામાં આવેલી હોવાથી તેને રહીટિક કક્ષા તરીકે ઓળખાવાઈ છે. તે નૉરિયન કક્ષાના ખડકો પર રહેલી છે. તે મુખ્યત્વે દરિયાઈ સંજોગો…
વધુ વાંચો >રહેનિયમ
રહેનિયમ : આવર્તક કોષ્ટકના 7મા (અગાઉના VII B) સમૂહનું રાસાયણિક ધાત્વિક તત્વ. સંજ્ઞા Re. પરમાણુક્રમાંક (Z), 75. મેન્દેલિયેવે તેના આવર્તક કોષ્ટકમાં એકા-મૅન્ગેનીઝ (Z = 43) અને દ્વિ-મૅન્ગેનીઝ (Z = 75) એમ બે તત્વો માટે જગ્યા ખાલી રાખેલી. 1925માં ડબ્લ્યૂ. નોડાક, આઈ. ટાકે (પાછળથી ફ્રાઉ નોડાક) અને ઓ. બર્ગે ગેડોલિનાઇટ(એક સિલિકેટ)ના નમૂનામાંથી Z = 75 ધરાવતું…
વધુ વાંચો >રહૅમ્નેસી
રહૅમ્નેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. તેને બૅન્થામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિ પ્રમાણે ઉપવર્ગ મુક્તદલા, શ્રેણી બિંબપુષ્પી (Disciflorae) અને ગોત્ર સીલાસ્ટ્રેલ્સમાં મૂકવામાં આવ્યું છે. આ કુળ લગભગ 58 પ્રજાતિઓ અને 900 જેટલી જાતિઓ ધરાવે છે અને તેનું વિતરણ ઉષ્ણ અને અધોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. તે ઠંડા પ્રદેશોમાં થતું નથી. Rhamnus સૌથી મોટી પ્રજાતિ છે;…
વધુ વાંચો >રહોડ આઇલૅન્ડ
રહોડ આઇલૅન્ડ : યુનાઇટેડ સ્ટેટ્સનું સૌથી નાનું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 41° 41´ ઉ. અ. અને 71° 30´ પ. રે.ની આજુબાજુનો 3,140 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ રાજ્ય ઈશાન યુ.એસ.માં ઍટલાંટિક મહાસાગરના ફાંટારૂપ નૅરેગેન્સેટના અખાત પર છે અને તેમાં 36 જેટલા ટાપુઓ આવેલા છે. રાજ્યનો મોટાભાગનો વિસ્તાર યુ.એસ.ની મુખ્ય ભૂમિ પર છે.…
વધુ વાંચો >રહોડ ટાપુ
રહોડ ટાપુ : ભૂમધ્ય સમુદ્રના ફાંટારૂપ એજિયન સમુદ્રમાં આવેલા ડોડેકેનિસ ટાપુઓ પૈકીનો એક ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 36° 15´ ઉ. અ. અને 28° 00´ પૂ. રે.ની આજુબાજુનો 1,398 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે એશિયા માઇનોરના નૈર્ઋત્ય કિનારાથી 19 કિમી.ને અંતરે આવેલો છે. તે હવે રોધોસ નામથી પણ ઓળખાય છે. પર્વતોની હારમાળા તેની…
વધુ વાંચો >રહોડોક્રોસાઇટ (Rhodochrosite)
રહોડોક્રોસાઇટ (Rhodochrosite) : મૅંગેનીઝનું ખનિજ. રાસા. બં. : MnCO3. સ્ફટિકવર્ગ : હેક્ઝાગોનલ. સ્ફટિક સ્વરૂપ : સ્ફટિકો રહોમ્બોહેડ્રલ, ભાગ્યે જ પ્રિઝમ સ્વરૂપવાળા કે સ્કેલેનોહેડ્રલ કે જાડા મેજઆકાર હોય. મોટેભાગે તો તે દળદાર, ઘનિષ્ઠથી સ્થૂળ દાણાદાર. અધોગામી સ્તંભરૂપે, દ્રાક્ષના ઝૂમખા જેવા કે ગોલક સ્વરૂપના હોય. કઠિનતા : 3.5થી 4. ઘનતા : શુદ્ધ MnCO3 હોય ત્યારે 3.70; મોટેભાગે…
વધુ વાંચો >રહોડોનાઇટ
રહોડોનાઇટ : પાયરૉક્સિન સમૂહમાં આવતું મગેનીઝનું ખનિજ. રાસા. બં. : MnSiO3. સ્ફટિક વર્ગ : ટ્રાયક્લિનિક. સ્ફટિક-સ્વરૂપ : સ્ફટિકો સામાન્યપણે મેજ-આકાર, (001)ને સમાંતર, ખરબચડા, ગોળ ધારવાળા દળદાર, વિભાજનશીલથી ઘનિષ્ઠ; આ ઉપરાંત સૂક્ષ્મ દાણાદારથી સ્થૂળ દાણાદાર. કઠિનતા : 5.5થી 6.5. ઘનતા : 3.57થી 3.76. સંભેદ : (110) પૂર્ણ, (10) પૂર્ણ, (001) સારી. પ્રભંગ : વલયાકારથી ખરબચડો; ઘનિષ્ઠ…
વધુ વાંચો >રહોડોપ પર્વતમાળા
રહોડોપ પર્વતમાળા : બલ્ગેરિયા(અગ્નિ યુરોપ)ના દક્ષિણ ભાગમાં આવેલા પર્વતો. ભૌગોલિક સ્થાન : તે 41° 45´ ઉ. અ. અને 24° 30´ પૂ. રે.ની આજુબાજુનો 14,737 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 240 કિમી. અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ 96 કિમી. જેટલી છે. બલ્ગેરિયાના ચાર મુખ્ય ભૂમિભાગો પૈકીનો તે એક છે. બલ્ગેરિયાનું આ પર્વત-સંકુલ પશ્ચિમ તરફ…
વધુ વાંચો >રહોડ્ઝ, વિલ્ફ્રેડ
રહોડ્ઝ, વિલ્ફ્રેડ (જ. 29 ઑક્ટોબર 1876, કિર્બઇટન, યૉર્કશાયર, યુ.કે.; અ. 8 જુલાઈ 1973, બૅન્કસમ પાર્ક, ડૉરસેટ, યુ.કે.) : આંગ્લ ક્રિકેટ-ખેલાડી. પ્રથમ કક્ષાની ક્રિકેટ મૅચમાં તેમણે કાયમ માટે સૌથી વધારે વિકેટ ઝડપી હતી અને તેઓ એક સર્વાંગનિપુણ (all rounder) ખેલાડી હતા. તેમનો રનનો જુમલો કેવળ 15 બૅટધર વટાવી શક્યા હતા. તેમની સમગ્ર લાંબી કારકિર્દી દરમિયાન તેઓ…
વધુ વાંચો >રહોડ્ઝ, સેસિલ જૉન
રહોડ્ઝ, સેસિલ જૉન (જ. 5 જુલાઈ 1853, હર્ટફર્ડશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1902, કિમ્બરલી, દ. આફ્રિકા) : બ્રિટિશ રાજદ્વારી પુરુષ અને હીરા-ઉદ્યોગના બેતાજ બાદશાહ. તેમણે બ્રિટિશ સામ્રાજ્યને દક્ષિણ આફ્રિકામાં વિસ્તારવા માટે બીજી કોઈ પણ વ્યક્તિ કરતાં વધુમાં વધુ જહેમત ઉઠાવેલી. તે પાદરીના પુત્ર હતા. દક્ષિણ આફ્રિકાના નાતાલમાં તેમનો એક ભાઈ કપાસની ખેતી કરતો હતો ત્યાં તે 1870માં…
વધુ વાંચો >