રૂપસંહિતા : એક આવકાર્ય અને સંગ્રહણીય રૂપકલા-કોશ. અખિલ ભારતીય ખ્યાતિ ધરાવતા કલાકાર વાસુદેવ સ્માર્ત દ્વારા સંપાદિત ભારતીય કલા-પરંપરામાં આલંકારિક આકૃતિઓનો ઘણો મોટો સંગ્રહ ધરાવતું પ્રકાશન. આ સંગ્રહનું પ્રથમ પ્રકાશન 1971ના અરસામાં થયેલું. તે આવૃત્તિ વેચાઈ ગયા બાદ નવાં ઉમેરણો સાથે બીજી આવૃત્તિ 1983માં પ્રગટ કરવામાં આવી; અને ત્રીજી સંવર્ધિત આવૃત્તિ 1997માં પ્રગટ થઈ છે તેમાં…

વધુ વાંચો >

રૂપસિંઘ (જ. 8 સપ્ટેમ્બર 1910; અ. 16 ડિસેમ્બર 1977) : ભારતીય હૉકીના મહાન ખેલાડી તથા ‘હૉકીના જાદુગર’, ધ્યાનચંદના નાના ભાઈ. રૂપસિંઘને આજે પણ વિશ્વના શ્રેષ્ઠ ‘ઇનસાઇડ-લેફ્ટ-ફૉરવર્ડ’ ખેલાડી ગણવામાં આવે છે. બંને ભાઈઓ વચ્ચે ખૂબ જ તાલમેળ હોવાથી આજે પણ હૉકીમાં ધ્યાનચંદ અને રૂપસિંઘની જોડીને અમર ગણવામાં આવે છે. 1932માં લૉસ ઍન્જલિસ મુકામે આયોજિત ઓલિમ્પિક્સમાં તેઓ…

વધુ વાંચો >

રૂપાટ ટાપુ (Rupat Island) : ઇન્ડોનેશિયાની મલાક્કાની સામુદ્રધુનીમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : 2° 00´ ઉ. અ. અને 102° 00´ પૂ. રે. ઇન્ડોનેશિયાના રિયાઉ પ્રાંતના વહીવટ હેઠળનો ટાપુ. તે સુમાત્રાના પૂર્વ કિનારાથી થોડેક દૂર આવેલો છે. બંને વચ્ચે 5 કિમી.ની પહોળી ખાડી છે. આ ટાપુ સમુદ્રસપાટીથી ઓછી ઊંચાઈ ધરાવે છે, તે ગોળાકાર અને કળણથી ભરપૂર…

વધુ વાંચો >

રૂપાંતરણ (transformation) (સૂક્ષ્મવિજ્ઞાન) : સંશ્લેષણ (conjugation), પારક્રમણ (transduction) જેવી પ્રક્રિયા દરમિયાન યજમાન સૂક્ષ્મજીવના સંજનીન(genome)માં થતું સંભાવ્ય પરિવર્તન. આ પ્રક્રિયામાં પર્યાવરણિક માધ્યમમાં રંગસૂત્ર કે જનીનના ભાગ રૂપે આવેલ DNAની સાંકળ યજમાન સૂક્ષ્મજીવમાં પ્રવેશીને તેમાં ભળી જાય છે. જોકે યજમાનના શરીરની બાહ્ય સપાટી તરફ DNAની સાંકળને સ્વીકારે તેવા સ્વીકારકો (receptors) હોય તો જ આ પ્રક્રિયા સાધ્ય બને…

વધુ વાંચો >

રૂપાંતરણ (metamorphosis) (પ્રાણીશાસ્ત્ર) : પ્રાણીના જન્મથી પુખ્ત અવસ્થા સુધીના વર્ધનકાલ દરમિયાન વિવિધ કક્ષાઓમાંથી પસાર થઈને તદ્દન ભિન્ન સ્વરૂપ પ્રાપ્ત કરવાની પરિવર્તન-ક્રિયા. બળદ, ઘોડા કે માનવી જેવા ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓનાં સંતાનો જન્મથી જ દેખાવમાં પુખ્ત પ્રાણીઓ જેવાં હોય છે; જ્યારે જમીન પર વસતા મોટાભાગના કીટકો, તેમજ દરિયામાં વસતા ઘણાં પ્રાણીઓનાં સંતાનો દેખાવમાં તેમજ આચરણમાં પુખ્ત પ્રાણીઓના…

વધુ વાંચો >

રૂપાંતરણ ગાણિતિક (transformation mathematical) આંકડાશાસ્ત્રીય માહિતીમાં ચોકસાઈ લાવવા લઘુગણકીય કે વર્ગમૂલીય વિધેયોમાં કરવામાં આવતા ફેરફાર. બૈજિક, ભૌમિતિક, વૈશ્લેષિક, અવકાશ કે આંકડાશાસ્ત્ર અંગેના ગાણિતિક પ્રશ્નોને સરળતાથી ઉકેલવા માટે બૈજિક પદો, ભૌમિતિક યામો કે અક્ષો અને વૈશ્લેષિક આલેખનોમાં ફેરફાર કરવામાં આવે છે. બૈજિક રૂપાંતરણ : બીજગણિતમાં બૈજિક પદાવલીઓના અવયવ પાડવામાં, પદાવલીને સંક્ષિપ્ત રૂપ આપવામાં તેમજ પદાવલીઓના લ.સા.અ.;…

વધુ વાંચો >

રૂપાંતરણ (વનસ્પતિ) : બૅક્ટેરિયામાં જનીન-પુન:સંયોજન (gene recombination) દરમિયાન જોવા મળતો જનીનિક વિનિમયનો એક પ્રકાર. બૅક્ટેરિયામાં જનીન-વિનિમયની પ્રક્રિયા ત્રણ પદ્ધતિઓ દ્વારા થાય છે : (1) રૂપાંતરણ (transformation), (2) સંયુગ્મન (conjugation) અને (3) પરાંતરણ (transduction). રૂપાંતરણ દરમિયાન દાતા કોષમાંથી કે પર્યાવરણમાંથી મુક્ત DNAનો ખંડ સંગતિ દર્શાવતા જીવંત ગ્રાહકકોષમાં પ્રવેશી તેના જનીન સંકુલ સાથે ભળે છે. સસીમકેન્દ્રી (eukargotic)…

વધુ વાંચો >

રૂપેણ (નદી) : ગુજરાત રાજ્યના મહેસાણા અને પાટણ જિલ્લાઓમાંથી વહેતી નદી. આ નદી ખેરાળુ તાલુકામાં આવેલી તારંગાની ટેકરીઓના ટુંગા સ્થળેથી નીકળી પશ્ચિમ દિશાએ આવેલા કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. તે સમુદ્રને મળતી ન હોવાથી ‘કુંવારી’ નદી તરીકે ઓળખાય છે. તારંગાની ટેકરીઓ સમુદ્રકિનારાથી દૂર આવેલી છે. અહીં વરસાદ ઓછો પડતો હોવાથી આ નદીમાં બારે માસ…

વધુ વાંચો >

રૂબિક, એર્નો (જ. 1944, બુડાપેસ્ટ) : હંગેરીના જાણીતા સ્થપતિ અને વિખ્યાત રૂબિક્સ ક્યૂબના સર્જક. તેમણે બુડાપેસ્ટની ટેક્નિકલ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો અને ત્યાં જ સ્કૂલ ઑવ્ ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇનમાં અધ્યાપનકાર્ય આરંભ્યું. 1974માં તેમને બહુરંગી ‘પઝલ ક્યૂબ’ની કલ્પના ઊગી. આ ક્યૂબમાં બીજા 9 ક્યૂબો હોય અને દરેક ક્યૂબ ચાવી રૂપે કેન્દ્રમાં રહેતું હોય, તેનાં અગણિત સ્વરૂપો–જૂથો રચી…

વધુ વાંચો >