Posts by Jyotiben
રોપવે (aerial ropeway)
રોપવે (aerial ropeway) : દુર્ગમ પર્વતો કે ઊંચી-નીચી ખડકાળ જમીન પર દૂર માલસામાન ને મુસાફરો માટે દોરડા(કેબલ)નો ઉપયોગ કરતી યાતાયાતની એક રીત. કારખાના માટે ખાણમાંથી કાચો માલ લાવવા કે મોટો બંધ બાંધવા માટે માટી, કાંકરી, રેતી જેવા પદાર્થો પહોંચાડવા રોપવેનો ઉપયોગ સારા પ્રમાણમાં થાય છે. હવે યાત્રાધામો અને પર્યટનસ્થળોમાં પણ રોપવેનો ઉપયોગ વધી રહ્યો છે.…
વધુ વાંચો >રૉબર્ટ ગૅડોનનો કલાસંગ્રહ
રૉબર્ટ ગૅડોનનો કલાસંગ્રહ : જર્મનીમાં મ્યૂનિક ખાતેનો ત્રીજી સદીથી ઓગણીસમી સદી સુધીની ભારતીય કલાકૃતિઓનો સર્વશ્રેષ્ઠ અને વિશાળ સંગ્રહ. ‘થેરપી’ નામના તબીબી સામયિકના તંત્રી રૉબર્ટ ગૅડોનના અંગત સંગ્રહને 1966માં જનતા માટે વિધિવત્ રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. રોબર્ટના પિતામહ શિલ્પી હતા. તેમના સંસ્કાર રૉબર્ટમાં ઊતર્યા અને 1955થી તેમને ભારતીય કલાકૃતિઓના સંગ્રહનો શોખ લાગ્યો. તેમણે દર વર્ષે…
વધુ વાંચો >રૉબર્ટ્સ, ઍન્ડી
રૉબર્ટ્સ, ઍન્ડી (જ. 29 જાન્યુઆરી 1951, અર્લિગ્ઝ વિલેજી ઍન્ટિગુયાના) : વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટર. તેઓ એક સૌથી ઝડપી અને સૌથી ખતરનાક ગોલંદાજ છે. વેસ્ટ ઇન્ડિઝ વતી રમનારા તેઓ ઍન્ટિગુયાનાના સૌપ્રથમ ખેલાડી હતા; ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટ લેનારા તેઓ વેસ્ટ ઇન્ડિઝના ત્રીજા ખેલાડી બની રહ્યા. ક્રિકેટ-કારકિર્દીનો પ્રારંભ તેમણે 1974માં એક મૅચથી કર્યો, ત્યારપછીની તેમની શ્રેણીમાં તેમણે 1974–75માં…
વધુ વાંચો >રોબસન, પૉલ (બ્સ્ટીલ)
રોબસન, પૉલ (બ્સ્ટીલ) (જ. 1898, પ્રિન્સટન, ન્યૂ જર્સી; અ. 1976) : પ્રસિદ્ધ ગાયક અને અભિનેતા. પ્રારંભમાં તેમને અમેરિકાના ‘બાર’ ખાતે પ્રવેશ મળ્યો હતો; પરંતુ 1921માં ન્યૂયૉર્ક શહેરમાં તેમણે રંગભૂમિ-કારકિર્દીનો પ્રારંભ કર્યો. 1922માં તેમણે બ્રિટનની રંગભૂમિ પર અભિનય આપ્યો. આફ્રિકન-અમેરિકન અભિનેતા તરીકે તેમને જે સફળતા મળી તેવી અને તેટલી લોકચાહના તેમને ગાયક તરીકે પણ મળી. તેમણે…
વધુ વાંચો >રોબિન વૉરેન
રોબિન વૉરેન (જ. 11 જૂન 1937, એડિલેડ, દક્ષિણ ઑસ્ટ્રેલિયા) : 2005ના નોબેલ પુરસ્કારના સહવિજેતા ઑસ્ટ્રેલિયન સંશોધક. 1961માં યુનિવર્સિટી ઑવ્ એડિલેડમાંથી સ્નાતક પદવી પ્રાપ્ત કરી અને કેટલીક ઇસ્પિતાલોમાં કાર્ય કર્યા પછી 1968માં રૉયલ પર્થ હૉસ્પિટલમાં રોગવિજ્ઞાની તરીકે જોડાયા; જ્યાં 1999 સુધી સેવા આપી નિવૃત્ત થયા. 1979માં એક દર્દીના જઠરની પેશીનું જૈવપરીક્ષણ (biopsy) કરતાં કુંતલાકાર બૅક્ટેરિયાનું સૌપ્રથમ…
વધુ વાંચો >રૉબિનહૂડ
રૉબિનહૂડ : ઇંગ્લૅન્ડના શેરવૂડ કે બાર્ન્સડેલના જંગલમાં વસતો, દંતકથારૂપ બનેલો, મધ્યકાલીન યુગનો, ગરીબોનો બેલી અને ધનિકોનો દુશ્મન, પરંતુ રાજસત્તા સામે બહારવટે ચડેલો વીરપુરુષ. પોતાની આજ્ઞાનો ભંગ કરનાર, પછી ભલે તે રાજસત્તા હોય કે સામાન્ય પ્રજાજન, કોઈની શેહશરમ વગર, તેને રહેંસી નાંખતાં તેને કોઈ રોકી શકતું ન હતું. તે સ્ત્રીદાક્ષિણ્યથી ભરપૂર દયાળુ પણ હતો. જંગલમાં શિકાર…
વધુ વાંચો >રૉબિન્સન, એડ્વિન આર્લિંગ્ટન
રૉબિન્સન, એડ્વિન આર્લિંગ્ટન (જ. 22 ડિસેમ્બર 1869, હેડટાઇડ, મેઇન, યુ.એસ.; અ. 6 એપ્રિલ 1935, ન્યૂયૉર્ક સિટી) : અમેરિકન કવિ અને પત્રકાર. ગાર્ડિનર શહેરમાં ઉછેર. તેમની કવિતામાં દૃષ્ટિગોચર થતું ‘ટિલબેરી ટાઉન’ તે જ ગાર્ડિનર. શિક્ષણ હાર્વર્ડમાં (1891–93). ન્યૂયૉર્ક સિટીમાં નોકરી. ‘ધ ટૉરન્ટ ઍન્ડ ધ નાઇટ બિફોર’ (1896) તેમનો અંગત રીતે છપાયેલો પ્રથમ કાવ્યસંગ્રહ. અંગ્રેજ કવિ ટૉમસ…
વધુ વાંચો >રૉબિન્સન, જૉન વાયોલેટ
રૉબિન્સન, જૉન વાયોલેટ (જ. 1903; અ. 1983) : વિખ્યાત માર્કસવાદી અર્થશાસ્ત્રી. ગર્ટન કૉલેજમાં શિક્ષણ લીધા બાદ, 1931માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આસિસ્ટંટ લેક્ચરર તરીકે જોડાયાં. તેમના પતિ પ્રોફેસર સર ઈ. એ. જી. રૉબિન્સન નિવૃત્ત થતાં 1965માં તેમણે તેમના પતિનું સ્થાન લીધું, જ્યાં 1971 સુધી કામ કર્યું. કારકિર્દીની શરૂઆતમાં તેમના પર આલ્ફ્રેડ માર્શલનો પ્રભાવ હતો, પરંતુ ત્યારબાદ તેઓ…
વધુ વાંચો >રૉબિન્સન, બિલ ‘બોજન્ગલ્સ’
રૉબિન્સન, બિલ ‘બોજન્ગલ્સ’ (જ. 1878, રિચમંડ, વર્જિનિયા; અ. 1949) : અમેરિકાના ખ્યાતનામ ટૅપ-નર્તક. મૂળ નામ લ્યૂથર રૉબિન્સન. લાડકું નામ ‘કિંગ ઑવ્ ટૅપૉલોજી’. તેમણે 8 વર્ષની વયે વ્યવસાયી ધોરણે નર્તક તરીકે લુઇવિલે, કેન્ટકીમાં કામ કરવા માંડ્યું. પછી તેઓ લોકપ્રિય સંગીત-નાટકોમાં નર્તક તરીકે કામ કરવા 1891માં ન્યૂયૉર્ક શહેરમાં આવ્યા. 1928માં તેમણે બ્રૉડવેના રંગમંચ પર સૌપ્રથમ વાર પદાર્પણ…
વધુ વાંચો >રૉબિન્સન, સર રૉબર્ટ
રૉબિન્સન, સર રૉબર્ટ (જ. 13 સપ્ટેમ્બર 1886, ચેસ્ટરફીલ્ડ, ડર્બિશાયર, ઇંગ્લૅન્ડ; અ. 8 ફેબ્રુઆરી 1975, ગ્રેટ મિસેન્ડેન, લંડન પાસે) : કાર્બનિક સંશ્લેષણના નિષ્ણાત અને કાર્બનિક રસાયણમાં ઇલેક્ટ્રૉનીય સિદ્ધાંતની પહેલ કરનાર, નોબેલ પુરસ્કાર-વિજેતા બ્રિટિશ રસાયણવિદ. લીડ્ઝ નજીકની શાળાઓમાં પ્રાથમિક અભ્યાસ બાદ તેમણે માન્ચેસ્ટરના વિક્ટોરિયા વિશ્વવિદ્યાલયમાંથી 1906માં બી.એસસી. તથા 1910માં ડી.એસસી. પદવી મેળવી. 1912માં તેઓ સિડની વિશ્વવિદ્યાલયના શુદ્ધ…
વધુ વાંચો >