Posts by Jyotiben
રૅલે, જૉન વિલિયમ સ્ટ્રટ (લૉર્ડ)
રૅલે, જૉન વિલિયમ સ્ટ્રટ (લૉર્ડ) (જ. 12 નવેમ્બર 1842, લૅંગફર્ડ ગ્રોવ, ઇસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 30 જૂન 1919, ટર્લિંગ પ્લેસ, ઇસેક્સ) : ઘણા મહત્વના વાયુઓની ઘનતાના સંશોધન અને આના અનુસંધાનમાં આર્ગન વાયુની શોધ બદલ 1904ના ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર ખ્યાતનામ ભૌતિકવિજ્ઞાની. તેમણે કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં શિક્ષણ લીધું હતું. જેમ્સ મૅક્સવેલ પછી તુરત જ કેમ્બ્રિજ ખાતે પ્રાયોગિક…
વધુ વાંચો >રૅલે પ્રકીર્ણન (Rayleigh scattering)
રૅલે પ્રકીર્ણન (Rayleigh scattering) : જેમની ત્રિજ્યા, પ્રકાશની તરંગલંબાઈ સાથે સરખાવી શકાય તેવા ગોળાકાર કણો વડે પ્રકાશનું પ્રકીર્ણન. વાયુ અને પ્રવાહીઓમાં λ તરંગલંબાઈના સૂક્ષ્મ વિસ્થાપન (shift) સાથે અસ્થિતિસ્થાપક (inelastic) પ્રકીર્ણનની બે જુદી પ્રક્રિયાઓ થાય છે. પ્રથમ દાબ-તરંગોને લીધે બ્રિલ્વાં (Brillouin) પ્રકીર્ણન, અને બીજું, અવ્યવસ્થા (entropy) અથવા તાપમાનની વધઘટમાંથી પેદા થતું પ્રકીર્ણન, રેલે પ્રકીર્ણન કહેવાય છે. ઘનપદાર્થોમાં…
વધુ વાંચો >રૅલે, વૉલ્ટર
રૅલે, વૉલ્ટર (જ. 1554 ? હેઝબાર્ટન, ડેવનશાયર, ઇંગ્લૅન્ડ; અ. 29 ઑક્ટોબર 1618, લંડન) : અમેરિકામાં વસાહત સ્થાપનાર અંગ્રેજ સાહસવીર અને લેખક. તેણે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો, પરંતુ સ્નાતક થતાં પહેલાં અભ્યાસ છોડીને ફ્રાન્સમાં ધાર્મિક વિરોધીઓની મદદ માટે સ્વયંસેવક તરીકે જોડાયા. ત્યાંથી 1578માં પાછા ફર્યા અને 1580માં આયર્લૅન્ડમાં લશ્કરના કૅપ્ટન બન્યા. ત્યાં આઇરિશ બળવાખોરો વિરુદ્ધ…
વધુ વાંચો >રૅલે, વૉલ્ટર ઍલેક્ઝાન્ડર (સર)
રૅલે, વૉલ્ટર ઍલેક્ઝાન્ડર (સર) (જ. 5 સપ્ટેમ્બર 1861, લંડન; અ. 13 મે 1922, ઑક્સફર્ડ) : અંગ્રેજીના પ્રાધ્યાપક અને વિવેચક. સ્કૉટલૅન્ડના આ વિદ્વાન પોતાના સમયમાં ઑક્સફર્ડમાં ખૂબ જાણીતા એવા અંગ્રેજી સાહિત્યના વિવેચક હતા. લિવરપૂલ યુનિવર્સિટીના આધુનિક સાહિત્યના આસનાધિકારી (chair of modern literature) તરીકે 1889થી 1900 સુધી રહ્યા. ગ્લાસગો યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રોફેસર તરીકે કામ કર્યું. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં…
વધુ વાંચો >રેવંચી
રેવંચી : દ્વિદળી વર્ગમાં આવેલા પૉલિગોનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Rheum emodi Wall. ex Meissn. (સં. હેમાવતી, પીતમૂલિકા, રેવન્દચીની, ક્ષીરિણી, કાંચનક્ષીરી; હિં. રેવંદચીની; બં. રેવનચીની; મ. રેવાચીની; ગુ. રેવંચી; અં. હિમાલયન રૂબાર્બ, ઇંડિયન રૂબાર્બ) છે. તે ચીનની મૂલનિવાસી વનસ્પતિ છે અને તુર્કસ્તાન, રશિયા, ભૂતાન, તિબેટ અને કાશ્મીરથી નેપાળ સુધી, મલબાર, ત્રાવણકોર, ખંડાલાના ઘાટ…
વધુ વાંચો >રેવા
રેવા : મધ્યપ્રદેશનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 24° 45´ ઉ. અ. અને 81° 30´ પૂ. રે.ની આજુબાજુનો 6,134 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય, ઉત્તર અને પૂર્વમાં ઉત્તર પ્રદેશ રાજ્યની સરહદ, દક્ષિણમાં સિધી જિલ્લો તથા પશ્ચિમમાં સતના જિલ્લો આવેલા છે. તેનો આકાર સમદ્વિબાજુ ત્રિકોણ જેવો છે, ત્રિકોણનો પાયો સતના…
વધુ વાંચો >રેવા (નદી) (Rewa)
રેવા (નદી) (Rewa) : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આવેલા ફિજિયન ટાપુઓની ઘણી અગત્યની અને લાંબી નદી. ફિજી સમૂહના મુખ્ય ટાપુ વીતી લેવુના ઉત્તર-મધ્ય ભાગમાં આવેલા તોમાનીવીના ઢોળાવ પરથી તે નીકળે છે અને 145 કિમી.ના અંતર સુધી અગ્નિ દિશા તરફ વહે છે. ફિજીના પાટનગર સુવા નજીક આવેલા લૌથલના ઉપસાગરમાં તે ઠલવાય છે. આ નદીની જળપરિવાહરચનાથી ટાપુનો આશરે…
વધુ વાંચો >રેવારી
રેવારી : હરિયાણા રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 28° 11´ ઉ. અ. અને 76° 37´ પૂ. રે.. તે આજુબાજુનો 1,559 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે રોહતક; ઈશાનમાં ગુરગાંવ; અગ્નિ, દક્ષિણ અને નૈર્ઋત્ય તરફ રાજસ્થાન; પશ્ચિમે મહેન્દ્રગઢ જિલ્લો તથા વાયવ્યમાં ભિવાની જિલ્લો આવેલા છે. રેવારી જિલ્લાની મધ્યમાં…
વધુ વાંચો >રૅવેના (Ravenna)
રૅવેના (Ravenna) : ઉત્તર ઇટાલીમાં ઍૅડ્રિયાટિક સમુદ્રના પૂર્વ કિનારા પર આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 44° 25´ ઉ. અ. અને 12° 12´ પૂ. રે.. તે તેનાં કલાભંડારો અને સ્થાપત્યો માટે ખ્યાતિ પામેલું છે. આ ઉપરાંત તે ખેતીની પેદાશો અને અન્ય ઉત્પાદકીય ચીજવસ્તુઓનું મથક પણ છે. અહીં આવેલી 10 કિમી. લાંબી નહેર રૅવેના શહેરને ઍડ્રિયાટિક સમુદ્ર…
વધુ વાંચો >રેશમ-ઉદ્યોગ
રેશમ-ઉદ્યોગ : રેશમના રેસાઓમાંથી કાપડનું ઉત્પાદન કરતો વ્યવસાય. રેશમ એક મજબૂત ચળકતો રેસો છે. તેના આકર્ષક દેખાવને લીધે તેને ‘રેસાની રાણી’ કહેવામાં આવે છે. કુદરતી રેસાઓમાં એ રેસો કેટલાક પ્રકારના પોલાદના તાર કરતાં પણ વધુ મજબૂત હોય છે. તેની વધુ પડતી સ્થિતિસ્થાપકતા તેને તનન (stretching) પછી મૂળ સ્થિતિમાં પરત લાવે છે. રેશમનું કાપડ વજનમાં હલકું…
વધુ વાંચો >