રૉજર્સ ઘાટ : કૅનેડાના બ્રિટિશ કોલંબિયામાં આવેલો ઘાટ. તે બ્રિટિશ કોલંબિયાના અગ્નિ ભાગમાં ગ્લેશિયર નૅશનલ પાર્કમાં હર્મિટ અને સેલકર્ક પર્વતોની સર ડોનાલ્ડ હારમાળા વચ્ચે 1,327 મીટરની ઊંચાઈ પર આવેલો છે. 148 કિમી. લંબાઈવાળો કૅનેડિયન પેસિફિક રેલમાર્ગ આ ઘાટમાંથી પસાર થાય તે રીતે તૈયાર કરવાનો હતો ત્યારે 1881માં એ. બી. રૉજર્સ આ ભાગમાં તેની યોગ્યાયોગ્યતાની તપાસ…

વધુ વાંચો >

રૉજર્સ, જિંજર (જ. 16 જુલાઈ 1911, ઇન્ડિપેન્ડન્સ, મિસૂરી; અ. 25 એપ્રિલ 1995, કૅલિફૉર્નિયા) : અમેરિકાનાં ફિલ્મ અભિનેત્રી. મૂળ નામ વર્જિનિયા કૅથરિન મૅકમૅથ. વ્યવસાયી કલાકાર તરીકે તેમણે 14 વર્ષની વયે એડી ફૉયના મનોરંજન કરતા વૃંદ સાથે પ્રારંભ કર્યો હતો. 1928 સુધીમાં તેઓ પોતાના પ્રથમ પતિ જૅક પેપરની સાથે ગીત-નૃત્યકારની બેલડી તરીકે મનોરંજન પીરસતાં થયાં હતા. રૂપેરી…

વધુ વાંચો >

રૉજર્સ, રિચાર્ડ (જ. 28 જૂન 1902, ન્યૂયૉર્ક શહેર; અમેરિકા; અ. 30 ડિસેમ્બર 1979, ન્યૂયૉર્ક શહેર, અમેરિકા) : અમેરિકન મ્યૂઝિકલ કૉમેડીનો સ્વર-નિયોજક. તરુણાવસ્થામાં ઍમેટર બૉયઝ ક્લબ માટે રૉજર્સ ગીતો ગાતો. 1918માં તે કોલંબિયા યુનિવર્સિટીમાં સંગીતના વિદ્યાર્થી તરીકે દાખલ થયો અને 1919માં કોલંબિયા યુનિવર્સિટીના વાર્ષિક સમારંભમાં ‘ફ્લાય વિથ મી’ નાટકનો સ્વરનિયોજક બન્યો. દોઢ વરસ પછી કોલંબિયા યુનિવર્સિટીમાં…

વધુ વાંચો >

રોજા : ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1992. ભાષા : તમિળ. રંગીન. નિર્માણ-સંસ્થા : કવિતાલય પ્રોડક્શન્સ પ્રા. લિ. . દિગ્દર્શક : મણિરત્નમ્. છબિકલા : સંતોષ સિવન. સંગીત : એ. આર. રહેમાન. મુખ્ય કલાકારો : અરવિંદ, મધુ, પંકજ કપૂર, જનકરાજ, નઝર. દેશની વર્તમાન સ્થિતિ પર પ્રકાશ ફેંકતું અને પહેલી જ વાર કાશ્મીરી આતંકવાદના સીધા ઉલ્લેખ સાથે બનાવાયેલું આ…

વધુ વાંચો >

રોઝ, ઇરવિન (Rose, Irwin) (જ. 16 જુલાઈ 1926, બ્રૂકલિન, ન્યૂયૉર્ક, યુ.એસ.) : અમેરિકન જૈવરસાયણવિદ અને 2004ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. 1952માં રોઝે યુનિવર્સિટી ઑવ્ શિકાગોમાંથી જૈવરસાયણમાં એમ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. 1963–64 દરમિયાન તેઓ યેલ (Yale) યુનિવર્સિટી સ્કૂલ ઑવ્ મેડિસિનના અધ્યાપકગણમાં હતા. 1963થી 1995 દરમિયાન તેઓ ફૉક્સ ચેઝ (Fox chase) કૅન્સર સેન્ટરમાં વરિષ્ઠ સભ્ય…

વધુ વાંચો >

રોઝડી : હરપ્પીય સંસ્કૃતિની ગુજરાતના રાજકોટ જિલ્લાની વસાહત. દેશના ભાગલા પડ્યા તે પહેલાં સૌરાષ્ટ્રમાં હરપ્પીય સંસ્કૃતિની એક જ વસાહત પ્રકાશમાં આવી હતી, જે સુરેન્દ્રનગર જિલ્લાના રંગપુર પાસે આવેલી હતી. હરપ્પા અને મોહેં-જો-દડો પાકિસ્તાનમાં હોઈ, ભારતના પ્રદેશોમાં હરપ્પીય સંસ્કૃતિની વસાહતો શોધવાનું યોજાયું. 1954માં અમદાવાદ જિલ્લામાં લોથલની વસાહત શોધાઈ ને આગળ જતાં આમરા, લાખા બાવળ, રોઝડી વગેરે…

વધુ વાંચો >

રોઝનબર્ગ દંપતી : જૂલિયસ રોઝનબર્ગ (1918–53) અને ઇથેલ રોઝનબર્ગ (1915–53) (બંનેનો જન્મ ન્યૂયૉર્ક સિટી) : શંકાસ્પદ અમેરિકન જાસૂસ દંપતી. સમગ્ર ઍટલૅંટિક દેશોમાં પથરાયેલી જાસૂસી જાળના ભાગ રૂપે તેઓ કાર્ય કરતાં હતાં એવો આક્ષેપ તેમના પર મૂકવામાં આવ્યો હતો. બ્રિટનમાં ક્લૉસ ફ્યુફ્સના કેસની સુનાવણી દરમિયાન તેમનાં નામ-કામની જાણ થઈ હતી. જૂલિયસ અમેરિકાના સિગ્નલ કોર્પમાં ઇજનેર તરીકે…

વધુ વાંચો >

રોઝબી, કાર્લ-ગુસ્તાફ (જ. 1898, સ્ટૉકહોમ; અ. 1957) : સ્વીડનના નામાંકિત હવામાનશાસ્ત્રી. તેમણે સ્ટૉકહોમ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો. 1919માં તે બર્ગેન જિયોફિઝિકલ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા. 1926માં તેઓ અમેરિકા ગયા અને 1938માં ત્યાંના નાગરિક બન્યા. 1928માં તેઓ મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી ખાતે હવામાનશાસ્ત્રના પ્રોફેસર નિમાયા. 1941માં તેઓ શિકાગો ગયા અને 1950માં સ્ટૉકહોમ પાછા ફર્યા. વાતાવરણના ઉપરના વાયુમંડળમાં પશ્ચિમી…

વધુ વાંચો >

રોઝ, મરે (જ. 6 જાન્યુઆરી 1939, બર્મિંગહામ, ઇંગ્લૅન્ડ) : ઑસ્ટ્રેલિયાના તરણ-ખેલાડી. 1956માં મેલબૉર્ન ખાતેના ઓલિમ્પિક રમતોત્સવ ખાતે ઓલિમ્પિકના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરના ખેલાડી તરીકે 3 સુવર્ણ ચન્દ્રકના વિજેતા બન્યા અને તરણ-સ્પર્ધામાં વીરોચિત બહુમાન પામ્યા; 400 મી. અને 1,500 મી.ની તરણ-સ્પર્ધાના સુવર્ણ ચન્દ્રક ઉપરાંત ઑસ્ટ્રેલિયાની ટીમને 4 × 200 મી.ની રિલે સ્પર્ધામાં ત્રીજો સુવર્ણ ચન્દ્રક અપાવ્યો અને…

વધુ વાંચો >