Posts by Jyotiben
રૉય, પ્રફુલ્લચંદ્ર
રૉય, પ્રફુલ્લચંદ્ર (જ. 2 ઑગસ્ટ 1886, રારૂલી–કતીપરા, જિ. ખુલના, બાંગ્લાદેશ; અ. 16 જૂન 1944, કૉલકાતા) : ઉચ્ચ કોટિના રસાયણવિદ અને ભારતમાં રાસાયણિક સંશોધન તેમજ રાસાયણિક ઉદ્યોગના પ્રણેતા. તેમના દાદા નાદિયા તથા જેસોરના દીવાન હતા. પિતા હરિશ્ચંદ્ર રૉય ઉર્દૂ, અરબી, સંસ્કૃત અને અંગ્રેજીના સારા જાણકાર હતા. હરિશ્ચંદ્ર રૉયે પોતાના જિલ્લામાં સૌપ્રથમ બૅન્ક અને અંગ્રેજી શાળાની સ્થાપના…
વધુ વાંચો >રૉય બર્મન, બિકર્ણ કેશરી
રૉય બર્મન, બિકર્ણ કેશરી (જ. 1922, હબીબગંજ, બાંગ્લાદેશ) : ભારતના જાણીતા નૃવંશશાસ્ત્રી. તેમણે નૃવંશશાસ્ત્રમાં કલકત્તા યુનિવર્સિટીમાંથી એમ.એસસી. અને ડી.ફિલ.ની પદવી મેળવી હતી. તેમણે 1955–60 દરમિયાન પશ્ચિમ બંગાળના આદિવાસી સંશોધન-કેન્દ્રમાં સહાયક મદદનીશ તરીકે કામ કરેલું. 1960–61માં તેઓ ભારત સરકારના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિભાગમાં મદદનીશ કમિશનર તરીકે જોડાયા. તેમણે રજિસ્ટ્રાર જનરલની કચેરીમાં સામાજિક અભ્યાસો અંગેના…
વધુ વાંચો >રૉય, બિધાનચંદ્ર (ડૉ.)
રૉય, બિધાનચંદ્ર (ડૉ.) (જ. 1 જુલાઈ 1882, પટણા; અ. 1 જુલાઈ 1962, કોલકાતા) : બંગાળના અગ્રણી રાજકીય નેતા, પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી, વિખ્યાત ડૉક્ટર તથા ભારતરત્ન ઍવૉર્ડના વિજેતા. ખુલના જિલ્લા(હાલ બાંગ્લાદેશમાં)ના શ્રીપુરના મહારાજા પ્રતાપાદિત્ય ઑવ્ જેસોરના તેઓ કુટુંબી હતા. પિતા પ્રકાશચંદ્ર એકેશ્વરવાદી હતા અને બ્રહ્મોસમાજમાં જોડાયેલા. તેમના પિતા ડેપ્યુટી મૅજિસ્ટ્રેટ અને ક્લેક્ટરપદે પહોંચ્યા હતા, જેમની…
વધુ વાંચો >રૉય, બિમલ
રૉય, બિમલ (જ. 12 જુલાઈ 1909, સુજાપુર, હાલના બાંગલા દેશમાં ઢાકાની નજીક; અ. 8 જાન્યુઆરી 1966) : ચલચિત્રસર્જક. પિતા હેમચંદ્ર રૉય સુજાપુરના જમીનદાર હતા. ઢાકાની જગન્નાથ કૉલેજમાં તેઓ ઇન્ટરમીડિયેટમાં હતા ત્યારે પિતાનું અવસાન થયું હતું. તેમની જમીનદારીનો વહીવટ સંભાળતા મૅનેજરે એ બધી મિલકત પચાવી પાડતાં બિમલ રૉય તેમનાં માતા તથા ભાઈઓને લઈને કોલકાતા આવ્યા. 1930ના…
વધુ વાંચો >રૉય, મન્મથ
રૉય, મન્મથ (જ. 1899, અ. 1972) : બંગાળના જૂની અને નવી પેઢીને સાંકળતા એવા નાટ્યકાર કે જેઓ નાટ્યલેખન અને વિષય-પસંદગીમાં કડીરૂપ રહ્યા. પુરાણ અને ઇતિહાસમાંથી અનેક કથાઓ લઈને સાંપ્રત સમાજને અનુરૂપ અભિગમો સાથે તેમણે નાટ્યલેખન કર્યું. ‘કારાગાર’ નાટકમાં શ્રીકૃષ્ણની કથા હોવા છતાં, 1930માં લખાયેલા એ નાટકમાં ગાંધીજીના જેલવાસ અને તત્કાલીન રાજકીય પરિસ્થિતિનું પ્રતિબિંબ ઝિલાયું હતું.…
વધુ વાંચો >રૉય, માનવેન્દ્રનાથ
રૉય, માનવેન્દ્રનાથ (જ. 21 માર્ચ 1887, અરબેલિયા, પશ્ચિમ બંગાળ; અ. 24 જાન્યુઆરી 1954, દહેરાદૂન) : પ્રારંભે સામ્યવાદી, અને નવમાનવવાદી વિચારધારાના પિતા. મૂળ નામ નરેન્દ્ર ભટ્ટાચાર્ય. પિતા દીનબંધુ ભટ્ટાચાર્ય અને માતા બસંતકુમારી. કિશોર-વયથી જ રૉય સ્વાધીનતા-આંદોલનના એક સૈનિક બની ચૂક્યા હતા. બંગભંગ વિરોધી આંદોલનની ક્રાંતિકારી સંગઠન અનુશીલન સમિતિમાં તે જોડાયા. સરઘસ યોજવા માટે શાળામાંથી બરતરફ કરવાની…
વધુ વાંચો >રૉયલ ઑબ્ઝર્વેટરી, લખનઉ
રૉયલ ઑબ્ઝર્વેટરી, લખનઉ : ભારતમાં પરદેશી શાસનકાળ દરમિયાન ઈસુની અઢારમી–ઓગણીસમી સદીમાં આધુનિક સાધનોથી સજ્જ જે કેટલીક ખગોલીય વેધશાળાઓ સ્થપાઈ તેમાંની એક વેધશાળા, તે આ લખનઉની શાહી વેધશાળા. આ પહેલાં ઈ. સ. 1792માં મદ્રાસ(ચેન્નાઈ)માં અને તે પછી ઈ. સ. 1825માં કલકત્તા(કૉલકાતા)માં આવી વેધશાળાઓની સ્થાપના થઈ ચૂકી હતી. લખનઉની આ શાહી વેધશાળાની સ્થાપના આમ તો ઈ. સ.…
વધુ વાંચો >રૉયલ ઑસ્ટ્રેલિયન મિન્ટ
રૉયલ ઑસ્ટ્રેલિયન મિન્ટ : ઑસ્ટ્રેલિયાના કૅન્બરા શહેરમાં આવેલી જોવાલાયક ટંકશાળ. મુંબઈની ટંકશાળના પ્રમાણમાં ઘણી નાની, પરંતુ ઑસ્ટ્રેલિયાની વસ્તીના પ્રમાણમાં તે ઘણી મોટી કહેવાય. તેમાં ન્યૂઝીલૅન્ડ અને ફિજીના ચલણી સિક્કા પણ બનાવી આપવામાં આવતા હતા. આ ટંકશાળ જોવા માટેની વ્યવસ્થા પ્રશંસાજનક છે. આ ટંકશાળમાં ઉપરના માળે ઑબ્ઝર્વેશન ગૅલરી બનાવી છે. તેમાં ફરતાં ફરતાં તેની કાચમઢેલી દીવાલમાંથી…
વધુ વાંચો >રૉયલ કમિશન ઑન ઇન્ડિયન કરન્સી ઍન્ડ ફાઇનાન્સ
રૉયલ કમિશન ઑન ઇન્ડિયન કરન્સી ઍન્ડ ફાઇનાન્સ : ભારતની ચલણવ્યવસ્થા તેમજ વિદેશી હૂંડિયામણની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ભારતના અંગ્રેજ શાસકો દ્વારા 1925માં નીમવામાં આવેલું પંચ. જુલાઈ 1926માં તેણે પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. હિલ્ટન યંગ એના અધ્યક્ષ હતા. આથી જ તેનો રિપૉર્ટ પણ હિલ્ટન યંગ કમિશન રિપૉર્ટ તરીકે જાણીતો છે. પંચમાં બીજા નવ સભ્યો હતા.…
વધુ વાંચો >રૉયલ કમિશન ઑન ઍગ્રિકલ્ચર
રૉયલ કમિશન ઑન ઍગ્રિકલ્ચર : અંગ્રેજોના શાસન નીચેના ભારતીય વિસ્તારોમાં ખેતી અને ગ્રામીણ અર્થતંત્રની પ્રવર્તમાન સ્થિતિ તપાસી તે અંગેનો હેવાલ આપવા 1926માં નીમવામાં આવેલું પંચ. ભારતમાં સરકારની કૃષિનીતિના વિકાસમાં સીમાચિહનરૂપ આ કમિશનના અધ્યક્ષપદે માર્કવિસ ઑવ્ લિનલિથગો હતા. તેમાં અન્ય નવ સભ્યો હતા. કૃષિસુધારણા, ગ્રામીણ પ્રજાની સુખાકારી ને સમૃદ્ધિ માટે યોગ્ય ભલામણો તેણે કરવાની હતી. કમિશનને…
વધુ વાંચો >