રોમન કૅથલિક : ખ્રિસ્તી ધર્મનો એક સંપ્રદાય. ‘કૅથલિક’ શબ્દ ધર્મસંઘ અને ધર્મપરંપરા એ બંને અર્થોમાં પ્રયોજાય છે. ઈસુએ પોતાના અગિયાર શિષ્યો પૈકીના પીટર નામના શિષ્યને પોતાનો ધર્મસંદેશ ફેલાવવાની કામગીરી સોંપી. એ પ્રચારઝુંબેશને પરિણામે ઈ. સ.ની બીજી સદીના ઉત્તરાર્ધ સુધીમાં ધર્મસંઘ અસ્તિત્વમાં આવ્યો. તેણે પોતાના સંગઠન માટે તત્કાલીન રોમન સામ્રાજ્યના વહીવટી માળખાને સ્વીકારી લીધું અને રોમને…

વધુ વાંચો >

રોમન ગણરાજ્યનું તિથિપત્ર : રોમન સામ્રાજ્યના પ્રભાવ તળે સ્વીકારાયેલ અને અમલમાં આવેલ તિથિપત્ર. વિશ્વભરના વ્યવહારમાં હવે જે સર્વસામાન્ય સ્વીકૃતિ પામેલ છે તે પ્રકારના તિથિપત્ર ‘Julian- Gregarian calendar’નાં મૂળ રોમન સામ્રાજ્યના તિથિપત્રમાં રહેલ છે. હાલના પ્રકારનું તિથિપત્ર ઈ. પૂ. 46ના વર્ષમાં તે સમયના રોમન સમ્રાટ જૂલિયસ સીઝર(Julius Caesar)ના એક ફરમાન દ્વારા રોમન હકૂમતમાં અપનાવાયું, જે જૂલિયન…

વધુ વાંચો >

રોમન સામ્રાજ્ય : પ્રાચીન સમયમાં મધ્ય ઇટાલીમાંથી શરૂ કરીને યુરોપ, એશિયા તથા આફ્રિકાના કેટલાક પ્રદેશો સુધી વિસ્તરેલું સૌથી મોટાં સામ્રાજ્યોમાંનું એક. તેમાં અનેક ભાષાઓ બોલતા, જુદા જુદા ધર્મો અને રિવાજો પાળતા કરોડો લોકોની વસ્તી હતી. રોમન અનુશ્રુતિ અનુસાર ઈ. પૂ. 753માં રૉમ્યુલસ અને રેમસ નામના બે જોડિયા ભાઈઓએ ટાઇબર નદીને કાંઠે રોમ નગર વસાવ્યું હતું.…

વધુ વાંચો >

રોમન સ્થાપત્ય : રોમન સ્થાપત્યમાં રોમન સામ્રાજ્યના વૈભવ અને ઠાઠમાઠનાં ભવ્ય દર્શન થાય છે. વિશાળ મંદિરો, માર્ગો, સ્નાનાગાર, ઍમ્ફી થિયેટર, કબરો, વિજય-સ્તંભો (કીર્તિ-સ્તંભો) વગેરેનો સમાવેશ રોમન સ્થાપત્યમાં થાય છે. રોમન સ્થાપત્યનો ફેલાવો સમગ્ર યુરોપમાં થયો અને યુરોપના સ્થાપત્યનો તે મુખ્ય આધાર બન્યું. આઠમી સદીમાં અનેક મોટાં મંદિરો બંધાયાં. આ સમયની સ્થાપત્યશૈલીમાંથી  ‘રોમનેસ્ક’ નામે ઉત્તરકાલીન રોમન…

વધુ વાંચો >

રોમન હૉલિડે : અંગ્રેજી ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1953. શ્વેત અને શ્યામ. ભાષા : અંગ્રેજી. નિર્માણ-સંસ્થા : પૅરેમાઉન્ટ પિક્ચર્સ. નિર્માતા અને દિગ્દર્શક : વિલિયમ વાઇલર. પટકથા : ઇયાન મેકલેલન હન્ટર, જૉન ડાયટન. કથા : ઇયાન મેકલેલન હન્ટરની વાર્તા પર આધારિત. છબિકલા : ફ્રાન્ઝ પ્લાનર. મુખ્ય કલાકારો : ગ્રૅગરી પૅક, ઓડ્રી હેપબર્ન, એડી આલ્બર્ટ, હાર્ટલી પાવર, લૉરા…

વધુ વાંચો >

રોમની સંધિ (1957) : સહિયારા બજાર અથવા જકાત મંડળની સ્થાપના માટે પશ્ચિમ યુરોપના છ દેશોએ 1957માં રોમ ખાતે કરેલી સંધિ. સ્થાપના વખતે તેમાં ફ્રાન્સ, પશ્ચિમ જર્મની, ઇટાલી, બેલ્જિયમ, નેધરલૅન્ડ્ઝ અને લક્ઝેમ્બર્ગ – આ છ દેશો જોડાયા હતા. આ સંધિ હેઠળ 1 જાન્યુઆરી, 1958થી ‘યુરોપિયન આર્થિક સમુદાય’ (European Economic Community) નામનું આર્થિક સંગઠન કાર્યશીલ બનતાં તે…

વધુ વાંચો >

રોમનેસ્ક કલા અને સ્થાપત્ય : રોમનેસ્ક કલાનો ઉદભવ કેરોલિન્જિયન યુગ દરમિયાન સમ્રાટ શાર્લમૅનના સમય(768–814)માં થયો હતો. લગભગ એક હજાર વર્ષ પછી સમગ્ર રોમન સામ્રાજ્યમાં  ઇટાલી, જર્મની, સ્પેન, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સમાં બાંધકામની પ્રવૃત્તિ મોટા પાયે શરૂ થઈ હતી. વિશેષત: ફ્રાન્સમાં આનો પ્રારંભ થયો હતો. અગિયારમીબારમી સદી દરમિયાનના યુરોપની સ્થાપત્યશૈલી રોમનેસ્ક શૈલી તરીકે ઓળખાય છે. રોમનેસ્ક સ્થપતિઓ મોટેભાગે…

વધુ વાંચો >

રોમર, આલ્ફ્રેડ શેરવુડ (જ. 5 ડિસેમ્બર 1894, વ્હાઇટ પ્લેન્સ, ન્યૂયૉર્ક; અ. 5 નવેમ્બર 1973, કેમ્બ્રિજ) : પૃષ્ઠવંશી પ્રાણીઓની ઉત્ક્રાંતિનો સ્પષ્ટ ખ્યાલ આપનાર એક ખ્યાતનામ જીવાવશેષવિજ્ઞાની (palaeontologist). તેમણે તુલનાત્મક શારીરિકી (comparative anatomy) અને ગર્ભવિજ્ઞાન(embryology)ના સચોટ પુરાવાઓને આધારે  પૃષ્ઠવંશી પ્રાણીઓના જીવાવશેષવિજ્ઞાનના ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આલ્ફ્રેડ રોમરનો જન્મ એક ગરીબ કુટુંબમાં થયો હતો. તેમના પિતા…

વધુ વાંચો >

રોમા : ઑસ્ટ્રેલિયાના દક્ષિણ-મધ્ય ક્વીન્સલૅન્ડમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : જિલ્લાનો વિસ્તાર 27° 15´ દ. અ. અને 148° 30´ પૂ. રે.ની આજુબાજુ પથરાયેલો છે, જ્યારે રોમા નગર 26° 35´ દ. અ. અને 148° 47´ પૂ. રે. પર આવેલું છે. આ નગર દેનહામ હારમાળામાંથી નીકળતી બંગિલ નદી(ડાર્લિંગ નદીની શાખા-નદીની સહાયક…

વધુ વાંચો >

રોમાનિયન ભાષા અને સાહિત્ય : રોમાન્સ ભાષાઓના પૂર્વ જૂથની સોશ્યાલિસ્ટ રિપબ્લિક ઑવ્ રોમાનિયાની સત્તાવાર ભાષા અને એમાં રચાયેલું સાહિત્ય. તે રુમાનિયન અથવા રોમાનિયન-રોમાના તરીકે પણ ઓળખાય છે. તેની ચાર મુખ્ય બોલીઓમાં ડેકો-રોમાનિયન, એરોમેનિયન અથવા મૅસીડો-રોમાનિયન, મેગ્લેનો-રોમાનિયન અને ઇસ્ત્રો-રોમાનિયન. તે રોમાનિયા, ગ્રીસ, યુગોસ્લાવિયા, આલ્બેનિયા, બલ્ગેરિયામાં ભૂતકાળમાં બોલાતી અથવા હાલ પ્રચલિત ભાષા છે. આ બોલીઓ એકમેકથી તદ્દન…

વધુ વાંચો >