રૉશની ઉપગ્રહ-મર્યાદા : ગ્રહો અને ઉપગ્રહોની વચ્ચે અતૂટ સંબંધ જાળવતી અંતરની મર્યાદા. ગ્રહો અને ઉપગ્રહોની સૃષ્ટિમાં, ઉપગ્રહો તેમના અને તેમની કક્ષાના કેન્દ્રમાં રહેલ ગ્રહ વચ્ચેના અંતરમાં મર્યાદા જાળવે છે ! જો તે આ મર્યાદાનું ઉલ્લંઘન કરીને વધુ નજદીક આવે તો તે તૂટી જાય. અંતરની આ મર્યાદા, તે રૉશ(Roche)ની ઉપગ્રહ-મર્યાદા. આવી મર્યાદા હોવા પાછળનું કારણ ઉપગ્રહના…

વધુ વાંચો >

રૉશ મૂતૉની : હિમનદીના ઘસારાથી ઉદભવતું લક્ષણ. સૂતેલા ઘેટાના આકારમાં જોવા મળતા હિમનદીજન્ય ટેકરાઓ માટે વપરાતો ફ્રેન્ચ શબ્દ. આવા ટેકરા નાના-મોટા કદના તેમજ બે બાજુએ જુદા જુદા ઢાળવાળા હોય છે. હિમનદીની વહનદિશા તરફનો તેમનો ઘસારો પામેલો આછો ઢોળાવ લીસો હોય છે, જ્યારે પાછળનો ઢોળાવ ઉગ્ર અને ખરબચડો હોય છે. તળખડકો ઉપર લદાયેલા હિમજથ્થાના બોજના સરકવાથી…

વધુ વાંચો >

રૉશૅંબો, ઝાં બાપ્તિસ્ત (જ. 1 જુલાઈ 1725, વેન્ડોમ, ફ્રાન્સ; અ. 10 મે 1807) : ફ્રાન્સના માર્શલ. લશ્કરમાં હયદળના અધિકારી તરીકે જોડાયા. પછી ર્ક્ધાલ બન્યા અને 1756માં મિનોર્કા સુધીની ફ્રેન્ચ આગેકૂચમાં નામના મેળવી. પૉર્ટ મેહોન ખાતે 15,000નું ખુશ્કીદળ ખડકીને બ્રિટિશ દળોને શરણાગતિ સ્વીકારવાની ફરજ પાડી. 1761માં તેમને બ્રિગેડિયર જનરલ તરીકે બઢતી મળી. 1763માં જર્મની પર વિજય…

વધુ વાંચો >

રૉસ, રૉનાલ્ડ (સર) (જ. 1857, આલ્મોડા, ભારત; અ. 1932, પટની, લંડન) : પ્રખર બ્રિટિશ આયુર્વિજ્ઞાની. ‘એનૉફિલીઝ’ મચ્છર કરડવાથી મલેરિયાનાં જંતુઓ માનવીના શરીરમાં પ્રવેશે છે તેની સૌપ્રથમ માહિતી આપનાર તેઓ હતા. મલેરિયા પરના તેમના સંશોધન માટે તેમને ઈ. સ. 1902માં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. રૉનાલ્ડ રૉસ લંડનની આયુર્વિજ્ઞાન કૉલેજમાંથી સ્નાતક (1879) થઈને ઇંડિયન મેડિકલ…

વધુ વાંચો >

રૉસકૉમન : આયર્લૅન્ડ પ્રજાસત્તાકના કૉનૉટ (Connaught) પ્રાંતમાં આવેલું પરગણું. તે ગ્રામીણ અને ખેતીપ્રધાન વિસ્તાર છે. તેનું કુલ ક્ષેત્રફળ 2,463 ચોકિમી. જેટલું છે. અહીંના મોટામાં મોટા નગરનું નામ પણ રૉસકૉમન છે. સેન્ટ કૉમનનાં લાકડાં ‘આયરિશ રૉસ કૉમેઇન’ પરથી ‘રૉસકૉમન’ નામ પડેલું છે. ભૂમિ : શૅનોન નદી અને તેની સાથે સંકળાયેલાં સરોવરો રૉસકૉમનની પૂર્વ સરહદ રચે છે.…

વધુ વાંચો >

રૉસની જાગીર (Ross Dependency) : રૉસ સમુદ્ર, રૉસ હિમછાજલી અને મેકમર્ડો અખાતી વિભાગને સમાવી લેતો ઍન્ટાર્ક્ટિકાનો ફાચર જેવો વિભાગ. તે 60° દ. અ.થી 86° દ. અ. અને 160° પૂ. રે.થી 150° પ. રે. વચ્ચે આવેલો છે. અહીંના બધા જ ટાપુઓ અને પ્રદેશોનો આ નામ હેઠળ સમાવેશ કરેલો છે. એડ્વર્ડ VII લૅન્ડ, રૉસ સમુદ્ર અને તેના…

વધુ વાંચો >

રૉસબી તરંગો : મોસમવિજ્ઞાનમાં જેટ પ્રવાહના વહનની અક્ષમાં વિકસતું એક એવું મોટું સમમિતીય તરંગણ (undulation) કે જે ઠંડી, ધ્રુવીય (polar) હવાને ગરમ ઉષ્ણકટિબંધીય (tropical) હવાથી અલગ પાડે છે. પોતાના અભ્યાસ દરમિયાન સ્વીડિશ–અમેરિકન મોસમવિજ્ઞાની કાર્લ-ગુસ્તાફ અર્વિડ રૉસબીએ ઉચ્ચતર પશ્ચિમી (westerly) પવનોમાં હવાના દીર્ઘ જ્યાવક્રીય (સાઇનવક્રીય, sinusoidal) તરંગો પારખી તેમના હલનચલન અંગે સમજૂતી આપી હોવાથી આ તરંગોને…

વધુ વાંચો >

રૉસ, રાલ્ફ (જ. 17 માર્ચ 1885, લુઈવિલે, યુ.એસ.; અ. 16 ઑક્ટોબર 1913 સાન ફ્રાન્સિસ્કો, યુ.એસ.) : અમેરિકાના ઍથ્લેટિક ખેલાડી. 1904 અને 1908માં તેઓ ઓલિમ્પિક રમતોત્સવમાં ગોળાફેંકના ચૅમ્પિયન બન્યા અને 2 સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા; 1912માં તે ગોળાફેંકમાં બીજા ક્રમે રહ્યા. 1912માં તે બે હાથે ફેંકવાના ગોળામાં ત્રીજા સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા; એ ઉપરાંત એ જ વર્ષે ડિસ્ક…

વધુ વાંચો >

રૉસ, લાયનલ (જ. 21 જૂન 1948, વૅરેગુલ, વિક્ટોરિયા, ઑસ્ટ્રેલિયા) : કોઈ પણ રમતમાં વિશ્વકક્ષાનું વિજયપદક જીતનાર એકમાત્ર ઑસ્ટ્રેલિયન આદિવાસી. તેમણે 1964માં વ્યવસાયી ધોરણે મુક્કાબાજી ખેલવાનો પ્રારંભ કર્યો. 1966માં તેઓ ઑસ્ટ્રેલિયન ચૅમ્પિયન બન્યા. 1968માં જાપાનના ‘ફાઇટિંગ હૅરાડા’ને પૉઇન્ટની દૃષ્ટિએ હરાવી, વિશ્વકક્ષાના બૅન્ટમવેઇટ વિજયપદકના વિજેતા બન્યા. આ વિજયપદક તેઓ 3 વખત સુધી જાળવી રાખી શક્યા અને 1969માં…

વધુ વાંચો >

રૉસ સમુદ્ર : પૅસિફિક મહાસાગરનું દક્ષિણ તરફનું વિસ્તરણ. ભૌગોલિક સ્થાન : 75° દ. અ. અને 175° પ. રે.ની આજુબાજુ તે વિસ્તરેલો છે. આંતરરાષ્ટ્રીય દિનાંતરરેખા આ સમુદ્રની મધ્યમાંથી પસાર થાય છે. તેના મથાળે વિશાળ હિમછાજલી (Ross Ice Shelf) સહિત તે ઍન્ટાર્ક્ટિકા ખંડની ગોળાકાર ખંડીય આકારરેખામાં મોટો ખાંચો પાડે છે. આ સમુદ્ર પ્રમાણમાં છીછરો છે અને આશરે…

વધુ વાંચો >