Posts by Jyotiben
રોઝમેરિઝ બેબી
રોઝમેરિઝ બેબી : ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1968. ભાષા : અંગ્રેજી. રંગીન. નિર્માતા : વિલિયમ કૅસલ. પટકથા-દિગ્દર્શક : રોમન પૉલાન્સ્કી. કથા : ઇરા લેવિનની નવલકથા પર આધારિત. છબિકલા : વિલિયમ એ. ફ્રેકર. મુખ્ય કલાકારો : મિયા ફેરો, જૉન કાસાવિટેસ, રૂથ ગૉર્ડન, સિડની બ્લૅકમેર, મૉરિસ ઇવાન્સ, ચાર્લ્સ ગ્રોડિન. અંધશ્રદ્ધા અને પારલૌકિક તત્વોમાં વિશ્વાસ ધરાવતાં લોકોના જીવનમાં બનતી…
વધુ વાંચો >રોઝ, લાઇનલ
રોઝ, લાઇનલ (જ. 21 જૂન 1948, વૉરેગલ, વિક્ટોરિયા, ઑસ્ટ્રેલિયા) : મુક્કાબાજીની સ્પર્ધાના ઑસ્ટ્રેલિયાના ખેલાડી. કોઈ પણ રમતમાં વિશ્વવિજયપદક જીતનાર તેઓ એકમાત્ર આદિવાસી (aboriginal) ખેલાડી છે. 1964માં તેમણે વ્યવસાયી ધોરણે મુક્કાબાજી રમવાનો પ્રારંભ કર્યો; 1966માં તેઓ ઑસ્ટ્રેલિયાના ચૅમ્પિયન નીવડ્યા; 1968માં જાપાનના ‘ફાઇટિંગ હારડા’ને પૉઇન્ટના ધોરણે હરાવીને વિશ્વનું બૅન્ટમવેટ (54 કિગ્રા. સુધીનું વજન) વિજયપદક જીતી ગયા. મુક્કાબાજીની…
વધુ વાંચો >રોઝવુડ
રોઝવુડ : જુઓ સીસમ.
વધુ વાંચો >રૉઝવૉલ કેન
રૉઝવૉલ, કેન (જ. 2 નવેમ્બર 1934, સિડની, ન્યૂ સાઉથ વૅલ્સ; ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના ટેનિસ-ખેલાડી. તેમની રમવાની શૈલી છટાદાર હતી. તેમના અદભુત ગ્રાઉન્ડ-સ્ટ્રોકના પરિણામે તેઓ સર્વવ્યાપી પ્રશંસા પામ્યા. તેમના અપાર કૌશલ્ય અને સામર્થ્યથી તેઓ વિમ્બલડન એકલ-સ્પર્ધા સિવાય અન્ય તમામ મહત્વની સ્પર્ધામાં વિજેતા બન્યા. જોકે 1954, 1956, 1970 અને 1976માં તેઓ ફાઇનલમાં હારી ગયા હતા. એક વ્યવસાયી…
વધુ વાંચો >રોઝાનોવા, ઓલ્ગા
રોઝાનોવા, ઓલ્ગા (જ. 1886, રશિયા; અ. 1918, રશિયા) : રશિયન કન્સ્ટ્રક્ટિવિસ્ટ મહિલા ચિત્રકાર. તેમણે દુન્યવી ઘટનાઓ કે ચીજવસ્તુઓના આભાસો કૅન્વાસ પર ચીતરવાને સ્થાને અમૂર્ત સ્વયંભૂ (autonomous) આકૃતિઓ ચીતરવાનું મુનાસિબ માનેલું. તેમની ચિત્રકૃતિઓમાં સફેદ કે આછા પીળા રંગની એકસરખી પશ્ચાદભૂમાં વચ્ચે લીલી કે લાલ જાડી પટ્ટી ચિત્રિત હોય છે. ચિત્રની ખરબચડી સપાટી તુરત જ ધ્યાન ખેંચી…
વધુ વાંચો >રોઝારિયો (Rosario)
રોઝારિયો (Rosario) : આર્જેન્ટીના બુએનૉસ આયરિસ અને કૉર્ડોબા પછીના ત્રીજા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 32° 57´ દ. અ. અને 60° 40´ પ. રે. પર સ્થિત આ મહાનગર બુએનૉસ આયરિસથી આશરે 320 કિમી. દૂર પારાના નદીના ઉપરવાસમાં, પૂર્વ-મધ્ય આર્જેન્ટીનાનાં પમ્પાઝનાં ફળદ્રૂપ મેદાનોમાં વસેલું છે. તે દરિયાથી દૂર ભૂમિ-અંતર્ગત આવેલું અગત્યનું નદીબંદર છે તથા…
વધુ વાંચો >રૉઝિન
રૉઝિન : ઉત્તર અમેરિકાનાં તથા યુરોપનાં પાઇનવૃક્ષોની અનેક જાતો(દા.ત., Pinus pinaster, P. sylvestric, P. palustris, P. taeda)માંથી મેળવાતા દ્રવ્ય. ટર્પેન્ટાઇન નિસ્યંદિત કરતાં પીળા (amber) રંગના ઘન સ્વરૂપે મળતું પોચું દ્રવ્ય રેઝિનમાંથી. રૉઝિનની મુખ્ય ત્રણ જાતો હોય છે. જીવંત વૃક્ષોમાંથી રેઝિન મેળવીને તેનું નિસ્યંદન કરતાં ગમ રૉઝિન મળે છે. અપરિષ્કૃત રેઝિન પાઇનવૃક્ષોના થડ ઉપર આડા કાપા…
વધુ વાંચો >રોઝીઉ
રોઝીઉ : વેસ્ટ ઇન્ડિઝની વાતાભિમુખ બાજુ કૅરિબિયન સમુદ્રમાં આવેલા પ્રજાસત્તાક ટાપુદેશ ડૉમિનિકનું પાટનગર, બંદર તથા મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 15° 18´ ઉ. અ. અને 61° 24´ પ. રે.. આ ટાપુના નૈર્ઋત્ય કિનારે નદીના મુખ પર આ શહેર વસેલું છે. ટાપુના મધ્યભાગમાં જ્વાળામુખી પર્વત આવેલો હોવાથી ઈશાન તરફથી આવતા વ્યાપારી પવનો અવરોધાય છે. આથી આ…
વધુ વાંચો >રોઝેનબર્ગ, આલ્ફ્રેડ
રોઝેનબર્ગ, આલ્ફ્રેડ (જ. 12 જાન્યુઆરી 1893, રેવાલ, ઇસ્ટોનિયા, રશિયા; અ. 16 ઑક્ટોબર 1946, નુરેમ્બર્ગ) : જર્મનીના નાઝીવાદી નેતા. ઇસ્ટોનિયામાં જર્મન કારીગર માતાપિતાને ત્યાં જન્મ. રીગા અને મૉસ્કોમાં તેમણે સ્થાપત્યનો અભ્યાસ કરીને 1918માં સ્નાતકની પદવી મેળવી. આ દરમિયાન રશિયામાં થયેલી બૉલ્શેવિક ક્રાંતિના તે સાક્ષી બન્યા અને બૉલ્શેવિકવિરોધી પણ બન્યા. ધરપકડની શક્યતા ઊભી થતાં 1919માં તે જર્મની…
વધુ વાંચો >રોઝેનુ, એન્જેલિકા
રોઝેનુ, એન્જેલિકા (જ. 15 ઑક્ટોબર 1921, બુખારેસ્ટ, રુમાનિયા) : રુમાનિયાના ટેબલટેનિસનાં મહિલા-ખેલાડી. બીજા વિશ્વયુદ્ધ પછીનાં વર્ષોમાં તેઓ ગિઝ ફર્કાસના અનુગામી તરીકે વિશ્વના પ્રથમ ક્રમનાં મહિલા-ખેલાડી બન્યાં. પ્રારંભમાં 1936માં તેઓ 15 વર્ષની વયે રુમાનિયાના સિંગલ્સ વિજયપદકનાં વિજેતા બન્યાં અને લગભગ નિવૃત્તિ સુધી તેમણે એ પદ જાળવી રાખ્યું. 1936માં તેમણે વિશ્વ-ચૅમ્પિયનશિપમાં સૌપ્રથમ ભાગ લીધો અને સિંગલ્સમાં ત્રીજા…
વધુ વાંચો >