Search Results: બદનક્ષી

બદનક્ષી

Jan 2, 2000

બદનક્ષી : અપકૃત્ય અને ગુનાનો એક પ્રકાર. કોઈ પણ વાજબી કારણ વિના કોઈ વ્યક્તિ વિશે તેની આબરૂને નુકસાન થાય તેવાં નિવેદનો, લખાણો કે નિશાનીઓનો તેમાં સમાવેશ થાય છે. હરેક વ્યક્તિને એની આબરૂ અક્ષત–અક્ષુણ્ણ રાખવાનો અબાધિત અધિકાર છે. આવો અધિકાર એ સર્વબંધક અધિકાર (right in rem) કહેવાય છે. વ્યક્તિ પોતે પોતાની જાત વિશે જે અભિપ્રાય બાંધે…

વધુ વાંચો >

અપકૃત્યનો કાયદો

Jan 11, 1989

અપકૃત્યનો કાયદો વ્યક્તિ કે મિલકતને નુકસાન કરતાં કૃત્યો પરત્વે ઘડવામાં આવેલો કાયદો. ભારતમાં સ્વાતંત્ર્યપ્રાપ્તિ પહેલાં વ્યક્તિની પોતાના હક વિશે ઓછી સભાનતા હતી, તે સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ઘણી વધી હતી. ઉદ્યોગીકરણ, ઝડપી વાહન-વ્યવહાર, સંદેશાની આપ-લેનાં ઝડપી સાધનો, સામાજિક તથા આર્થિક ઉન્નતિ માટેના સમાજકલ્યાણના કાયદાઓ અને શિક્ષણના પ્રસારણને પરિણામે આ જાગૃતિનું પ્રમાણ વધતું ચાલ્યું છે. તેણે અપકૃત્યના કાયદાના…

વધુ વાંચો >

સેન્સરશિપ (Censorship)

Jan 31, 2008

સેન્સરશિપ (Censorship) : દેશની કે સમાજની રાજકીય, સામાજિક, આર્થિક અને નૈતિક વ્યવસ્થા માટે હાનિકારક ગણાય તેવા પ્રકારના અભિવ્યક્તિસ્વાતંત્ર્ય, પ્રકાશન અને પ્રચાર પર મહદ્અંશે શાસન દ્વારા મુકાતા પ્રતિબંધો. કેટલાક કિસ્સાઓમાં આવા પ્રતિબંધો ધાર્મિક સંગઠનો દ્વારા અને જૂજ કિસ્સાઓમાં તે સશક્ત ખાનગી જૂથો દ્વારા પણ લદાતા હોય છે. અલ્ કાયદા એ તેનો દાખલો છે. અલબત્ત, તેમાં ધાકધમકી…

વધુ વાંચો >

રાવેલ, મૉરિસ

Jan 24, 2003

રાવેલ, મૉરિસ (જ. 7 માર્ચ 1875, ચિબુરે, ફ્રાંસ; અ. 28 ડિસેમ્બર 1937, પૅરિસ, ફ્રાંસ) : આધુનિક ફ્રેંચ સંગીતકાર. સ્વિસ પિતા અને સ્પૅનિશ માતાના પુત્ર મૉરિસની સંગીતપ્રતિભા બાળવયે જ ઝળકેલી. 14 વરસની ઉંમરે 1889માં પૅરિસ કૉન્સર્વેટરીમાં સંગીતના ઉચ્ચ અભ્યાસ માટે તે આ વિદ્યાર્થી તરીકે જોડાયા. વિદ્યાર્થીકાળમાં જ પોતાની કેટલીક ઉત્તમ કૃતિનું સ્વરનિયોજન કર્યું. ‘પૅવેન ફૉર અ…

વધુ વાંચો >

ક્રાંતિ રક્તવિહીન

Jan 31, 1993

ક્રાંતિ, રક્તવિહીન (Bloodless revolution) (1688) : ઇંગ્લૅન્ડના રાજકીય અને બંધારણીય ઇતિહાસની યાદગાર અને શકવર્તી ઘટના. તેના પરિણામે બંધારણીય રાજાશાહીનાં પગરણ થયાં અને ભાવિ ઇતિહાસનો માર્ગ કંડારાયો. રાજવીની સત્તા મર્યાદિત થતાં નાગરિક હકોનું સ્થાન નિશ્ચિત બન્યું. રાજા અને સંસદના ગજગ્રાહમાં સંસદની સર્વોપરીતા ર્દઢ બની. 1685માં ચાર્લ્સ બીજાના મૃત્યુ પછી જેમ્સ બીજો ઇંગ્લૅન્ડનો રાજા થયો. આપખુદ રાજાશાહી…

વધુ વાંચો >

ખાનગી આંતરરાષ્ટ્રીય કાયદો

Jan 14, 1994

ખાનગી આંતરરાષ્ટ્રીય કાયદો (વિધિસંઘર્ષ) : કોઈ પણ દેશે વ્યક્તિઓના પરદેશી તત્વવાળા વાદગ્રસ્ત પ્રશ્નોના ઉકેલ માટે સ્વીકારેલા નિયમોનો સમૂહ. દરેક નાગરિકના વ્યવહારો પોતાના દેશના કાયદાને અધીન હોય છે; પરંતુ જ્યારે જુદા જુદા દેશના માણસો પરસ્પર વેપાર કે અન્ય વ્યવહારો કરે ત્યારે તે ‘પરદેશી તત્વ’વાળા વ્યવહારો ગણાય છે અને તેમને કયા દેશનો કાયદો લાગુ પડશે તે નક્કી…

વધુ વાંચો >

ખૂન

Jan 15, 1994

ખૂન : જિંદગીને અસર કરતા ગુનામાં અંતિમ પ્રકારનો ગુનો. તેમાં ઇન્ડિયન પીનલ કોડ મુજબ ક. 299 ગુનાઇત મનુષ્ય-વધ (culpable homicide) અને ખૂન (murder) તથા ક. 300 મુજબ મૃત્યુ નિપજાવવાના ગુનાનો સમાવેશ થાય છે. ઈ. પૂ. આશરે 880 વર્ષ પહેલાં મનુ ભગવાને ધર્મશાસ્ત્રની રચના કરી ત્યારે તેમાં પણ રાજાની ફરજોમાં ખૂનના ગુના માટે સજાનો સમાવેશ કરેલો…

વધુ વાંચો >

ટિળક, બાળ ગંગાધર

Jan 10, 1997

ટિળક, બાળ ગંગાધર (જ. 23 જુલાઈ 1856, રત્નાગિરિ; અ. 1 ઑગસ્ટ 1920, મુંબઈ) : જહાલ રાષ્ટ્રવાદી નેતા અને પ્રાચ્યવિદ્યાના વિદ્વાન. મધ્યમવર્ગના રૂઢિપૂજક ચિત્પાવન બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. મૂળ નામ કેશવ, પરંતુ ‘બાળ’ નામથી તેઓ વધારે જાણીતા થયા. વડવા નાના જાગીરદાર હતા. અંગ્રેજ સરકાર આવતાં જ ટિળકના પરદાદા કેશવરાવે  પેશ્વા સરકારના ઉચ્ચ હોદ્દાનો ત્યાગ કરેલો. દાદા રામચંદ્ર…

વધુ વાંચો >

ભારતીય દંડસંહિતા અથવા ફોજદારી કાયદો

Jan 17, 2001

ભારતીય દંડસંહિતા અથવા ફોજદારી કાયદો (Indian Penal Code) પોલીસ-અધિકારક્ષેત્રને અધીન ગણાતા ગુનાઓને લગતો ભારતનો કાયદો. આ કાયદો વ્યક્તિના કેટલાક પ્રાથમિક હકોને, બીજી વ્યક્તિઓ દ્વારા થયેલા અતિક્રમણ (violation) સામે રક્ષણ આપવાનું એક સાધન છે. વ્યક્તિના પોતાના જાનમાલની સલામતીને લગતા, તેના સ્વાતંત્ર્યને લગતા અને એને પોતાની રીતે જીવન જીવવાના અધિકારોના સમૂહને વ્યક્તિગત અથવા અંગત અધિકારો ગણવામાં આવે…

વધુ વાંચો >