રોલામાઇટ (rolamite) : યાંત્રિક સાધનો (પ્રયુક્તિઓ) માટે વપરાતી સાદી, નમ્ય (flexible) અને સહેલાઈથી ગોઠવી શકાય તેવી પ્રાથમિક યંત્રરચના (mechanism). સાદી, નાની યાંત્રિક સ્વિચની શોધ કરતાં ડૉનાલ્ડ વિલ્ક્સે 1966માં રોલામાઇટની શોધ કરી. પહેલાં આ પ્રકારના કામ માટે જે સ્વિચો વપરાતી તેનાં કદ અને ભાગોની સંખ્યામાં રોલામાઇટ ક્રિયાવિધિના ઉપયોગથી ઘટાડો થયો. રોલામાઇટની રચના બહુ સાદી છે. લંબચોરસ…

વધુ વાંચો >

રોલાં, રોમાં (જ. 29 જાન્યુઆરી 1866, ક્લેમસી, ફ્રાન્સ; અ. 30 ડિસેમ્બર 1944, વેઝલે) : ફ્રેન્ચ નવલકથાકાર, નાટ્યકાર, નિબંધકાર. પૂરું નામ રોમાં એદમે પોલ એમિલ રોલાં. વીસમી સદીના મહાન આધ્યાત્મિક સાધકો પૈકીના એક. 1915માં સાહિત્ય માટેના નોબેલ પારિતોષિક-વિજેતા. સમકાલીન સામાજિક, રાજકીય અને આધ્યાત્મિક પ્રશ્નોના ઉકેલ માટે સતત ચિંતિત. ફ્રેન્ચ લશ્કરમાં પ્રવર્તમાન ‘ડ્રેફ્સ અફેર’ નામે જાણીતી યહૂદી…

વધુ વાંચો >

રોલેટ ઍક્ટ : ભારતના લોકોના અધિકારો અને સ્વાતંત્ર્ય ઉપર કાપ મૂકતો કાયદો. તે ‘કાળો કાયદો’ તરીકે લેખવામાં આવ્યો હતો. ભારતના ગવર્નર જનરલ લૉર્ડ ચેમ્સફર્ડે (1) ક્રાંતિકારી ચળવળ સાથે સંકળાયેલાં ગુનાઇત કાવતરાંની તપાસ કરીને હેવાલ આપવા તથા (2) આ પ્રકારનાં કાવતરાં સામે પગલાં ભરવામાં આવતી મુશ્કેલીઓ ધ્યાનમાં લઈને કાયદો ઘડવા માટે સરકારને સલાહ આપવા માટે 10…

વધુ વાંચો >

રોલેન્ડ, ફ્રૅન્ક શેરવૂડ : (જ. 28 જૂન 1927, દેલાવરે, ઓહાયો, યુ.એસ.) : ઓઝોન સ્તરના અવક્ષય (depletion) અંગેના સંશોધન માટે મેરિયો મોલિના અને પૉલ ક્રુટ્ઝેન સાથે 1995ના વર્ષના રસાયણશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સહવિજેતા. અમેરિકન નાગરિક એવા રોલેન્ડે વતનમાં અભ્યાસ કરી 1948માં ઓહાયો વેસ્લિયાન યુનિવર્સિટીની બી.એ.ની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ 1951માં તેમણે શિકાગો યુનિવર્સિટીની એમ.એસ. અને 1952માં પીએચ.ડી.ની…

વધુ વાંચો >

રોલૅન્ડસન, ટૉમસ (Rowlandson, Thomas) (જ. જુલાઈ 1756, ઓલ્ડ જૂરી, લંડન, બ્રિટન; અ. 22 એપ્રિલ 1827, લંડન, બ્રિટન) : અઢારમી સદીના બ્રિટિશ સમાજ પર વ્યંગના તીખા ચાબખા મારનાર બ્રિટિશ ચિત્રકારવ્યંગ્યચિત્રકાર. પિતા વેપારી હતા. 14 વરસની ઉંમરે તાલીમાર્થે લંડનની રૉયલ એકૅડેમી ઑવ્ આર્ટમાં જોડાયા. 16 વરસની ઉંમરે વધુ અભ્યાસ માટે પૅરિસ ગયા. બ્રિટન પાછા ફરી વ્યંગ્યચિત્ર-સર્જન શરૂ…

વધુ વાંચો >

રૉલ્ફ્સ, ક્રિશ્ચિયન (જ. 1849, નિન્ડૉર્ફ, જર્મની; અ. 1938, હાગેન, જર્મની) : અભિવ્યક્તિવાદી જર્મન ચિત્રકાર. 1870માં જર્મનીની વાઇમર અકાદમીમાં કલાનો અભ્યાસ શરૂ કર્યો. આ દરમિયાન વાસ્તવ-આભાસી નિસર્ગદૃશ્યોનું આલેખન કર્યું. અભ્યાસ પૂરો કર્યા પછી 1884 સુધી તેઓ વાઇમરમાં જ રહ્યા. 1900માં તેમને કલાના સંગ્રાહક ઑસ્થેયસનો ભેટો થયો અને તેમની સાથે મિત્રતા થઈ. હાગેનમાં આવેલા તેમના અંગત ‘ફૉકવૅન્ગ’…

વધુ વાંચો >

રોવ, ડાયૅના (જ. 14 એપ્રિલ 1933, મેરિલબોન, લંડન) : ટેબલટેનિસનાં આંગ્લ મહિલા ખેલાડી. એકસમાન દેખાતી આ જોડિયા બહેનો હતી; પોતે ડાબા હાથે ખેલતાં. જમણા હાથે ખેલનારાં તેમનાં બહેન રોઝલિંડ સાથે મળીને આ જોડી 1951 અને 1954માં વિશ્વ ડબલ સ્પર્ધામાં વિજેતા બની; 1952–53 તથા 1955માં તેઓ રનર્સ-અપ બની રહ્યાં. 1950–55 દરમિયાન આ જોડી લગાતાર 6 વખત…

વધુ વાંચો >

રોવન બોનસ યોજના : ઉત્પાદન માટે પ્રમાણિત કરેલા સમય કરતાં ઓછા સમયમાં ઉત્પાદન કરવાથી થયેલા વધારાના નફામાંથી સમયની બચત કરનાર શ્રમિકને ભાગ આપવા માટે ડૅવિડ રોવને વિકસાવેલી પદ્ધતિ. આર્થિક પ્રવૃત્તિ ચલાવનારાઓને શ્રમની જરૂર હોય છે. બજારમાં શુદ્ધ સ્વરૂપે શ્રમ મળતો નથી. શ્રમ લેવા જતાં શ્રમિક મળે છે. ગુલામી પ્રથા અને બંધક પ્રથામાં શ્રમિકો ‘ખરીદી’ શકાતા…

વધુ વાંચો >

રોવર્સ કપ : ફૂટબૉલ માટેનો ખૂબ જ લોકપ્રિય રાષ્ટ્રીય કક્ષાનો કપ. આ કપની શરૂઆત 1891માં થઈ હતી. પ્રથમ રોવર્સ કપ જીતવાનું શ્રેય પ્રથમ બટૅલિયન વૉર્સેસ્ટર રેજિમેંટને જાય છે. આજે તો રોવર્સ કપની પ્રતિષ્ઠા ફૂટબૉલમાં રાષ્ટ્રીય કક્ષાની ‘સંતોષ ટ્રોફી’ જેવી છે. દર વર્ષે રમાતી આ ટ્રોફી જીતવા માટે સમગ્ર દેશની ફૂટબૉલ ટીમો તનતોડ મહેનત કરે છે.…

વધુ વાંચો >

રોશનકુમારી : ભારતનાં નૃત્યાંગના. અંબાલાનાં મશહૂર પાર્શ્વગાયિકા ઝોહરાબેગમ તથા તબલા અને પખવાજ-વાદક ફકીર અહમદનાં પુત્રી રોશનકુમારીને કથક નૃત્ય શીખવા માટે બાળપણથી પ્રોત્સાહન મળ્યું. શરૂઆતમાં તેમને કે. એસ. મોરે અને પછી જયપુર ઘરાણાના પંડિત હનૂમાનપ્રસાદ અને ગુરુ સુંદરપ્રસાદ હેઠળ તાલીમ મળી. તે પછી પતિયાલાના ગુલામહુસેનખાંએ પણ તેમને પ્રશિક્ષણ આપ્યું. કથક સાથે રાજરાજેશ્વરીના વિદ્વાન ગુરુઓ ગોવિંદરાજ પિલ્લૈ…

વધુ વાંચો >